You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નાઓમી ઓસાકાએ ઑસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચૅમ્યિયનશિપ જિતી
નાઓમી ઓસાકાએ ઑસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચૅમ્યિયનશિપ જીતી લીધી છે. જાપાનનાં આ સ્ટાર ખેલાડીએ મેલબર્નમાં થયેલા મુકાબલામાં અમેરિકાનાં ટેનિસમાં 22મો ક્રમાંક ધરાવતાં જેનિફર બ્રાડીને સીધા સેટમાં 6-4, 6-3થી હરાવીને નાઓમી ઓસાકાએ આ ખિતાબ જિત્યો છે.
આ સાથે જ તેઓ એવાં 12મા મહિલા ખેલાડી બન્યાં છે જેમણે ઑસ્ટ્રેલિયન ઓપન ચૅમ્પિયનશિપ બે વાર જીતી હોય. આ એમનું ચોથું ગ્રાન્ડ સ્લૈમ છે.
આ અગાઉ સેમિફાઇનલ મુકાબલામા ઓસાકાએ અમેરિકાના જ સેરેના વિલિયમ્સને 6-3, 6-4થી હરાવી દીધાં હતાં. એ હાર સાથે જ સેરેનાનું 24મું મહિલા સિંગલ ગ્રાન્ડસ્લૈમ જિતવાનું સપનું રોળાઈ ગયું હતું.
જિત બાદ નાઓમી ઓસાકાએ જેનિફરને અભિનંદન આપ્યાં. તેમણે કહ્યું કે, "યુએસ ઓપનમાં રમ્યાં પછી મેં બધાને કહ્યું હતું કે તમે મારા માટે મોટો પડકાર સાબિત થશો. છેલ્લા કેટલાક સમયમાં તમારી રમત બહેતર બની છે જે જોઈને મને આનંદ થાય છે."
"મને ભરોસો છે કે તમારા મા, તમારો પરિવાર અને દોસ્તો તમારા પર આજે ગર્વનો અનુભવ કરતા હશે. મને ખાતરી આગળ પણ આપણને એકબીજા સાથે રમવાનો મોકો મળશે."
એમણે કહ્યું "ગ્રાન્ડ સ્લેમ પ્રતિયોગિતામાં રમવું એ મારા માટે સૌભાગ્યની વાત છે. મને ખુશી છે કે મને આ મોકો મળ્યો."
જેનિફરે જિત માટે નાઓમીને અભિનંદન આપતા કહ્યું કે, "આપણા બધા માટે નાઓમી એક પ્રેરણા છે. રમતના મેદાનમાં તે બહેતર પ્રદર્શન કે છે અને મને આશા છે કે એમની રમત યુવા ખેલાડીઓને પ્રેરણા આપશે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર