કોરોના વાઇરસ : નવા પ્રકારથી વિશ્વભરમાં ચિંતા, પણ WHOએ શું કહ્યું?

મહિલા

ઇમેજ સ્રોત, EPA/KIMMO BRANDT

યુનાઇટેડ કિંગડમમાં જોવા મળેલા કોરોના વાઇરસના નવા પ્રકાર (વેરીઅન્ટ)થી વિશ્વભરમાં ખોફ પેદા થયો છે અને ભારત પણ એમાંથી અછૂતું નથી રહી શક્યું.

ભારત સરકારે બ્રિટનમાંથી આવનારી તમામ ફ્લાઇટ 31 ડિસેમ્બર સુધી રોકી દીધી છે. આ પહેલાં યુરોપ અને દુનિયાના 40થી વધુ દેશોએ બ્રિટનમાંથી આવનારી ફ્લાઇટોને હાલ પૂરતી અટકાવી દેવાનો નિર્ણય લીધો હતો.

ડેન્માર્કમાં પણ કોરોના વાઇરસના નવા પ્રકારથી સંક્રમિત કેસ સામે આવતા સ્વીડને ડેન્માર્ક આવતી-જતી ફ્લાઇટ્સ પર રોક લગાવી દીધી છે.

બ્રિટનમાંથી આવનારા મુસાફરોનો આરટીપીસીઆર ટેસ્ટ ઍરપૉર્ટ પર કરવામાં આવશે. આ નિર્ણય 22 ડિસેમ્બર 12 વાગ્યાથી બ્રિટનમાંથી આવનારી તમામ ફ્લાઇટો માટે લાગુ પડશે.

line

'બેકાબૂ' છે નવો પ્રકાર?

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, REUTERS/HANNAH MCKAY

જો કે વિશ્વ આરોગ્ય સંસ્થાના ઇમરજન્સી બાબતોના ચીફ માઇક રાયને કહ્યું કે મહામારીના ફેલાવા સમયે નવો પ્રકાર મળવો સામાન્ય વાત છે અને તે 'બેકાબૂ' નથી.

જોકે તેના ઉલટ રવિવારે બ્રિટનના સ્વાસ્થ્ય સચિવ મૅટ હૅનકૉકે વાઇરસના આ નવા પ્રકાર માટે 'બેકાબૂ' શબ્દ વાપર્યો હતો.

આયરલૅન્ડ, જર્મની, ફ્રાન્સ, ઈટાલી, નેધરલૅન્ડ અને બેલ્જિયમે યુકે સાથેની વિમાનોની અવરજવર રોકી દીધી છે.

કોરોના વાઇરસનો આ નવો પ્રકાર લંડન અને દક્ષિણ-પૂર્વ ઇંગ્લૅન્ડમાં ઝડપથી ફેલાયો છે.

વાઇરસને ફેલાતો રોકવા માટે બ્રિટન સરકારે શનિવારે પૂર્વ અને દક્ષિણ-પૂર્વ ઇંગ્લૅન્ડના અમુક વિસ્તારો તથા લંડનમાં કડક પ્રતિબંધો લાગુ કર્યા છે.

કોરોના વાઇરસના આ પ્રકારનું સંક્રમણ ઇંગ્લૅન્ડ ઉપરાંત નેધરલૅન્ડ, ઑસ્ટ્રેલિયા, ડેનમાર્ક અને દક્ષિણ આફ્રિકામાં પણ જોવા મળ્યું છે.

બેલ્જિયમ અને નેધરલૅન્ડે બ્રિટન સાથેની પોતાની તમામ વિમાનસેવાઓને રદ કરી દીધી છે.

વ્યક્તિ

ઇમેજ સ્રોત, ERIC BARADAT/AFP VIA GETTY IMAGES

વળી ફ્રાન્સે બ્રિટનથી આવતા માલસામાન પર પણ રોક લગાવી હોવાથી ડોવર સ્થિત દક્ષિણ બ્રિટિશ પોર્ટ પર ઘણો માલસામાન ફસાઈ ગયો છે.

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉન્સનનું કહેવું કે તેઓ વેપારને શરૂ કરવા માટે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મૅંક્રો સાથે વાતચીત કરશે. તેમને આશા છે કે સમસ્યાનો ઉકેલ આવી જશે.

વળી બોરિસ જૉન્સનનું કહેવું છે કે વાઇરસનો આ નવો પ્રકાર કોવિડ-19ની બીમારીનું કારણ બને છે અને 70 ટકા વધારે સંક્રમણ થઈ શકે છે.

તેમણે સ્પષ્યપણે કહ્યું કે, "પહેલાં જે યોજના તૈયાર કરાઈ હતી તેના અનુસાર આ વખતે આપણે ક્રિસમસ નહીં મનાવી શકીશું."

એમણે કહ્યું કે આ નવા પ્રકાર કારણે હૉસ્પિટલોમાં દરદીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે, જોકે આનાથી વધારે મૃત્યુ નથી થઈ રહ્યાં.

અત્રે ઉલ્લેખનિય છે કે બ્રિટન સરકારે તાજેતરમાં ક્રિસમસ દરમિયાન પ્રતિબંધોમાં પાંચ દિવસની છુટ આપવાની જાહેરાત કરી હતી. પરંતુ હવે તેમાં ઘટાડો કરી તેને માત્ર એક દિવસ કરી દેવાઈ છે.

દરમિયાન ફ્રાન્સના ટ્રાન્સપૉર્ટ મંત્રી ક્લેમેંટ બેયૂને કહ્યું કે માલસામાન લાવતા વાહનો પર લગાવવામાં આવેલા 48 કલાકના પ્રતિબંધ પછી તેઓ નિર્ણય કરશે કે હવે આગળ શું કરવું.

ઉપરાંત અમેરિકાએ હજુ યુકેથી આવતી ફ્લાઇટ્સ પર રોક નથી લગાવી. પરંતુ બ્રિટિશ ઍરવેઝ અને ડેલ્ટા માત્ર એવા જ યાત્રીઓને ન્યૂયૉર્કના જૉન એફ કૅનેડી હવાઈમથકે જવાની મંજૂરી આપશે જેમનો ટેસ્ટ નૅગેટિવ આવશે.

line

કયા દેશોએ લાદ્યા પ્રવાસ પ્રતિબંધો

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

યુકેની સરકારની જાહેરાત પછી તરત જ નેધરલૅન્ડે 1 જાન્યુઆરી સુધી યુકે સાથેની તમામ હવાઈસેવાઓ રદ કરી દીધી છે.

પછીથી કહેવામાં આવ્યું કે યુકેથી આવનાર પ્રવાસીઓ પર પ્રતિબંધ રહેશે પરંતુ સામાનની અવરજવર ચાલુ રહેશે.

ફ્રાન્સે માલ-સામાન અને પ્રવાસી સહિતની તમામ ફ્લાઇટ 48 કલાક માટે બંધ કરી દીધી છે.

આયરલૅન્ડે 48 કલાક માટે પ્રતિબંધ લાગુ કરતાં કહ્યું કે, જાહેર સ્વાસ્થ્યના હિતમાં બ્રિટનમાં વસવાટ કરતા કોઈ પણ દેશના નાગરિક જળમાર્ગે કે હવાઈમાર્ગે આયરલૅન્ડનો પ્રવાસ નહીં કરી શકે.

જર્મનીમાં યુકેમાં જોવા મળેલો વાઇરસનો પ્રકાર હજી દેખાયો નથી પણ જર્મનીએ પણ પ્રવાસ પ્રતિબંધ લાદ્યો છે. જોકે, કાર્ગો સેવા ચાલુ રહેશે.

ઈટાલીએ 6 જાન્યુઆરી સુધી યુકે સાથેની તમામ ફ્લાઇટ્સ રદ કરી દીધી. યુકેમાં જોવા મળેલા નવા પ્રકારના વાઇરસનો પહેલો કેસ ઈટાલીમાં દેખાયો છે અને તે દરદી હાલ રોમમાં આઇસોલેશનમાં છે.

તુર્કીએ હંગામી ધોરણે યુકે અને સ્વિટ્ઝર્લૅન્ડ સાથેની ફ્લાઇટ રદ કરી દીધી છે. સાઉદી અરબિયા, કુવૈત અને ઓમાને પણ સરહદો સીલ કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસનો આ નવો પ્રકાર પહેલી વાર સપ્ટેમ્બરમાં યુકેમાં જોવા મળ્યો હતો.

નવેમ્બરમાં લંડનમાં કુલ કેસોમાં ચોથા ભાગના તેના કેસો હતા અને ડિસેમ્બર મધ્ય સુધીમાં તેમાં મોટો વધારો થયો છે.

line

વાઇરસ પોતાને બદલતા ચિંતા વધી?

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

એ વાતે વૈજ્ઞાનિકોની ચિંતા વધી ગઈ છે કે વાઇરસ કેવી રીતે પોતાને બદલી રહ્યો છે.

વરિષ્ઠ સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે વાઇરસનો નવો પ્રકાર વધુ ઘાતક છે કે પછી તેના પર રસી કામ નહીં કરશે એ વાતનો હાલ કોઈ પુરાવો નથી. આ તેના પુરોગામી વાઇરસ વૅરિઅન્ટ કરતા તેની પ્રસારની ક્ષમતા 70 ટકા વધુ છે.

સ્વાસ્થ્ય સચિવ મૅટ હૅનકૉકે કહ્યું કે નવો પ્રકાર બેકાબુ છે અને તેને કાબૂમાં કરવો જ પડશે.

કોવિડ-19 જીનોમિક્સ યુકે (COG-UK) કન્સોર્ટિયમના પ્રોફેસર નિક લોમન કહે છે, "ચિંતાની વાત એ છે કે આ વાઇરસમાં ઘણા ફેરફાર થયા છે. જેટલી અમને અપેક્ષા નહોતી અને કેટલાક રસપ્રદ પણ છે."

બે ખાસ પ્રકારના ફેરફાર છે. બંને મહત્ત્વપૂર્ણ સ્પાઇક પ્રોટિનમાં જોવા મળે છે. વાઇરસ સ્પાઇક પ્રોટિનનો ઉપયોગ આપણા શરીરની કોશિકાઓને હાઈજેક કરવા માટે કરે છે.

મ્યુટેશન N501 સ્પાઇકનો સૌથી મહત્ત્વનો હિસ્સો બદલી નાખે છે, જેને "રિસેપ્ટર-બાઇંડિગ ડોમેન" કહેવામાં આવે છે.

વીડિયો કૅપ્શન, સ્વિત્ઝરલૅન્ડ : જ્યાં આપમેળે સર્જાય છે બરફનો મહેલ

આ એ જગ્યા છે જ્યાં સ્પાઇક આપણા શરીરની કોશિકાઓની સપાટી સાથે પહેલા સંપર્ક બનાવે છે.

જો કોઈ ફેરફાર વાઇરસને અંદર પ્રવેશવું સરળ કરી નાખે તો એ ફેરફાર મહત્ત્વનો છે.

પ્રોફેસર લોમેન કહે છે, "આ એક મહત્ત્વપૂર્ણ બદલાવ જોવા મળે છે."

બીજું મ્યુટેશન છે - H69 / V70 ડિલિશન, આ અગાઉ પણ ઘણી વાર જોવા મળ્યું છે. આ સંક્રમણ ઑટર (એક પ્રકારનું પ્રાણી)માં જોવા મળી ચૂક્યું છે.

ચિંતાની વાત એ હતી કે સાજી થયેલી વ્યક્તિના લોહીમાં જોવા મળતા ઍન્ટિબૉડી વાઇરસની આ રીતના પ્રકાર પર ઓછી અસર રહેતી હતી.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો