You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકામાં વિભાજન વધ્યું, ટ્રમ્પે તેને હવા આપી : ઓબામા
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને ડૅમોક્રેટ નેતા બરાક ઓબાએ કહ્યું કે અમેરિકા આજે ચાર વર્ષ પહેલાં કરતાં વધારે વહેંચાઈ ગયું છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીતીને રાષ્ટ્રપતિ બન્યા હતા.
ઓબામાનું કહેવું છે કે જો બાઇડનની જીત આ વિભાજનને ઓછું કરવાની એક શરૂઆત છે પરંતુ એક ચૂંટણી આ વધતા જતા ટ્રેન્ડને દૂર કરવા માટે પૂરતી નહીં હોય.
ઓબામાનો ઇશારો 'કૉન્સ્પિરેસી થિયરી'ના ટ્રેન્ડને બદલવા તરફ હતો, જેના કારણે દેશમાં વિભાજન વધારે ઘેરું બની ગયું છે.
તેમણે કહ્યું કે ધ્રુવીકરણનો શિકાર બનેલા દેશને માત્ર નેતાઓના નિર્ણયોના ભરોસે ના છોડી શકાય પરંતુ તેના માટે સંરચનાત્મક ફેરફારની જરૂરિયાત છે. લોકોએ એકબીજાને સાંભળવાની જરૂરિયાત છે. દલિલો કરતાં પહેલાં સાર્વજનિક તથ્યો પર એકમત થવાની જરૂરિયાત છે.
અમેરિકામાં વિભાજન કેવી રીતે વધતું ગયું?
ઓબામાએ બીબીસી આર્ટ્સ માટે ઇતિહાસકાર ડેવિડ ઓલુસોગાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ગ્રામીણ અને શહેરી અમેરિકા વચ્ચે ગુસ્સો અને નારાજગી, અપ્રવાસન, અસમાનતા અને ષડયંત્ર સિદ્ધાંતોને અમેરિકાના મીડિયા સંસ્થાનોએ વધારીને દર્શાવ્યા.
ઓબામાનું કહેવું છે કે આ બધામાં સોશિયલ મીડિયાએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું.
તેમણે કહ્યું, "આ સમયે અમે ખૂબ જ વિભાજિત છીએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી કે 2007થી પણ વધારે જ્યારે હું રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડ્યો અને 2008માં ચૂંટણી જિત્યો."
તેમના પ્રમાણે આનું કારણ ટ્રમ્પની પોતાની રાજનીતિ માટે તેમના પ્રશંસકોને વિભાજિત થવા દીધા તે પણ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે જે એક કારણે સૌથી મોટી ભૂમિકા ભજવી તે છે ઇન્ટરનેટ પર ખોટી જાણકારીનું ફેલાવું, જ્યાં તથ્યોની કોઈ પરવા કરવામાં આવતી નથી.
ઓબામાએ કહ્યું, "લાખો લોકોએ એ વાતને માની લીધી કે જો બાઇડન સમાજવાદી છે, તેમણે એ વાતને પણ માની લીધી કે હિલેરી ક્લિન્ટન કોઈ એવા કાવતરાનો ભાગ છે જે બાળકોના યૌન શોષણ કરનારાઓ સાથે સામેલ છે."
ઓબામા એ ફેક ન્યૂઝની વાત કરી રહ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે ડૅમોક્રેટ નેતા વૉશિંગ્ટનના એક પિઝા રેસ્ટોરાંમાં પીડોફાઇલ રિંગ ચલાવી રહ્યા હતા.
ઓબામાએ કહ્યું કે હાલના વર્ષોમાં કેટલીક મુખ્યધારાની મીડિયા સંસ્થાઓએ ફેક્ટ ચેકિંગ શરૂ કર્યું છે જેથી ઑનલાઇન ખોટી જાણકારી ફેલવાથી રોકી શકાય. જોકે, આ કોશિશો અપૂરતી રહી જાય છે કારણ કે જ્યાં સુધીમાં સત્ય બહાર આવે છે ત્યાં સુધીમાં જૂઠ દૂનિયાભરમાં ફેલાઈ જાય છે.
તેમણે કહ્યું કે આ વિભાજન પાછળ સામાજિક અને આર્થિક કારણ પણ કામ કરી રહ્યાં છે. જેમ કે શહેરી અને ગ્રામીણ અમેરિકા વચ્ચે અસમાનતા. આવા મુદ્દા બ્રિટન અને બાકી દુનિયામાં પણ ઊઠી રહ્યા છે. લોકોને લાગે છે કે અર્થવ્યવસ્થાની સીડી પર તેમની પકડ છૂટતી જાય છે અને એટલા માટે આવી પ્રતિક્રિયા આવે છે અને કહેવામાં આવે છે કે આ ગ્રૂપની ભૂલ છે અને પેલા ગ્રૂપની ભૂલ છે.
બ્લૅક લાઇવ્સ મૅટર અંગે શું?
અમેરિકાના પહેલા બ્લેક રાષ્ટ્રપતિ બનીને ઇતિહાસ રચનારા ઓબામાનું કહેવું છે કે વંશવાદનો મુદ્દો અમેરિકાના ઇતિહાસમાં એક સંવેદનશિલ મુદ્દો રહ્યો છે.
તેમણે કહ્યું, "પોલિસ કસ્ટડીમાં એક બ્લેક વ્યક્તિ જ્યોર્જ ફ્લૉયડના મૃત્યુ બાદ જે ઘટનાક્રમ થયો તે બાદ ના માત્ર અમેરિકા પરંતુ દુનિયાભરમાંથી જેવી રીતે પ્રતિક્રિયા આવી, તેણે દુખ અને આશા બંનેને જન્મ આપ્યો."
"દુખ એટલા માટે કારણ કે અમારી ન્યાય વ્યવસ્થામાં હાલ પણ વંશવાદ અને પક્ષપાતની એટલી પ્રબળ ભૂમિકા છે અને આશા એટલા માટે કારણ કે આપણે વિરોધ પ્રદર્શન થતાં જોયાં અને તેના માટે લગાવ જોયો અને તે શાંતિપૂર્ણ હતું."
તેમણે કહ્યું કે એ મહત્ત્વપૂર્ણ હતું કે આ પ્રદર્શનોમાં તમામ લોકો સામેલ થયા.
"એ સમુદાય પણ જેમાં ખૂબ ઓછા લોકો બ્લેક છે. તેઓ પણ બ્લેક લાઇવ્સ મેટર કહી રહ્યા હતા અને માનતા હતા કે પરિવર્તન આવવું જોઈએ."
ઓબામાએ પોતાના પુસ્તક 'અ પ્રૉમિસ લૅન્ડ'ને લઈને બીબીસી સાથે વાત કરી જે 17 નવેમ્બરે રિલિઝ થવાની છે. આ પુસ્તક તેમના રાષ્ટ્રપતિ કાર્યકાળ અંગે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો