પ્રેમ : એકથી વધારે પ્રેમીઓની જરૂર કેમ પડે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વિલિયમ પાર્ક
- પદ, બીબીસી ફ્યૂચર
આપણે સંબંધોને બે વ્યક્તિઓ વચ્ચેની અંગત સમજણ ગણીએ છીએ. પરંતુ શૃંગારિક પ્રેમની નવી વ્યાખ્યાઓ લોકો શોધી રહ્યા છે ત્યારે આવી સમજણ સામે સવાલો થઈ રહ્યા છે.
યુકેના રિયાલિટી શો લવ આઇલૅન્ડમાં 2019માં ભાગ લેનારા એક એમી હાર્ટે પોતાના પ્રેમીને પૂછ્યું, "તારા માટે અનન્ય (એક્સક્લુઝિવ) સંબંધો એટલે શું?" પ્રેમી કર્ટિસ પ્રિચાર્ડ માટે જવાબ આપવો મુશ્કેલ બની ગયો હતો અને એમી તે જાણતી પણ હતી.
પીઠ પાછળ તે બીજી છોકરીઓને કિસ કરતા હતા. તેમના સંબંધો વિશેની છણાવટ એમીએ કરી તે સાથે પ્રિચાર્ડ વધારે સંકોચાતા ગયા. તેમણે દલીલો કરવાની કોશિશ કરી કે બે જણ માટે રોમેન્ટિક લાગણી હોઈ શકે છે, તને મારી પણ જરૂર છે અને મને પણ. અફસોસ છે કે તને નારાજ કરી.
એમી એમ માનીને ચાલતાં હતાં કે પ્રેમ ફક્ત બે વ્યક્તિઓ વચ્ચે જ હોય અને પ્રિચાર્ડ તે પરંપરાને તોડી રહ્યા છે.
આજે માત્ર એકને જ પ્રેમ કરવાની વાત સ્થાપિત થયેલી છે, પણ ઐતિહાસિક રીતે સંબંધો આવી રીતે રહ્યા નથી અને તે હંમેશા સંકીર્ણ રહ્યા છે. શું આપણે ફરીથી એકથી વધુને પ્રેમ કે એકથી વધુ સાથે વિવાહની જૂની રીતમાં પાછા ફરીશું?
સહમતી સાથે એકથી વધુ સાથે સંબંધ રાખવાની (બહુસાથીત્વની) વાતમાં પતિ-પત્ની બંને અન્ય સાથે સંબંધ રાખવા માટે મુક્ત બને છે. તેના કારણે અનેક રૂપમાં 'ખુલ્લા સંબંધો' આકાર લઈ શકે છે. જેવા પણ પ્રકારના સંબંધો બને તેમાં બંને સાથીઓ એક મર્યાદા નક્કી કરતા હોય છે, કઈ હદે, ક્યાં સુધી જવું.
આ વ્યાખ્યા પ્રમાણે પ્રિચાર્ડે કોઈને કીસ કરી તે આમાં આવે નહીં, કેમ કે એવી કોઈ વાત બંને વચ્ચે થઈ નહોતી. સમાજમાં બહુસાથીત્વ અમુક હદે પ્રચલિત છે ખરું અને તેના કારણે જ પ્રિચાર્ડ જેવી વ્યક્તિ આ પ્રકારનું વર્તન કરતી હોય છે.
એક જ પતિપત્નીત્વ પ્રચલિત હોવા છતાં મનુષ્ય હંમેશાં અન્યની સાથે સંબંધો રાખવા માટે તત્પર રહેતો હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
માનસશાસ્ત્રી જસ્ટિન લેહમિલરે 4000 જેટલા અમેરિકનોને તેમને સેક્યુઅલ ફૅન્ટસી (જાતીય મનોકામના) વિશે પૂછ્યું હતું અને તેના આધારે 'ટેલ મી વૉટ યુ વૉન્ટ' નામનું પુસ્તક લખ્યું છે. તેમાં સૌથી લોકપ્રિય ફૅન્ટસી ત્રણ વચ્ચે એક સાથે સેક્સની હતી. ત્રણ વચ્ચે સંબંધોમાં સહમતી હોય ત્યારે જ બહુસાથીત્વ શક્ય બને.
ટૉરૉન્ટોની યૉર્ક યુનિવર્સિટીના સાયકૉલૉજીના પ્રોફેસર એમી મૂઇઝ કહે છે, "સંબંધો કેટલા લોકો વચ્ચે છે તેનો વિચાર કરીએ તો પાંચ ટકા સંબંધો બહુસાથીત્વ ગણાઈ શકે છે." પણ કેટલીકવાર થોડો સમય માટે પણ સંબંધો હોય છે. "સમગ્રી જીવન દરમિયાન સંબંધો બાંધવાની વાત કરીએ તો 21 ટકા લોકો ક્યારેક ને ક્યારેક બહુસાથીત્વની સ્થિતિમાં હોય છે."

ત્રણ વચ્ચે સમાગમની ફૅન્ટસી સૌથી વધારે લોકપ્રિય

ઇમેજ સ્રોત, Getty Images
કેલિફૉર્નિયાની ચૅપમૅન યુનિવર્સિટીના સાઇકૉલૉજી આસિસ્ટન્ટ પ્રોફેસર એમી મૂર્સ કહે છે, "આનાથી વધારે આ પ્રકારના સંબંધો પ્રચલિત હોત તો પણ મને નવાઈ ના લાગી હોત."
"એક સામાજિક રીતરસમની પણ વાત હોય છે એટલે લોકો પણ સંભાળીને જવાબ આપતા હોય છે. લોકો રોજ કેટલાં ફળ ખાય છે તેની વાતમાં વધારે સંખ્યા કહેતા હોય છે, પણ પીવાની વાત આવે ત્યારે ઓછું પીવાની વાત કરતા હોય છે."
પોતાના સાથી સિવાય કોઈની સાથે સંબંધ બાંધવાની તક મળવાની વાત પણ સ્થિતિ પર નિર્ભર હોય છે, જેમ કે હાલમાં કોરોના રોગચાળાને કારણે હળવા મળવાનું ઓછું થઈ ગયું હતું.
તેને કારણે જેમની સાથે વસવાટ હોય તે પ્રેમીને જ મળવાનું વધારે થાય અને બીજા પ્રેમીને મળવાનું ઘણું ઓછું થઈ ગયું હોય. આવી સ્થિતિને કારણે તેમના સંબંધો પર શું અસર થશે તે સ્પષ્ટ નથી. જોકે એવા સંશોધનો થયેલા છે કે દૂર વસતી વ્યક્તિ સાથે સંબંધ હોય તેમાં ઘણો સંતોષ હોય છે. સામાજિક રીતે વિચારીએ તો રોગચાળા સિવાયની સામાન્ય સ્થિતિમાં પણ એવું જોવા મળતું હોય છે કે એકથી વધારે પ્રેમીઓ ધરાવતા લોકો એક જ જીવનસાથી ધરાવતા લોકો કરતાં વધારે સંતુષ્ટ જણાતા હોય છે.
મનુષ્ય જાતમાં ક્યારથી એક જ જીવનસાથીની પદ્ધતિ શરૂ થઈ હશે તે સ્પષ્ટ નથી. કેટલાક નૃવંશશાસ્ત્રીઓ કહે છે કે, "જૂના સમયમાં બહુસાથીત્વ હતું તેનો પુરાવો એ છે કે મહિલા અને પુરુષના મહિલાના આકાર અને કદમાં બહુ ફેર છે."
"કદમાં આવા ફેરફારનો અર્થ એ થયો કે સેક્સની રીતે પોતાને ફાયદો મળે તે માટે પોતાના કદ અને આકાર અમુક પ્રકારના કરવા માટે (કદાચ નર માદા બંને પર) બહુ જ દબાણ રહેતું હતું."
"ગોરીલા જેવી કેટલીક જાતોમાં વિશાળ કદ હોય તે નરને વધારે માદા મળતી હતી, કેમ કે તે વધારે જોરદાર લડાઈ આપીને બીજા નરને ભગાડી શકે. માઉન્ટેન ગોરીલામાં સૌથી તાકાતવર હોય તે ગોરીલા નર 70 ટકા સંભોગમાં સાથીદાર હોય. આ રીતે બહુપત્નીત્વ સમાજ પેદા થાય."
જોકે માત્ર તાકાત દેખાડીને જ માદાને આકર્ષવાની નથી હોતી. પક્ષીઓની ઘણી જાતોમાં પોતાના સુંદર પીંછાનું પ્રદર્શન કરીને કે માછલીઓમાં રંગીન ત્વચા દ્વારા પોતાને આકર્ષક દેખાડવા કોશિશ થાય છે. ફરક એટલો કે આ પક્ષીઓ કે માછલીઓમાં સમાજ જેવું નથી હોતું એટલે કોઈ એક નર કે એક માદા આસપાસના બધા જ સંગી પર વર્ચસ્વ જમાવે તેવું બને નહીં.
મનુષ્યમાં આવી રીતો પ્રચલિત હશે તે માટેના પ્રાચીન અવશેષો અપૂરતા છે. આકાર અને કદમાં પૌરાણિક સમયમાં પણ આવો જ ફરક હતો. જુદા જુદા અવશેષોથી આ વાત સાબિત થાય છે. એટલે એકસાથીત્વ કદાચ બહુ વહેલા શરૂ થઈ ગયું હશે.
મનુષ્યના વાય ક્રોમોસોમમાં વિવિધતા અથવા વિવિધતાના અભાવથી એવું પણ ધારવામાં આવે છે કે નજીકના ભૂતકાળમાં મનુષ્ય બહુસાથીત્વ ચાલતું હતું. જોકે આ પુરાવા સામે પણ નૃવંશશાસ્ત્રીઓને શંકા છે.
એક સમાન પુરુષ જિન્સ વધારે મળ્યા છે તે દર્શાવે છે કે ઉત્ક્રાંતિ દરમિયાન થોડા નર જાતીય સમાગમમાં વધારે સક્રિય હતા. પાછળના સમયમાં પુરુષ જિન્સમાં વિવિધતા વધી છે, જે દર્શાવે છે કે વધુ નરને સમાગમ માટે તક મળી, કેમ કે એક જ જીવનસાથીનું ચલણ વધ્યું.
પુરાતત્ત્વીય અવશેષો દર્શાવે છે કે પ્રાચીન સમયમાં માણસ નાના જૂથ બનાવીને, કુટુંબીઓ સાથે રહેતો હતો. વન્ય પદાર્થો એકઠા કરીને જીવનારા સમાજોનું એક કમ્પ્યુટર મોડલ બનાવાયું હતું, તે દર્શાવતું હતું કે વસતી વધારવા માટે આ જૂથે અન્ય જૂથના લોકો સાથે સંગ કરવો પડે તેમ હતો. તેનો અર્થ એ થયો કે જુદાં-જુદાં જૂથો વચ્ચે વ્યક્તિઓનું આવાગમન થતું રહેતું હતું. જિનેટિક્સની રીતે ઉત્તરોત્તર વારસો ધરાવતું હોય તેવું કુટુંબ જાળવી રાખવું અશક્ય હતું.
આ મૉડલમાં એ પણ ખ્યાલ આવે છે કે વન્ય પદાર્થો એકઠાં કરીને જીવતા સમાજમાં એકસાથીત્વ હતું. પતિ-પત્ની સાથે જ રહેતા હતા અને કમસે કમ સંતાન પેદા થાય ત્યારે સાથે જ રહેતા અને બાદમાં અન્ય પ્રેમીને શોધતા હશે. આધુનિક મનુષ્ય માટે સેક્સની રીતે આ ફાયદાકારક હતું, અને કદાચ તેના કારણે જ પુરુષ સંબંધોની બાબતમાં વધારે મોકળાશનો અભિગમ ધરાવતો થયો છે.
પુરુષોની ફૅન્ટેસી વિશે લેહમિલરે સંશોધન કર્યું તેમાં જોવા મળ્યું કે "પુરુષને જ વધારે ગ્રૂપ સેક્સમાં (8 ટકા મહિલાઓની સામે 26 ટકા પુરુષોને) રસ પડે છે. અન્ય પ્રકારના 'સોશિયલ સેક્સ'ની પસંદગીની બાબતમાં પણ આવું જ જોવા મળ્યું હતું. જેમ કે સેક્સ પાર્ટીમાં જવું કે સ્વિંગર્સ ક્લબમાં જવું (7 ટકા મહિલાઓની સામે 17 ટકા પુરુષોને) રસ પડે છે. જોકે આવી ફૅન્ટેસીમાં રસ ધરાવતા હોય તેમાંથી ખરેખર તેમાં ભાગ લીધો હોય તેમાં મહિલાઓનું પ્રમાણ જ વધારે છે.
અભ્યાસ માટે પસંદ કરાયેલા સમાન ગ્રૂપમાંથી 12 ટકા પુરુષોએ અને છ ટકા મહિલાઓએ કહ્યું કે તેમણે ગ્રૂપ સેક્સમાં ભાગ લીધો હતો. એવું લાગે છે કે મહિલાઓને આવી બાબતમાં વધારે તક મળતી હોય છે.
આપણે અત્યારે જાણીએ છીએ કે વિશ્વના સમાજોમાં 85% સમાજો એવા છે, જ્યાં કોઈને કોઈ રીતે બહુસાથીત્વને માન્ય કરાયેલું હોય છે. ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં પણ બહુસાથીત્વના અનેક ઉદાહરણો નોંધાયેલા છે. જોકે સામાન્ય રિવાજની રીતે મોટા ભાગના સમાજોમાં એકસાથીત્વ જ પ્રચલિત છે. આ સામાન્ય પ્રવાહ લાગતો હશે, પરંતુ ઐતિહાસિક રીતે મનુષ્યો આજે છે એટલી હદે એકસાથીત્વ ધરાવતા નહોતા. તો પછી આજીવન એક જ સાથી સાથે જીવવાની વાત અત્યારે કેમ સહજ બની ગયેલી છે?
આપણા ઉછેર દરમિયાન કલા અને સંસ્કૃતિની જે અસર આપણા પર પડે છે તે વાત પર ભાર મૂકતા મૂર્સ કહે છે, "આનો જવાબ આપવો સહેલો નથી. આપણે એક જ માતાપિતાને સાથે જીવતા જોઈને ઉછર્યા હોઈએ છીએ. વિશ્વભરમાં આજે લગ્નસંસ્થા સ્થાપિત થયેલી છે."
મૂર્સ કહે છે, "મનુષ્ય જમીન હસ્તગત કરીને અને આ ખેતર મારું એવું કહેતો થયો ત્યારથી લગ્નની પ્રથા મજબૂત બની, કેમ કે લગ્ન મારફત જમીન પર કબજો રહે અને તમારા કુટુંબને જ તેનો વારસો મળે."

સંજ્ઞિપ્તમાં: એકથી વધારે પ્રેમીઓ હોવાના ફાયદા

- માનસશાસ્ત્રી જસ્ટિન લેહમિલરે 4000 જેટલા અમેરિકનોને તેમને સેક્યુઅલ ફૅન્ટેસી (જાતીય મનોકામના) વિશે પૂછ્યું હતું અને તેના આધારે ટેલ મી વૉટ યુ વૉન્ટ નામનું પુસ્તક લખ્યું છે
- અભ્યાસ માટે પસંદ કરાયેલા સમાન ગ્રૂપમાંથી 12 ટકા પુરુષોએ અને છ ટકામહિલાઓએ કહ્યું કે તેમણે ગ્રૂપ સેક્સમાં ભાગ લીધો હતો
- પુરુષોની ફૅન્ટેસી વિશે લેહમિલરે સંશોધન કર્યું તેમાં જોવા મળ્યું કે પુરુષને જ વધારે ગ્રૂપ સેક્સમાં (આઠ ટકામહિલાઓની સામે 26 ટકા પુરુષોને) રસ પડે છે.
- અન્ય પ્રકારના 'સોશિયલ સેક્સ'ની પસંદગીની બાબતમાં પણ આવું જ જોવા મળ્યું હતું. જેમ કે સેક્સ પાર્ટીમાં જવું કે સ્વિંગર્સ ક્લબમાં જવું (સાત ટકામહિલાઓની સામે 17 ટકા પુરુષોને) રસ પડે છે.
- મુક્ત સંબંધો ઇચ્છનારા અને આખરે તેવા સંબંધોમાં બંધાયા હો તેવા લોકોમાં સંતોષનું પ્રમાણ ઊચું જોવા મળ્યું હતું - સામંથા જોએલ
- સામાન્ય રીતે નવીનતા અને સંબંધોમાં સલામતી તે વચ્ચે ખેંચતાણ ચાલતી રહે છે અને લાંબા ગાળે બહુસાથીત્વ અપનાવવા પાછળનો હેતુ બંને બાબતોને જાળવી રાખવાની હોય છે.
- પુરુષોને લાગણીની રીતે નહીં, પણ જાતીય રીતે છેતરાવાની વાતમાં વધારે ઈર્ષા આવે છે એવું હવાઈ પેસિફીક યુનિવર્સિટીના સંશોધક કેથરીન ઓમરે લખ્યું છે.
- પોતાના સાથીને સેક્સમાં સંતોષ મળે અને તે માત્ર પોતાનાથી ના મળે એવી કોઈ બાબતમાં આમાં રહેલી છે - એમી મૂઇસ
- એકથી વધુ પ્રેમીઓ ધરાવતા લોકોની માનસિકતાના અભ્યાસ પરથી લાગે છે કે તે લોકોને એવી ભાવનાત્મક જરૂરિયાત હોય છે,
- એકથી વધુ લોકો સાથે કેવી રીતે પ્રેમાળ સંબંધો રાખી શકાય છે તે આપણે જાણીએ છીએ, પણ રોમૅન્ટિક પ્રેમ મર્યાદિત જ હોય તેવું માની લેવાની આપણી પાસે અપેક્ષા હોય છે? - એમી મૂર્સ

અન્ય સાથેનો સંગાથ વધારે સારો?

ઇમેજ સ્રોત, Getty Images
અનેક વાર સંશોધનોએ દર્શાવ્યું છે કે સેક્સમાં રસની બાબતમાં વિરોધાભાસી પસંદગી ધરાવતા હોય તેવા દંપતિએ એકથી વધુ પ્રેમી હોય ત્યારે વધુ સારા અનુભવની લાગણી વ્યક્ત કરેલી છે. મૂઇસ કહે છે, "ઘણી વાર સંબંધોમાં બંને પાત્રોની પસંદગીમાં ફેર પડતો હોય છે. પરંતુ એકથી વધારે પ્રેમીઓ હોય તેવા દંપતિમાં સરેરાશ વધારે સંતોષ જોવા મળ્યો છે. અન્ય સાથે સેક્સમાં તમને રસ હોય તો તેના પ્રયાસો તંદુરસ્ત સાબિત થઈ શકે છે."
બહુસાથીત્વના સંશોધનોમાં એક ખામી એ છે કે આવા સંશોધનો લાંબા ગાળાના નથી. તેમાં ભાગ લેનારા મહિલા પુરુષોના સંબંધો આગામી વર્ષો દરમિયાન કેવા રહ્યા તેનું સંશોધન થતું રહેતું નથી.
જોકે કેટલાક અભ્યાસોમાં આ ખામીને દૂર કરવાની કોશિશ થઈ રહી છે. દાખલા તરીકે એક અભ્યાસમાં મુક્ત સંબંધોમાં માનનારા અને આવા સંબંધો વિશે કૂતુહલ ધરાવનારા લોકોને તેમના સંબંધો અને જાતીય સુખ વિશે લાંબી પ્રશ્નોતરી આપવામાં આવી હતી.
આમાંથી કોઈ વ્યક્તિ એવી નહોતી કે જેણે આવા સંબંધો વિશે બીજાને વાત કરવા માટે પ્રેમીની સહમતી લીધી હોય. તમારું રોમૅન્ટિક જીવન કેટલું સુખી છે એ સંબંધ તેમને અભ્યાસમાં અંતે ફરી વાર પૂછાયો હતો. સાથે જ તેમને એ પૂછવામાં આવ્યું હતું કે શું તમે સંબંધોની બાબતમાં મોકળાશ ધરાવતા થયા છો.
કૅનેડાના લંડનની વૅસ્ટર્ન યુનિવર્સિટીના સામાજિક મનોવિજ્ઞાનના આસિસ્ટન્ટ પ્રોફેસર સામંથા જોએલ કહે છે, "મુક્ત સંબંધો રાખવા માગનારા લોકો અને આખરે તેવા સંબંધોમાં જોડાયા હોય તેવા લોકોમાં સંતોષનું પ્રમાણ ઊચું જોવા મળ્યું હતું."
"મુક્ત સંબંધો માટે વિચારેલું ખરું, પણ એવા સંબંધો બાંધ્યા ના હોય તેવા લોકોમાં સંતોષનું પ્રમાણે ઘટ્યું હતું, પણ ઘટાડો બહુ મામુલી હતો."
જોએલનું માનવું છે કે વધુ પ્રેમીઓ સાથે સંબંધ રાખનારામાં સંતોષનું પ્રમાણ વધવાનું કારણ એકની અસર બીજી પર પડે તેની હોઈ શકે છે. બીજા પ્રેમી સાથે વધારે સારા સેક્સને કારણે મૂળ પ્રેમી સાથેના સંબંધોમાં પણ સંતોષ વધે છે, કેમ કે હવે એક જ પ્રેમી પાસેથી સંતોષ મેળવવાનું દબાણ જતું રહે છે.
જોએલ કહે છે, "આપણે જાણીએ છીએ કે સેક્સથી સંતુષ્ટ હોય તે લોકોનો સંવાદ વધારે સારો હોય છે. બહુસાથીત્વમાં વધારે મોકળાશથી સંવાદ થાય છે - કેમ કે આવા સંબંધોમાં સંબંધોની મર્યાદા ક્યાં તે વિશે વાતચીત કરવી જરૂરી બને છે. એક જ સાથી હોય ત્યારે આવી ચર્ચા કરવાનો અવસર આવતો નથી."
સુરક્ષા, સંભાળ અને નિકટતાની ભાવનાત્મક લાગણીઓ અને સંતોષ સામાન્ય સંબંધોમાં ધીમે ધીમે આવે છે. બીજી બાજુ ઇરૉટિક બાબતોમાં જે ઉત્તેજના હોય છે તે ધીમે-ધીમે ઘટે છે.
યૉર્ક યુનિવર્સિટીના સાયકોલૉજિસ્ટ રૉન્ડા બાલ્ઝરિની કહે છે, "શરૂઆતમાં સેક્સીપણું અને ઉત્તેજના બહુ હોય છે, પણ ધીમે-ધીમે તે સામાન્ય બનતું જાય છે. નવીનતા લાંબો સમય રાખી શકાતી નથી અને તેના કારણે ઉત્તેજના શમવા લાગે છે."
બાલ્ઝરિની ઉદાહરણ આપતા કહે છે કે, "તમારા મુખ્ય સાથી તમે કાયદેસર લગ્ન કરેલા હશે, સાથે રહેતા હશો અને સંતાનો પણ હશે અને એકસાથીત્વ સાથે આવતી જવાબદારીઓ પણ હશે. આવી સ્થિતિમાં દરેક બાબત સુનિશ્ચિત હોય તે જરૂરી બની જાય છે."
"તે બાબત પછી સેક્સી રહેતી નથી એમ તેઓ કહે છે. તમારા બીજા પ્રેમીએ ક્યારેય આવી જવાબદારી વહન કરવાની હોતી અને તેના કારણે તેની સાથેના સંબંધોમાં ઉત્તેજના જલદી ઘટતી નથી."
"તેના કારણે બીજા પ્રેમી સાથે ઓછા સંવાદ સાથે વધારે સેક્સ થતું રહે છે."
જોએલ કહે છે, "સામાન્ય રીતે નવીનતા અને સંબંધોમાં સલામતી તે વચ્ચે ખેંચતાણ ચાલતી રહે છે અને લાંબા ગાળે બહુસાથીત્વ અપનાવવા પાછળનો હેતુ બંને બાબતોને જાળવી રાખવાની હોય છે. જોકે આ એક માત્ર રીત નથી, પરંતુ ઘણા લોકોના કેસમાં આનાથી કામ ચાલી જતું હોય છે."
લોકોમાં જેટલી વિવિધતા એટલી વિવિધતા બહુસાથીત્વ સંબંધોમાં હોય છે. એક વીડિયો ઇન્ટરવ્યૂમાં અનિતા કૅસીડીએ પોતે અને તેમના પ્રેમી કેવી રીતે પોતપોતાના બીજા સંબંધો સાચવે છે તેની વાત કરે છે. કૅસીડીને બે સંતાનો છે અને તેમના ઘરે અઠવાડિયા દરમિયાન પ્રેમીઓ આવતા રહે છે.
કોરોના ફેલાયો તેની પહેલાં કૅસિડી સાથે આ ઇન્ટરવ્યૂ થયો હતો. બાદમાં કોરોના પ્રતિબંધોને કારણે તે ઓછા પ્રેમીને મળી શકી હશે તેવું બન્યું હશે.

ઈર્ષાને કેવી રીતે સંભાળવી?

ઇમેજ સ્રોત, Getty Images
મૂઇસ કહે છે કે બંને જીવનસાથીઓ એક બીજાના સુખ માટે પરવા કરતા હોય ત્યારે એકથી વધુ સંબંધોમાં વધારે સંતોષ જોવા મળે છે. "એવું લાગે છે કે પોતાના સાથીને સેક્સમાં સંતોષ મળે અને તે માત્ર પોતાનાથી ના મળે એવી કોઈ બાબત આમાં રહેલી છે. પોતાના સંતોષને કારણે જીવનસાથીને પણ આનંદ થાય છે તે જોઈને બીજા પ્રેમી માટે વધારે સરળતાથી પ્રયત્નો થઈ શકે છે."
માનસશાસ્ત્રની પરિભાષામાં આને બીજાના સુખે સુખી થવાની વાત કહે છે. રોમૅન્ટિક સંબંધોની બહાર પણ આવી બાબત તમને વધારે જોવા મળશે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ પોતાને મળેલી ગિફ્ટ ખોલતી વખતે ખુશી થાય તે જોઈને પણ ખુશી થતી હોય છે.
એ જ રીતે કોઈને સેક્સનો આનંદ મળ્યો હોય તે જોઈને પણ ખુશ થવાની વાત આવી જાય છે.
પરંતુ બહુ પ્રેમીઓ હોય ત્યારે તે સંબંધોમાં ઈર્ષાનું પ્રમાણ આવે તેને લોકો કઈ રીતે સંભાળે?
પુરુષોને લાગણીની રીતે નહીં, પણ જાતીય રીતે છેતરાવાની વાતમાં વધારે ઈર્ષા આવે છે એવું હવાઈ પૅસિફીક યુનિવર્સિટીના સંશોધક કેથરીન ઓમરે લખ્યું છે.
પોતાના સાથીઓ સાથે મળીને તેમણે એક જ પ્રેમી અને એકથી વધુ પ્રેમીઓ ધરાવતા બંને પ્રકારનાં દંપતીઓમાં સાથીના સુખે સુખી થવાની વાતનો અભ્યાસ તેમણે કર્યો હતો. ઉત્ક્રાંતિની રીતે પોતાનું સંતાન પોતાનું જ છે કે કેમ તે જાણવામાં પુરુષને વધારે ઉત્સુકતા હોય છે. પોતાનાં સંતાનનો પિતા કોણ છે તે બાબત મહિલા માટે એટલી સંકુલ હોતી નથી.
જોકે ઓમર કહે છે કે, "લાગણીની બાબતમાં મહિલાઓ વધારે ઈર્ષા અનુભવતી હોય છે. બાળકના ઉછેરની જવાબદારી પોતાના પર હોય છે એટલે મહિલાએ પોતાનો સાથી પોતાની સાથે જ રહે અને ભોજનથી માંડીને સુરક્ષા સુધીની બાબત સંભાળી લે તે વધારે જરૂરી હોય છે."
"લાગણીની રીતે પુરુષ બીજી મહિલા સાથે વધારે જોડાયેલા હોય ત્યારે માતાને વધારે પૌષ્ટિક આહાર, સુરક્ષા અને આશરો કદાચ ના પણ મળે."

લોકો વધુ પ્રેમીઓ શા માટે પસંદ કરે છે?

ઇમેજ સ્રોત, Getty Images
એવા પુરાવા છે કે કેટલાક લોકો એકથી વધુ પ્રેમીઓ સાથેના સંબંધો જાળવવામાં વધારે કુશળ હોય છે.
સલામતીની ભાવના કે તેના અભાવને કારણે કેવી રીતે સંબંધો ઘડાતા હોય છે તે આપણે જાણતા હોઈએ છીએ અને એટલે જ પોતાના પ્રેમીને બીજા પાસે જવા દેવાની ઓછી ઇચ્છા હોય છે.
ઇલિનોઈ યુનિવર્સિટીના ક્રિસ ફ્રેલી છેલ્લા બે દાયકાથી ઑનલાઇન પ્રશ્નોત્તરી અંગેનો ડેટા એકઠા કરી રહ્યા છે.
આજ સુધીમાં 200,000 જેટલા લોકોએ ઑનલાઇન સવાલ-જવાબમાં ભાગ લીધો છે અને તેનાથી ઘણો ડેટા એકઠો થયો છે.
ઘણા સંશોધકો તેના આધારે તારણો કાઢીને વર્તનને સમજવાની કોશિશ કરે છે. આ ડેટાના આધારે મૂર્સ કહે છે કે,"વધુ પ્રેમીઓ ધરાવતા લોકોમાં ઓછી ચિંતા જોવા મળી છે અને જતું કરવાની વૃત્તિ વધારે જોવા મળી છે."
"જોકે તેઓ કહે છે કે આવું થવાનું કારણ એ હશે કે સ્થિર અને ચિંતામુક્ત સંબંધોમાં હોય તેવા લોકો વધારે પ્રેમીઓ રાખવા તરફ પ્રેરાતા હશે.
એકથી વધુ પ્રેમીઓ ધરાવતા લોકોની માનસિકતાના અભ્યાસ પરથી લાગે છે કે તે લોકોને એવી ભાવનાત્મક જરૂરિયાત હોય છે, જે એક જ પ્રેમીથી પૂરી થઈ શકે નહીં.
બેલ્ઝરિની કહે છે, "વધુ પ્રેમીઓ ધરાવતા લોકોની ભાવનાત્મક જરૂરિયાતો વધારે હશે. પરંતુ એક જ પ્રેમી ધરાવતા લોકોમાં પણ સંભાળ લેવાની વાત અને ઇરૉટિક બાબતોની જરૂરિયાત એટલી જ જોવા મળી હતી."
"જોકે વધુ પ્રેમીઓ ધરાવતા લોકોમાં તેનું પ્રમાણ કાંતો બહુ ઊચું હોય કે બહુ નીચું હોય. કદાચ તે લોકોને બંને પ્રકારની બાબતોની જરૂરિયાત હોય છે. એક જ પ્રેમીમાં બંને બાબત ના મળે."
"સંભાળ લેનાર પ્રેમી અને ઇરૉટિક રીતે ઉત્તેજક પ્રેમી એક જ વ્યક્તિમાં કદાચ ના પણ મળે."
જોકે મૂર્સ કહે છે કે, "વધુ પ્રેમીઓ ધરાવતા લોકોની કોઈ એક ઓળખ નક્કી કરવી મુશ્કેલ છે."
ઉંમર, આવક, સ્થળ, શિક્ષણ, જાતી, વંશ, ધર્મ કે રાજકીય વિચારધારાને આધારે આવી કોઈ વૃત્તિનું તારણ નીકળી શકે તેમ નથી.
લેસ્બિયન, ગે અથવા બાયસેક્સુઅલ લોકોને એકથી વધુ પ્રેમી હોવાની શક્યતા વધારે ખરી, પણ તે સિવાય બીજી કોઈ પેટર્ન જોવા મળતી નથી.
જીવનમાં આ બાબત પ્રચલિત છે, તેમ છતાં આ બાબત સામે હજીય સમાજમાં નાકનું ટીચકું ચડાવવામાં આવે છે.
મૂર્સ કહે છે કે, "લોકો પ્લેટૉનિક લવને સદા કાળના પ્રેમ તરીકે જોવાની વાત સહજ ગણાય છે, પણ આપણે રોમૅન્ટિક લવને જ સદા કાળનો ગણીએ છીએ."
તેઓ કહે છે, "એકથી વધુ પ્રેમી સાથે નિકટના સંબંધો હોઈ શકે તે આપણે જાણીએ છીએ, છતાં રોમૅન્ટિક લવ એકને જ થઈ શકે તેવી ધારણાની આપણી પાસે અપેક્ષા છે?"
"તમારા કેટલા એકથી વધુ ખૂબ સારા પ્રેમીઓ છે? અરે, બહુ ખરાબ કહેવાય કે આટલા પ્રેમીઓ છે? આવી વાત કરાતી હશે."
આપણે જીવનસાથી પાસે બહુ અપેક્ષા રાખીએ છીએ. આપણે ઇચ્છીએ કે તે આપણા જીવનના સારથી બને, બૅસ્ટ ફ્રૅન્ડ બને, વિશ્વાસ બને, પરંતુ મૂર્સ કહે છે કે "એક જ વ્યક્તિમાંથી આ બધું આપણને મળે તેવું જરૂરી નથી." આપણી અપેક્ષાઓ આપણે એકથી વધુ સાથીઓ પાસેથી પૂર્ણ કરીએ તે કદાચ વધારે સારું પડે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
















