અમેરિકન પ્રોફેસરે ભારતને ગાળ દીધી અને બ્રાહ્મણ મહિલાઓ વિરુદ્ધ ટિપ્પણી કરી, બુમરાણ મચી
અમેરિકાની પેનસિલ્વેનિયા યુનિવર્સિટીનાં એક પ્રોફેસરે હાલમાં જ એક ટીવી ઇન્ટરવ્યૂમાં ભારત વિશે કેટલીક ટિપ્પણીઓ કરી છે જેને લઈને બુમરાણ મચી છે.
પ્રોફેસર ઍમી વેક્સે હાલમાં જ એક ટીવી ઇન્ટરવ્યૂ દરમિયાન ભારત વિરુદ્ધ અપશબ્દોનો પ્રયોગ કર્યો. તેમણે આ સાથે જ દક્ષિણ એશિયાથી અમેરિકા પહોંચવાવાળા લોકોથી માંડીને બ્રાહ્મણ મહિલાઓ પ્રત્યે પણ આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો છે.

ઇમેજ સ્રોત, LAW.UPENN.EDU
આ ઇન્ટરવ્યૂની ક્લિપ્સ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે અને ભારતીય અને અમેરિકામાં વસેલા ભારતીય મૂળના લોકો તેમના આ નિવેદનની ટીકા કરી રહ્યા છે.

ઍમી વેક્સ શું બોલ્યાં?
ઍમી વેક્સે ગત 8 એપ્રિલના રોજ અમેરિકન ટીવી ચેનલ ફૉક્સ ન્યૂઝના ઍન્કર ટકર કાર્લસનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ભારતીય અપ્રવાસીઓની ટીકા કરી છે.
તેમણે આ ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે 'પશ્ચિમના લોકોની શ્રેષ્ઠ ઉપલબ્ધિઓ અને ભારે યોગદાનને કારણે બિનપશ્ચિમી લોકોમાં તેમના વિરુદ્ધ ભારે નારાજગી અને શરમનો ભાવ છે.'
તેમણે એશિયા, દક્ષિણ એશિયા અને ભારતીય લોકો સામે નિશાન સાધતાં કહ્યું કે તેમને અહીં સારું શિક્ષણ અને સારી તકો મળે છે પરંતુ તેઓ બદલામાં અમેરિકાની ટીકા કરે છે.
પ્રોફેસર ઍમી વેક્સે કહ્યું, "આ વિચિત્ર વાત છે કે એશિયન, દક્ષિણ એશિયન અને ભારતીય ડૉક્ટર પેન્સિલવેનિયાની ચિકિત્સાસેવામાં કામ કરે છે. હું ત્યાં લોકોને ઓળખું છું અને મને ખબર છે કે ત્યાં શું થઈ રહ્યું છે. તેઓએ વંશવાદ વિરુદ્ધ જારી ચળવળને લઈને મોરચો સંભાળ્યો છે. તેઓ અમેરિકા પર દોષારોપણ કરતા રહે છે જેમ કે અમેરિકા એક દુષ્ટ અને વંશવાદી જગ્યા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તે બાદ તેમણે ભારતીય બ્રાહ્મણ મહિલાઓ પર પણ ટિપ્પણી કરતાં તેમની ટીકા કરી.
તેમણે કહ્યું, "ભારતથી આવનાર મહિલાઓ સફળતાની સીડી પર આગેકૂચ કરે છે. તેમને બહેતર શિક્ષણ મળે છે. અમે તેમને શ્રેષ્ઠ અવસર આપીએ છીએ. અને તેઓ ઊલટાનું અમારા પર દોષારોપણ કરે છે કે અમે વંશવાદી છીએ, ખરાબ દેશ છીએ જેમાં સુધારાની જરૂર છે, અને અમારી મેડિકલ સિસ્ટિમને સુધારાની જરૂરિયાત છે. સમસ્યા એ છે કે તેમને એ શિખવાડવામાં આવ્યું છે કે તેઓ અન્યોથી ચઢિયાતાં છે કારણ કે તેઓ બ્રાહ્મણ ઉચ્ચ કુળનાં છે."
આવું કહ્યા બાદ તેમણે ભારતના સંદર્ભમાં એવા કેટલાક શબ્દોનો પ્રયોગ કર્યો જેને ગાળ સમજવામાં આવે છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1

સોશિયલ મીડિયા પર બુમરાણ
ઍમી વેક્સનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાઇરલ થયા બાદ અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.
જ્યાં એક તરફ તમામ લોકો તેમની ટીકા કરી રહ્યા છે, ત્યાં ભારતમાં દલિતો-શોષિતો અને વંચિતોનો અવાજ બનનારાં લોકો વેક્સના આ નિવેદન પ્રત્યે સંમતિ વ્યક્ત કરી રહ્યા છે.
ભારતમાં દલિત રાજકારણ પર લખનારા વરિષ્ઠ પત્રકાર દિલીપ મંડલે લખ્યું છે કે, "ભારતમાં શોષણ કરનારી જાતિ અત્યંત ચતુરાઈથી અમેરિકામાં અશ્વેત બની જાય છે (અને પોતાની જાતને પીડિત સ્વરૂપે રજૂ કરે છે.) અશ્વેત, મૂળ અમેરિકન લોકો અને અમુક હદ સુધી હિસ્પેનિક લોકોએ પોતાના અધિકારો માટે સંઘર્ષ કર્યો છે. સવર્ણ હિંદુ લોકો આ પદોને હડપી રહ્યા છે, જે હકીકતમાં અશ્વેત, હિસ્પેનિક કે મૂળ અમેરિકનો પાસે જવાં જોઈતાં હતાં."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
બીજી તરફ, લેખક અને પત્રકાર સદાનંદ ઘૂમેએ આ મામલે અલગ પ્રકારનું ટ્વીટ કર્યું છે.
તેમણે લખ્યું છે કે, "અમુક ભારતીય અપ્રવાસી ઍમી વેક્સની વ્યાખ્યામાં ફિટ થાય છે જેઓ સતત અમેરિકાની ટીકા કરતા રહે છે. તેમને એ પ્રશ્ન કરવો વાજબી છે કે જો તેઓ આ દેશને આટલો ખરાબ માને છે તો અહીં કેમ આવ્યા? પરંતુ મારા અનુભવમાં આવા ઘણા ઓછા લોકો છે. મોટા ભાગના લોકો અમેરિકાએ આપેલા અવસરો પ્રત્યે આભારી છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીમાં પ્રોફેસર અસીમ શુક્લાએ ટવીટ કરીને લખ્યું છે કે, "ઍમી વેક્સ, અમારા પૈકી અમુક ભારતીય અમેરિકન ડૉક્ટરો અમેરિકાની હેલ્થકેર સિસ્ટિમને મજબૂત બનાવવા માટે યોગદાન આપે છે. આવી પરિસ્થિતિમાં અમને ટીકા કરવાનો પણ અધિકાર છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
પેન્સિલવેનિયાના કાયદાવિભાગમાં લેક્ચરર નીલ મખીજાએ પણ એમીની ટીકા કરતાં ટ્વીટ કર્યું.
તેમણે કહ્યું છે કે પ્રોફેસર ઍમી પેન મેડિસિનમાં બ્રાઉન ચહેરા જુએ છે અને તેમને પૂછવા માગે છે કે તેઓ અહીં કેમ આવ્યા, જ્યારે મોટા ભાગના અમેરિકામાં જ પેદા થયા છે અને પોતાનું સમગ્ર જીવન અમેરિકામાં રહ્યા છે. અને જો ક્યારેય તેમણે હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું તો કદાચ આ જ લોકો તેમની સારવાર પણ કરશે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 5

અગાઉ પણ આપ્યાં છે આવાં નિવેદન
પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીના કાયદાવિભાગમાં પ્રોફેસર સ્વરૂપે કાર્યરત્ ઍમી વેક્સ એક જાણીતાં વકીલ છે.
ન્યૂયૉર્કના યહૂદી પરિવારમાં જન્મેલાં ઍમી વેક્સનાં માતાપિતા પૂર્વ યુરોપથી નીકળીને અમેરિકા પહોંચ્યાં હતાં. આ તથ્ય તેમણે પોતાના એક ઇન્ટરવ્યૂમાં જાહેર કર્યું હતું.
આ સાથે જ ઍમી વેક્સે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમના પિતાએ શરૂઆતના દિવસોમાં કાપડ બનાવવાની ફેકટરીમાં કામ કર્યું હતું અને તેમનાં માતા ટીચર હતાં.
અને આ જ ઇન્ટરવ્યૂમાં તેમણે પોતાની વ્યાખ્યા એક વર્કિંગ ક્લાસ ગર્લ એટલે કે મધ્યમ વર્ગીય સમાજનાં મહિલા સ્વરૂપે આપી હતી.
અમેરિકાની પ્રતિષ્ઠિત યેલ યુનિવર્સિટીમાંથી બાયોફિઝિક્સ અને બાયોકૅમિસ્ટ્રીમાં ભણેલાં ઍમી વેક્સ ઑક્સફર્ડ વિશ્વવિદ્યાલાયમાં પણ દર્શનશાસ્ત્ર વિષય સાથે ભણ્યાં છે. આ બાદ તેમણે હાર્વડ લૉ સ્કૂલમાં કાયદાનું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે.
અમેરિકાના બુશ અને રીગન પ્રશાસન સાથે કામ કરી ચૂકેલાં ઍમી વેક્સ પહેલાં પણ તેમનાં વિવાદિત નિવેદનોના કારણે ચર્ચામાં આવી ચૂક્યાં છે.
આ પહેલાં તેઓ અમેરિકામાં એશિયન લોકોની હાજરી અને એશિયન અપ્રવાસીઓને લઈને અપાયેલાં વિવાદિત નિવેદનોને લઈને ચર્ચામાં આવી ચૂક્યાં છે.
તેમણે કહ્યું હતું કે એશિયન અપ્રવાસીઓના આગમનનું પ્રમાણ ઘટે તો તેવી સ્થિતિ અમેરિકા માટે શ્રેષ્ઠ હશે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો