You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પ્રવાસીને ન ગમી 'ખુશમિજાજ મહિલાઓ' એમાં 10 લોકોને કર્યાં છરીથી ઘાયલ
ટોક્યોની એક પ્રવાસી ટ્રેનમાં શુક્રવારે મોડી રાત્રે એક વ્યક્તિએ સાથી મુસાફરો પર છરી વડે હુમલો કર્યો હતો, જેમાં 10 લોકો ઘાયલ થયા છે.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, 36 વર્ષીય શંકાસ્પદ શખ્સે કથિત રીતે પોલીસને જણાવ્યું કે 'ખુશ લાગતી મહિલાઓને' જોઈ તે ગુસ્સે થઈ ગયો હતો અને તેમને મારવા માગતો હતો.
સમાચાર એજન્સી એએનઆઈના અનુસાર ઘટનાના સંદર્ભમાં 36 વર્ષીય યુસુકે સુશીમાની ધરપકડ કરવામાં આવી છે અને હત્યાના પ્રયાસનો આરોપ લગાવવામાં આવ્યો છે.
કહેવામાં આવી રહ્યું છે કે એક પીડિત વિદ્યાર્થિની ગંભીર રીતે ઘાયલ છે, જ્યારે અન્યોની ઈજા ઓછી ગંભીર છે.
જાપાનમાં હિંસક ગુના ભાગ્યે જ બને છે અને ઑલિમ્પિકની યજમાની કરી રહેલા ટોક્યોમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત છે.
એક શખ્સે શુક્રવારે લગભગ 20:40 વાગ્યે સિજોગાકુએન સ્ટેશન પાસે એક ટ્રેનમાં મુસાફરો પર હુમલો કર્યો હતો.
ટ્રેનમાંથી આવતો અવાજ સાંભળીને ચાલક દ્વારા ટ્રેનને ઇમર્જન્સી સ્ટૉપ પર લાવવામાં આવી હતી.
તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ શખ્સ ટ્રેક પર કૂદી ભાગી ગયો હતો. ટ્રેનના ક્રૂએ મુસાફરોને નજીકના સ્ટેશન સુધી પહોંચાડ્યા હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક વ્યક્તિની ધરપકડ
ટ્રેનમાં સવાર એક સાક્ષીએ એનએચકે ન્યૂઝને જણાવ્યું કે લોકો અચાનક તેની તરફ દોડવા લાગ્યા અને એક ડબ્બામાંથી બીજા ડબ્બામાં ભાગી રહ્યાં હતાં.
શંકાસ્પદ વ્યક્તિ એ પછી એક સુવિધા સ્ટોરમાં ગઈ અને સ્ટાફને કહ્યું કે "તે છરીબાજીની ઘટનામાં હું જ આરોપી છું અને ભાગીને થાકી ગયો છું."
ટોક્યો મેટ્રોપૉલિટન પોલીસે શનિવારે વહેલી સવારે પુષ્ટિ કરી કે તેમણે એક શખ્સને પકડી લીધો છે જેની ઉંમર 30 વર્ષ કરતા વધું છે પરંતુ તેની ધરપકડના અહેવાલોની પુષ્ટિ કરી ન હતી તેમજ પૂરક વિગતો પણ આપી ન હતી.
દસ ઈજાગ્રસ્તોમાંથી નવને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યારે એક ઈજાગ્રસ્ત વ્યક્તિ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગઈ હતી.
જાપાન વિશ્વના સૌથી સુરક્ષિત દેશો પૈકીનો એક હોવા છતાં તાજેતરના વર્ષોમાં છરીથી હુમલો કરવાના બનાવો બન્યા છે.
2019માં એક વ્યક્તિએ કાવાસાકીમાં બસની રાહ જોઈ રહેલા શાળાના બાળકોના જૂથ પર હુમલો કર્યો હતો. જેમાં બે લોકોના મૃત્યુ થયા હતા અને 18 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો