You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નાઇકીએ જેના પર કેસ કર્યો છે એ 74 હજાર રૂપિયાની કિંમતના 'શેતાન શૂઝ' શું છે?
બ્રુક્લિન આર્ટ કલેક્ટિવ એમએસસીએચએફના વિવાદિત 'શેતાન શૂઝ' સામે નાઇકે કેસ દાખલ કર્યો છે. આ શૂઝનાં સૉલ (તળિયાં)માં માનવલોહીનું એક ટીપું છે.
1018 ડૉલર (રૂ. 74 હજાર 500)ની કિંમતના આ ટ્રેનર્સ નાઇક ઍરમેક્સ 97એસમાં ફેરફાર કરીને તૈયાર કરવામાં આવ્યા છે. તેમાં ઇન્વર્ટેડ ક્રૉસ, પૅન્ટગ્રામ અને 'લ્યુક 10:18' શબ્દો અંકિત કરવામાં આવ્યા છે.
સોમવારે એમએસસીએચએફે રૅપર લીલ નાસ ઍક્સ સાથે મળીને શેતાન શૂઝની 666 જોડી બજારમાં ઉતારી હતી, જે એક મિનિટની અંદર જ વેચાઈ ગઈ હતી.
નાઇકીએ એમએસસીએચએફ સામે ટ્રેડમાર્કના ઉલ્લંઘનનો કેસ કર્યો છે.
શુક્વારે રૅપર લીલ નાસ ઍક્સનું નવું સોંગ મૉન્ટેરો (કૉલ મી બાય યૉર નેમ) યૂટ્યૂબ પર લૉન્ચ કરવામાં આવ્યું હતું અને સોમવારે એમએસસીએચએફે કાળા અને લાલ રંગના શેતાન શૂઝ બજારમાં ઉતાર્યા હતા.
મ્યુઝિક વીડિયોમાં રૅપર લીલ નાસ ઍક્સને 'શેતાન શૂઝ' પહેરીને લોંખડના પાઇપ વડે સ્વર્ગથી નરકમાં જતા જોઈ શકાય છે.
તસવીર અને શૂઝ બાઇબલના શ્લોક લ્યુક 10:18 નો સંદર્ભ આપે છે, "તેથી તેમણે બધાને કહ્યું, 'મેં શેતાનને સ્વર્ગમાંથી વીજળીની જેમ પડતા જોયા છે."
શૂઝ કેમ ખાસ છે?
દરેક શેતાન શૂઝમાં વિખ્યાત નાઇક ઍર બબલ ક્યુશનિંગ સોલ (તળિયું) છે, જેમાં 60 ક્યુબિક સેન્ટિમીટર લાલ શાહી અને એક ટીપું માનવ લોહીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. સૉલમાં જે એક ટીપું લોહી નાખવામાં આવ્યું છે, તે આર્ટ ક્લેક્ટિવના સભ્યો દ્વારા દાન કરવામાં આવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નાઇકીએ યુએસ ડિસ્ટ્રીક્ટ કોર્ટ ફોર ધ ઇસ્ટર્ન ડિસ્ટ્રીક્ટ ઓફ ન્યૂયોર્કમાં કેસ દાખલ કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે નાઇક શેતાન શૂઝને માન્યતા અથવા પરવાનગી આપતું નથી.
નાઇક અદાલતને વિનંતી કરી છે કે તે એમએસસીએચએફને શૂઝનું વેચાણ અને પ્રખ્યાત સ્વુશ ડિઝાઇન માર્કનો ઉપયોગ કરતા અટકાવે.
નાઇકે જણાવ્યું છે કે, "એમએસસીએચએફ અને તેમના અનધિકૃત શેતાન શૂઝ એક મૂંઝવણની સ્થિતિ ઉત્પન્ન કરી શકે છે. સાથે એવો પણ ચિત્ર ઉપસી શકે છે કે એમએસસીએચએફના ઉત્પાદનો અને નાઇક વચ્ચે જોડાણની ભ્રાંતિ ઊભી કરી શકે છે."
"હાલમાં મૂંઝવણનાં પૂરતાં પુરાવાર હાજર છે જેમાં એમએસસીએચએફ દ્વારા શેતાન શૂઝ લોંચ કર્યા બાદ લોકો નાઇકીનો બહિષ્કાર કરી રહ્યાં છે. તેમને લાગે છે કે નાઇકી આ પ્રકારની વસ્તુને માન્યતા અથવા પરવાનગી આપે છે."
નાઇકી પોતાની વાતની સાબિતી માટે પ્રખ્યાત શૂ ઇન્ફ્લુન્સર સેન્ટના ટ્વીટનો પણ ઉલ્લેખ કર્યો છે. આ ટ્વીટ શુક્રવારે કરવામાં આવ્યું હતું. જેમાં શેતાન શૂઝના લૉન્ચિંગ વિશે વાત કરવામાં આવી છે. ટ્વીટ બાદ અમેરિકામાં સોશિયલ મીડિયામાં અને સ્થાનિક મીડિયામાં શેતાન શૂઝની ખાસ્સી ચર્ચા થઈ હતી.
સાઉથ ડાકોટાના ગવર્નર ક્રિસ્ટી નોઇમ અને કેટલાક ધાર્મિક અનુયાયીઓ સહિત કેટલાક કન્ઝર્વેટિવ્સે શેતાન શૂઝના ડિઝાઇન સામે વાંધો ઉઠાવ્યો હતો અને ટ્વિટર પર લીલ નાસ ઍક્સ અને એમએસસીએચએફની ટીકા કરી હતી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો