ઈરાનનાં પરમાણુમથકોનું IAEA અચાનક નિરીક્ષણ કેમ નહીં કરી શકે?

ઇમેજ સ્રોત, Reuters
સંયુક્ત રાષ્ટ્રની પરમાણુ હથિયારોની દેખરેખ કરનારી સંસ્થા 'આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી' (IAEA)નું કહેવું છે કે ઈરાન નિરિક્ષકોને પરમાણુ સંયત્રોની દેખરેખની ત્રણ મહિના માટે પરવાગી આપવા રાજી થઈ ગયું છે. જોકે, ત્વરિત કરાયેલા કરારમાં તેના અધિકારીઓના અધિકાર ઘટી ગયા છે અને હવે તે ગમે ત્યારે નિરીક્ષણ નહીં કરી શકે.
ઈરાને આ મામલે મંગળવારથી પોતાની નીતિમાં ફેરબદલ કરી રહ્યું છે. કેમ કે વર્ષ 2015માં રાષ્ટ્રપતિ ટ્રમ્પ તરફથી પરમાણુ કરાર તોડી નખાયા બાદ અમેરિકાએ તેના વિરુદ્ધ લાદેલા પ્રતિબંધ નથી હઠાવ્યા.
ઈરાનનું કહેવું છે કે અમેરિકા વર્ષ 2015માં થયેલા અણુકરારોનું જ્યાં સુધી સંપૂર્ણ રીતે પાલન નહીં કરે, ત્યાં સુધી તે આ ઉપાયો ચાલુ રાખશે.
બીજી તરફ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનનું કહેવું છે કે શરૂઆત ઈરાને કરવાની છે.
ઈરાનના અણુકાર્યક્રમોને લઈને સંબંધિત વિવાદ લગભગ બે દાયકાથી આંતરરાષ્ટ્રીય ઍજેન્ડામાં છે.
ઈરાનનો દાવો છે કે તેનો અણુકાર્યક્રમ શાંતિપૂર્ણ ઉદ્દેશો માટે છે. જ્યારે અમેરિકા અને અન્ય દેશોને શંકા છે કે ઈરાન ચોરીછૂપી પરમાણુ હથિયારો વિકસિત કરી રહ્યું છે.

ઈરાનના આ પગલાનો અર્થ શો?

ઇમેજ સ્રોત, EPA
ઈરાનની સરકારે જે કાયદો લાગુ કર્યો છે તે પ્રમાણે સરકાર ઇન્ટરનેશનલ ઍટોમિક ઍનર્જી એજન્સી જેવી વૉચડૉગ સંસ્થાઓના નિષ્ણાતને ન્યૂક્લિયર સાઇટની મુલાકાત માટે ટૂંક સમયમાં પરવાનગી નહીં આપે.
આઈએઈએના ચીફ રાફેલ ગ્રૉસ્સીએ તહેરાનમાં ચર્ચા કર્યા પછી આ પગલાને 'વધારાનો પ્રૉટોકોલ' ગણાવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું, "ત્યાં ખૂબ જ ઓછો પ્રવેશ મળે છે. પરંતુ તેમ છતાં અમે દેખરેખ અને ચકાયણીની યોગ્ય કાર્યવાહી માટે સક્ષમ છીએ."
નોંધનીય છે કે ઈરાને 2006માં તેમને સસ્પેન્ડ કર્યા બાદ, 2015ની ડીલ પ્રમાણે ત્વરિત નિરીક્ષણ ફરી શરૂ કરવા માટેની પરવાનગી આપી હતી.
વર્ષ 1960ના દાયકાના અંતમાં તૈયાર કરાયેલા આંતરરાષ્ટ્રીય કરાર પ્રમાણે અણુશસ્ત્રોના પ્રસારને રોકવા માટે રચાયેલ પરમાણુ બિન-પ્રસારણ સંધિ (એનપીટી)માં ઈરાન જોડાયું હતું.
ગત વર્ષે, ઈરાનની બે શંકાસ્પદ સાઇટ્સની મુલાકાત લેવાની IAEAની વિનંતીને નકારી દેવાઈ હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













