You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તાલિબાનના નાયબ વડા પ્રધાન અબ્દુલ ગની બરાદરે કહ્યું 'નથી થયો ઈજાગ્રસ્ત' : Top News
અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારના નાયબ વડા પ્રધાન મુલ્લા અબ્દુલ ગની બરાદરે એક વીડિયો જારી કરીને પોતાના ઈજાગ્રસ્ત થવાના સમાચારને ફગાવ્યા છે.
બરાદરે વીડિયો જારી કરીને એ સમાચારને ખોટા ગણાવ્યા કે જેમાં તાલિબાનના પ્રતિસ્પર્ધી જૂથો વચ્ચે હિંસામાં તેઓ ઈજાગ્રસ્ત થયા હોવાની વાત કહેવાઈ હતી.
તાલિબાનના સહસંસ્થાપક બરાદર છેલ્લા કેટલાક દિવસથી સાર્વજનિક રીતે દેખાયા નથી ત્યાર બાદ તેમના વિશે અટકળો ચાલી રહી હતી.
તાલિબાનના નેતાઓ વચ્ચે વિવાદના અહેવાલ પણ આવ્યા હતા.
બરાદર અને હક્કાની નેટવર્ક પ્રત્યે વફાદાર એક જૂથ વચ્ચે વિવાદ થયો છે. પરંતુ વીડિયો જારી કરીને બરાદરે કોઈ પણ રીતે આંતરિક વિવાદના સમાચારને ફગાવવાવમાં આવ્યા હતા.
બરાદરે જ્યારે પૂછ્યું કે શું તેમને ઈજા થઈ છે? તો તેમણે કહ્યું, ના આ સત્ય નથી. હું ઠીક છું અને સ્વસ્થ છું."
"હું કાબુલની બહાર હતો અને આ ખોટા સમાચારોનું ખંડન કરવા માટે મારી પાસે ઇન્ટરનેટ નહોતું."
દોહા સ્થિત તાલિબાનના રાજકીય કાર્યલયે ટ્વીટ પર એક નાનકડી વીડિયો ક્લિપ જારી કરી છે જેમાં બરાદર એક સરકારી ટેલીવિઝન પત્રકારની સાથે એક સોફા પર બેઠા છે. તેઓ સોફા પર બેસીને કંઈક વાંચતા જોઈ શકાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચીનની સામે બ્રિટન, અમેરિકા અને ઑસ્ટ્રેલિયા એક થયા, શું છે યોજના?
બ્રિટન, અમેરિકા અને ઑસ્ટ્રેલિયાએ ચીનનો મુકાબલો કરવા માટે એક વિશેષ સુરક્ષા સમજૂતી કરી છે.
આ સમજૂતી શ્રેષ્ઠ સુરક્ષા તકનીક વિકસાવવા માટે છે, આનાથી ઑસ્ટ્રેલિયા પહેલી વખત પરમાણુ ઊર્જાથી ચાલતી પનડૂબીનું નિર્માણ કરી શકશે.
આ સમજૂતીને 'ઑક્સ' નામ આપવામાં આવ્યું છે, તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્વૉન્ટમ ટેકનૉલૉજી અને સાઇબર ભાગીદારી પણ સામેલ છે.
હિંદ-પ્રશાંત મહાસાગરના વિસ્તારમાં ચીનની વધી રહેલી તાકાત અને તેના સૈન્યની હાજરી અંગે આ ત્રણ દેશ ચિંતિત છે.
ઑસ્ટ્રેલિયન નૌસેના માટે 12 પનડૂબીના નિર્માણ માટે વર્ષ 2016માં ફ્રાંસને કૉન્ટ્રાક્ટ મળ્યો હતો.
બુધવારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન, બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉનસન અને ઑસ્ટ્રેલિયન વડા પ્રધાન સ્કૉટ મૉરિસને ઑક્સ સુરક્ષાસમજૂતી પર એક સંયુક્ત નિવેદન જારી કર્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો