દુનિયાનો એ પહેલો દેશ જ્યાં લોકો ચિકન તો ખાશે પણ મરઘી નહીં મરે

ઇમેજ સ્રોત, GETTY IMAGES
સિંગાપુરના લોકો હવે એવું માંસ ખાઈ શકશે, જેના માટે પ્રાણીઓને મારવાં નહીં પડે. તેને 'ક્લીન મીટ' કહેવાય છે.
સિંગાપુરે તેની મંજૂરી આપી દીધી છે અને આ મામલે તે દુનિયાનો સૌથી પહેલો દેશ બની ગયો છે.
સિંગાપુરના આ નિર્ણયથી સાન ફ્રાન્સિસ્કોસ્થિત ઈટ જસ્ટ સ્ટાર્ટઅપ માટે રસ્તો ખુલ્લો થઈ ગયો છે.
ઈટ જસ્ટ કંપની લૅબમાં ચિકનનું માંસ તૈયાર કરીને વેચવાની તૈયારી કરી રહી છે.
પહેલાં માંસ નગેટ્સના રૂપમાં મળશે, પણ કંપનીએ હજુ જણાવ્યું નથી કે આ ક્યારે ઉપલબ્ધ થશે.
સ્વાસ્થ્ય, પર્યાવરણ અને પ્રાણીઓના બચાવની ચિંતાને કારણે રેગ્યુલર માંસના વિકલ્પની માગ વધી છે.
ફાયનાન્સિયલ સર્વિસ કંપની બાર્કલી અનુસાર વૈકલ્પિક માંસનું બજાર આગામી દશકમાં 140 અબજ ડૉલરનું થઈ શકે છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
એટલે કે આ 1.4 ટ્રિલિયન ડૉલરની માંસ ઇન્ડસ્ટ્રીનો 10 ટકા ભાગ હશે. સુપરમાર્કેટ અને રેસ્ટોરાંના મેન્યૂમાં બીઑન્ડ મીટની સાથે ઇમ્પૉસિબલ ફૂડ જેવા પ્લાન્ટ બેસ્ડ મીટ ઉત્પાદકોના માંસની માગ વધી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્લાન્ટ બેસ્ડ મીટ એવા માંસને કહેવાય છે કે જેને તૈયાર કરવામાં આવે છે. આ માંસની જેવા જ હોય છે અને સ્વાદ પણ એવો જ હોય છે.
આ બર્ગર પૈટી, નગેટ્સ અને ટુકડા રૂપે મળે છે. પણ ઈટ જસ્ટની પ્રોડક્ટ અલગ છે, કેમ કે આ પ્લાન્ટ બેસ્ડ નથી. અહીં માંસ પ્રાણીઓની માંસપેશીઓની કોશિકાઓથી લૅબમાં તૈયાર કરાશે.

મહત્ત્વની ખોજ

ઇમેજ સ્રોત, EAT JUST
કંપનીનું કહેવું છે કે વૈશ્વિક ફૂડ ઇન્ડસ્ટ્રી માટે આ એક મહત્ત્વની ખોજ છે અને તેને આશા છે કે બાકી દેશ પણ સિંગાપુરની જેમ તેને મંજૂરી આપશે.
છેલ્લા દશકમાં અનેક સ્ટાર્ટઅપ્સ તરફથી બજારમાં સંવર્ધિત માંસ લાવવાની કોશિશ કરાઈ. તેમને આશા છે કે આ પારંપરિક માંસ ખાનારાઓનો વિશ્વાસ પોતાના એ વાયદા પર જીતી લેશે કે તેમની પ્રોડક્ટ વધુ અસલી છે.
ઇઝરાયલસ્થિત ફ્યૂચર મીટ ટેકનોલૉજી અને બિલ ગેટ્સ સાથે સંબંધિત કંપની મેમફિશ મીટ્સ પણ લૅબમાં બનેલું માંસ બજારમાં ઉતારવાની કોશિશમાં છે.
તેમનું કહેવું છે કે પ્રોજક્ટ લોકોનાં ખિસ્સાં પર ભારે નહીં પડે અને સ્વાદમાં પણ અવ્વલ હશે. સિંગાપુરની કંપની શિઓક મીટ્સ લૅબમાં પણ પ્રાણીઓનાં માંસ બનાવવા પર કામ કરી રહી છે.
ઘણા લોકોનું કહેવું છે કે તેનાથી પર્યાવરણને ફાયદો થશે, પરંતુ કેટલાક વિજ્ઞાનિકોનું કહેવું છે કે વિશેષ પરિસ્થિતિઓમાં આ જળવાયુ પરિવર્તન માટે વધુ ઘાતક સાબિત થશે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2

પડકારો હજુ બાકી છે

ઇમેજ સ્રોત, GETTY IMAGES
બીબીસી ન્યૂઝ સિંગાપુરનાં મારિકો ઓઈ અનુસાર ઈટ જસ્ટે કહ્યું છે કે આ ફૂડ ઇન્ડસ્ટ્રી માટે પાયાનો પથ્થર સાબિત થશે, પણ પડકારો હજુ બાકી છે. પ્લાન્ટ બેસ્ડ માંસ પ્રોડક્ટની તુલનામાં લૅબમાં તૈયાર કરેલું માંસ બહુ મોંઘું હશે. ઈટ જસ્ટે અગાઉ કહ્યું હતું કે લૅબમાં તૈયાર ચિકન નગેટ્સ 50 ડૉલરમાં મળશે.
હવે ખર્ચ ઘટ્યો છે તો કિંમત પણ ઓછી થશે, પણ આ હજુ પણ સામાન્ય લોકોના કામની વસ્તુ નથી.
બીજો પડકાર એ છે કે કંપની પ્રોડક્ટ પર ગ્રાહકોની પ્રતિક્રિયા શું હશે.
જોકે ઈટ જસ્ટની પ્રોડક્ટને લઈને સિંગાપુરની મંજૂરી બાદ અન્ય પ્લેયર પણ સામે આવશે અને પોતાનું ઑપરેશન શરૂ કરશે. તેમજ અન્ય દેશ પણ તેને લઈને મંજૂરી આપવા પર વિચાર કરી શકે છે.

કેટલું સુરક્ષિત

ઇમેજ સ્રોત, Getty Images
સિંગાપુર ફૂડ એજન્સી (એસએફએ)એ કહ્યું કે એક એક્સપર્ટ વર્કિંગ ગ્રૂપે ઈટ જસ્ટના ડેટાની સમીક્ષા કરી છે. તેમાં મેન્યુફૅક્ચરિંગ કંટ્રોલ અને સંવર્ધિત ચિકન કેટલું સુરક્ષિત છે તેની તપાસ કરાઈ છે.
એસએફએનું કહેવું છે કે તપાસમાં આ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે અને સિંગાપુરમાં ઇન્ગ્રીડીઅન્ટના રૂપમાં નગેટ્સ વેચવાની મંજૂરી મળી ગઈ છે.
એજન્સીનું કહેવું છે કે એક રેગ્યુલેટરી ફ્રેમવર્ક બનાવ્યું છે જે એ વાત પર નજર રાખશે કે સંવર્ધિત માંસ અને અન્ય વૈકલ્પિક પ્રોટીન પ્રોડક્ટ સુરક્ષા માપદંડોનું પાલન કરે છે કે નહીં.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ઈટ જસ્ટના સહસંસ્થાપક જોશ ટેટ્રિકે સિંગાપુરના નિર્ણય પર કહ્યું, "આ સિંગાપુરથી શરૂઆત છે અને આવનારા દિવસોમાં તેમની લૅબનું માંસ આખી દુનિયાના લોકો પસંદ કરશે."
ઈટ જસ્ટનું કહેવું છે કે માંસ તૈયાર કરવાની આખી પ્રક્રિયામાં ઍન્ટીબાયૉટિક્સનો ઉપયોગ કરાતો નથી.
કંપની અનુસાર પારંપરિક ચિકનની તુલનામાં તેમની લૅબમાં બનેલા ચિકનના માંસમાં માઇક્રોબાયૉજિકલ તત્ત્વ બહુ ઓછાં હશે.
ઈટ જસ્ટે કહ્યું, "સિંગાપુરમાં મંજૂરી મળતા કૉમર્શિયલ લૉન્ચિંગનો રસ્તો સાફ થઈ ગયો છે. અમે ઉત્તમ ગુણવત્તાવાળું માંસ સીધા પ્રાણીઓની કોશિકાઓથી લૅબમાં તૈયાર કરીશું અને આ માણસ માટે એકદમ સુરક્ષિત હશે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












