You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિમ્બલડન 2021 : ઍશ્લે બાર્ટીએ મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો
ઑસ્ટ્રેલિયાનાં ઍશ્લે બાર્ટીએ વિમ્બલડન 2021માં મહિલાઓનો એક ખિતાબ જીતી લીધો છે.
ફાઇનલમાં તેમણે ચેક ગણરાજ્યનાં કૅરોલિના પ્લિસકોવાને 6-3, 6-7, 6-3 થી હરાવી દીધાં છે.
બંને ખેલાડીઓએ આ મુકાબલાને જીતવા માટે ઘણા પ્રયત્નો કર્યા.
આ મૅચ કેટલી રસાકસી ભરેલી હતી તેનો અંદાજો એ વાત પરથી આવે છે કે 2012 પછી વિમ્બલડનની ફાઇનલનો નિર્ણય ત્રણ સેટમાં થયો.
આ બાર્ટીનો પ્રથમ વિમ્બલડન ખિતાબ છે. ટુર્નામેન્ટ જિત્યા પછી તેમણે કહ્યું કે તેમનું બાળપણનું સપનું પુરૂં થયું છે.
તેમણે કહ્યું કે તેઓ મૅચ પહેલાની રાત્રે સૂઈ નહોતાં શક્યાં અને વિચારતાં હતાં કે જો તેઓ હારી જશે તો શું થશે.
મૅચ જિત્યા બાદ તેમણે કહ્યું કે આ અવિશ્વસનીય વિજય છે.
તેમણે કૅરોલિના પ્લિસ્કોવાને પણ અભિનંદન આપ્યાં અને કહ્યું કે મને મારી શક્તિઓની પરીક્ષા લેવાનું ગમે છે અને હું માનું છું કે અમે આગળ પણ એકબીજાની સામે રમીશું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યાર બાદ તેમણે સ્ટેડિયમમાં બેઠેલા બધા લોકોનું અભિવાદન કર્યું અને પોતાના કોચ ક્રેગ ટાઇઝરનો આભાર માન્યો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો