You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનનાં દલિત હિંદુ સૅનેટર કૃષ્ણાકુમારી કોહલી કેમ ચર્ચામાં?
પાકિસ્તાની મીડિયામાં ત્યાંનાં હિંદુ સૅનેટર કૃષ્ણાકુમારી કોહલી સમાચારમાં છે. પાકિસ્તાની મીડિયામાં તેમને દલિત હિંદુ સૅનેટર ગણાવાઈ રહ્યાં છે.
કોહલી પાકિસ્તાનના વિપક્ષ પાકિસ્તાની પીપલ્સ પાર્ટીનાં સેનેટર છે. તેઓ વર્ષ 2018માં પીપીપીની ટિકિટથી પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક રિઝર્વ સીટ પરથી જીત્યાં હતાં.
શુક્રવારે પાકિસ્તાનની સેનેટના અધ્યક્ષની ખુરશી પર કૃષ્ણાકુમારી કોહલી હતાં અને તેમની અધ્યક્ષતમાં ભારત પ્રશાસિત કાશ્મીરને લઈને એક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો.
ભારતની સંસદમાં પણ ઘણી વાર એવું બને છે કે અધ્યક્ષની ગેરહાજરીમાં કોઈ સાંસદને અધ્યક્ષપદની જવાબદારી સોંપવામાં આવે છે.
શુક્રવારે પાકિસ્તાની સેનેટમાં અધ્યક્ષના આસન પર કોહલી હતાં અને આ ખબર પાકિસ્તાની મીડિયામાં છવાયેલી હતી.
પાકિસ્તાનના અંગ્રેજી અખબાર ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂને લખ્યું છે કે, "હિંદુ સેનેટરની અધ્યક્ષતામાં પાકિસ્તાનની સૅનેટમાં શુક્રવારે ભારત પ્રશાસિત કાશ્મીર પર લોકો સાથે એકતાને લઈને સર્વસંમતિથી પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો. સૅનેટે પાંચ ઑગસ્ટ 2019ના ભારતની મોદી સરકારના એ પગલાને ખારીજ કરી દીધો, જેમાં જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને ખતમ કરી દેવાયો હતો."
પાકિસ્તાનના સત્તાધારી પક્ષ તહરીક-એ-ઇન્સાફ પાર્ટીના સૅનેટર ફૈસલ જાવેદ ખાને ટ્વીટ કરીને કહ્યું છે કે, "એક હિંદુએ પાકિસ્તાની સૅનેટમાં કાશ્મીર પર એક સત્રની અધ્યક્ષતા કરી. સૅનેટના ચૅરમૅને અમારાં સહકર્મી કૃષ્ણાકુમારી કોહલીને આ સન્માન આપ્યું. પાકિસ્તાને ભારતને કાશ્મીરને લઈને એક મજબૂત સંદેશ આપ્યો છે. પાકિસ્તાન લઘુમતીઓ માટે ઊભું છે જ્યારે ભારત લઘુમતીઓ વિરુદ્ધ છે."
પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખ બિલાવલ ભુટ્ટોએ પણ આને લઈને ટ્વીટ કર્યું. તેમણે કહ્યું, "થાર, સિંધ, પાકિસ્તાનથી પીપીપીનાં સૅનેટર કૃષ્ણા કોહલીએ કાશ્મીર એકતા પર સૅનેટ સત્રની અધ્યક્ષતા કરી, આ એ પાકિસ્તાન છે, જેનું પીપીપી પ્રતિનિધિત્વ કરે છે, દેશભક્તિ, સમાનતા અને બહુલતાવાદવાળું પાકિસ્તાન."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોતાને સન્માનિત કરાયાં તે અંગે કૃષ્ણા કોહલીએ પણ ટ્વીટ કર્યું, "કાશ્મીર એકતા દિવસના અવસરે ભારતના ગેરકાયેદસર કબજાવાળા જમ્મુ અને કાશ્મીરની હાલની સ્થિતિ પર ચર્ચા માટે સૅનેટ સત્રની અધ્યક્ષતા કરવું એ ખૂબ સન્માનની વાત છે. પાકિસ્તાનની સંસદના સભ્ય બનવાની તક આપવા માટે પાકિસ્તાનની સંસદ અને અધ્યક્ષ બિલાવલ ભુટ્ટોને ધન્યવાદ."
સોશિયલ મીડિયા યૂઝર અયાઝ ગુલે સેનેટ અધ્યક્ષનો વીડિયો ટ્વીટ કરતાં લખ્યું, "લઘુમતી હિંદુ દલિત સમુદાયથી પાકિસ્તાનાં મહિલા સૅનેટર કૃષ્ણાકુમારી કોહલી સૅનેટ સત્રની અધ્યક્ષતા કરતાં."
વડા પ્રધાન મોદીના નામે સંદેશ
કૃષ્ણાકુમારીએ સેૅનેટની અધ્યક્ષતા સંભાળતાં ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામે એક સંદેશ પણ આપ્યો.
તેમણે કહ્યું, "મોદીને હું એ જ સંદેશ આપવા માગું છું કે આ છે પાકિસ્તાનનો ચહેરો. મોદીને અમે જણાવવા માગીએ છીએ કે તેમનું મનફાવે તેવું અમે ચલાવી નહીં લઈએ."
કૃષ્ણાકુમારી કોહલીને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે અગાઉ પણ સૅનેટનાં અધ્યક્ષ બનાવાયાં હતાં. તેઓ માર્ચ, 2018માં સૅનેટર તરીકે ચૂંટાયાં હતાં.
તેઓ સિંધ પ્રાંતના નગરપારકર વિસ્તારમાં ઘાના ગામ નામના ગામનાં છે. એ સમયે તેમણે કહ્યું હતું, "હું આ સીટ પર બેસીને પોતાની જાતને અત્યંત ભાગ્યશાળી માનું છું."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો