અફઘાનિસ્તાન : 22 દેશોએ મળીને તાલિબાનને શું ચેતવણી આપી?
22 દેશોએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે તાલિબાનની ઇસ્લામી સરકાર અગાઉની સરકારના કર્મચારીઓ અને સુરક્ષાકર્મીઓને નિશાન ન બનાવવાના વાયદા પર કાયમ રહે.
નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, "અમે નિરંકુશ હત્યાઓ અને લોકોના ગુમ થવાના અહેવાલોથી ચિંતિત છીએ."

ઇમેજ સ્રોત, GETTY IMAGES
આ પહેલાં દાવો કરવામાં આવ્યો હતો કે, તાલિબાનના અત્યાર સુધીના શાસન દરમિયાન 100થી વધુ પૂર્વ સુરક્ષાકર્મીઓની હત્યા કરવામાં આવી છે. તાલિબાને ચાર મહિના પહેલાં જ અફઘાનિસ્તાન પર કબજો કર્યો હતો.
હ્યુમન રાઇટ્સ વૉચ દ્વારા એવા 47 સુરક્ષાજવાનોની માહિતી એકત્ર કરાઈ જેમણે 15 ઑગસ્ટથી 31 ઑક્ટોબર વચ્ચે તાલિબાન સમક્ષ આત્મસમર્પણ કર્યું અથવા તો તાલિબાને તેમની હત્યા કરી હતી.

'અમે તાલિબાનને આંકવાનું ચાલુ રાખીશું'
તાલિબાને અફઘાનિસ્તાનમાં શાસન સંભાળ્યા બાદ આશ્વાસન આપ્યું હતું કે પૂર્વ સરકારના કર્મચારીઓ અને સૈનિકોને કોઈ પ્રકારનું નુકસાન નહીં પહોંચાડવામાં આવે.
અમેરિકાએ એક નિવેદન જારી કર્યું છે, જેના પર બ્રિટન સહિત યુરોપિયન સંઘ અને અન્ય દેશોએ હસ્તાક્ષર કર્યા છે.
આ દેશોએ અફઘાનિસ્તાનમાં થઈ રહેલી હત્યાઓ અને લોકોના ગુમ થવાના મામલાઓ પર ચિંતા વ્યક્ત કરી છે અને તેની તપાસની માગ કરી છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "અમે તાલિબાનને તેમનાં કાર્યોના આધારે જ આંકવાનું ચાલુ રાખીશું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

આ પહેલાંના આરોપ

ઇમેજ સ્રોત, GETTY IMAGES
આ પહેલાં આવેલા માનવાધિકારના અહેવાલોમાં પણ તાલિબાન પર બેફામ હત્યાઓ કરવાનો આરોપ છે. એવી અનેક ઘટનાઓ સામે આવી છે, જેમાં તાલિબાને પોતાના વાયદાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી હોય.
ગત ઑગસ્ટ મહિનામાં એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ દ્વારા પ્રકાશિત કરાયેલા એક રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે 30 ઑગસ્ટના રોજ તાલિબાનના લગભગ 300 લડાકુઓ દહાની ગામ પાસે પહોંચ્યા હતા. ત્યાં પૂર્વ સુરક્ષાકર્મીઓના ઘણા પરિવારો રહેતા હતા.
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તાલિબાન સમક્ષ આત્મસમર્પણ કરનારા સૈનિકોને ગોળીઓ મારવામાં આવી હતી અને આ ઘટના દરમિયાન બે સામાન્ય નાગરિકોનાં પણ મોત નીપજ્યાં હતાં. મૃતકોમાં 17 વર્ષની એક સગીરાનો પણ સમાવેશ થાય છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













