કોરોના વાઇરસ: ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી નહીં લડે, તો બૅલટ ઉપર કોનું નામ આવશે?

ડોનાલ્ડ ચ્રમ્પ અને માઇક પેંસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડોનાલ્ડ ચ્રમ્પ અને માઇક પેંસ
    • લેેખક, રિયાલિટી ચેક ટીમ
    • પદ, બીબીસી ન્યૂઝ

અમેરીકાના રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવામાં હવે અમુક અઠવાડિયાં જ બાકી છે ત્યારે વર્તમાન પ્રમુખ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ કોરોનાથી સંક્રમિત થયા છે. આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે હવે શું થશે? રાષ્ટ્રપતિની ચૂંટણી પર તેની કેટલી અને કેવી અસર પડશે? ડોનાલ્ડ ટ્રમ્પ કઈ ચૂંટણીસભાઓમાં ભાગ નહીં લઈ શકે?

ટ્રમ્પના યુવાન સાથીદાર હોપ હિક્સને કોરોના વાઇરસનો ચેપ લાગ્યા બાદ 1 ઑક્ટોબરના રોજ રાષ્ટ્રપતિ ટ્રમ્પનું કોવિડ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે અને હવે તેમને ઓછામાં ઓછા દસ દિવસ સુધી ક્વોરૅન્ટીનમાં રહેવું પડશે.

શનિવારે સવારે સમાચાર આવ્યા કે સાવચેતીના ભાગરૂપે તેમને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે જ્યાં તેઓ ડૉકટરોની દેખરેખ હેઠળ રહેશે.

line

ટ્રમ્પ કયા કાર્યક્રમોમાં હાજરી નહીં આપી શકે?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

જો રાષ્ટ્રપતિ ટ્રમ્પને દસ દિવસ સુધી ક્વોરૅન્ટીમાં રહેવું પડે છે, તો તેઓ 15 ઑક્ટોબરના રોજ યોજાનારી પ્રેસિડેનશિયલ ડિબેટમાં ભાગ લઈ શકશે.

શુક્રવાર સાંજે અમેરિકાના ફ્લોરિડા શહેરમાં રિપબ્લિકન પાર્ટીની એક ચૂંટણીસભા યોજાવાની હતી, જે ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના પૉઝિટિવ આવ્યા હોઈ રદ કરવી પડી છે.

વ્હાઇટ હાઉસ દ્વારા અપાયેલ સૂચના અનુસાર, "રાષ્ટ્રપતિ ટ્રમ્પ તે સમયે કોવિડ સપોર્ટ સેન્ટરના લોકો સાથે ફોન પર વાત કરી રહ્યા હતા અને એ સમજવાની કોશિશ કરી રહ્યા હતા કે મોટી વયના લોકોએ વિશેષપણે શી કાળજી લેવાની જરૂર હોય છે."

રાષ્ટ્રપતિ ટ્રમ્પનું ચૂંટણીઅભિયાન સંભાળનાર ટીમે જણાવ્યું, છે કે, "આગામી દસ દિવસમાં જે ચૂંટણીસભાઓ થવાની હતી તે કાં તો રદ કરી દેવામાં આવી છે અથવા તો મોકૂફ રાખવામાં આવી છે."

line

કયા સંજોગોમાં ચૂંટણી મુલતવી રાખી શકાય?

ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડોનાલ્ડ ટ્રમ્પ

એટલું તો સ્પષ્ટ છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ક્વોરૅન્ટીન થયા હોવાની સીધી અસર તેમના ચૂંટણીઅભિયાન પર પડશે. આનાથી તેમની ક્ષમતા ઘટશે. તેથી એવો પણ પ્રશ્ન ઊઠ્યો છે કે શું ચૂંટણી ટાળી શકાય છે? અને આવું કેવી રીતે થઈ શકે છે?

અમેરિકના રાષ્ટ્રપતિની ચૂંટણી દર ચાર વર્ષે થાય છે અને કાયમ નવેમ્બર મહિનાના પ્રથમ મંગળવારે યોજાય છે. આ વર્ષે ચૂંટણી 3 નવેમ્બરના રોજ યોજાવાની છે.

જો ચૂંટણીની તારીખમાં કોઈ ફેરફાર કરવો હોય તો તે માટેની સત્તા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે નહીં, પરંતુ અમેરિકાના સાંસદો પાસે છે.

ચૂંટણીની તારીખોમાં કોઈ પણ પ્રકારના ફેરફારના પક્ષમાં સંસદનાં બંને ગૃહોમાં સ્પષ્ટ બહુમત હોવાની જરૂરિયાત હોય છે. એટલે કે સંસદનાં બંને ગૃહો આવું કરવા માટે રાજી થાય એ જરૂરી છે.

જોકે, એ થવાની સંભાવના ઘણી ઓછી છે કારણ કે અમેરિકાની સંસદમાં નીચલા ગૃહ 'હાઉસ ઑફ રિપ્રઝેન્ટેટિવ્સ'માં ડેમૉક્રેટિક પાર્ટી બહુમતમાં છે અને તેમણે પહેલાંથી જ જાહેરાત કરી દીધી છે કે તેઓ ચૂંટણીમાં કોઈ પણ પ્રકારના વિલંબના પ્રસ્તાવનું સમર્થન નહીં કરે.

અમેરિકાના બંધારણ મુજબ, જો ચૂંટણીની તારીખ બદલાઈ જાય તો પણ રાષ્ટ્રપતિનો કાર્યકાળ ચાર વર્ષનો જ રહેશે. આનો અર્થ એ થાય છે કે 20 જાન્યુઆરી, 2021ના રોજ રાષ્ટ્રપતિ ટ્રમ્પનો કાર્યકાળ આપમેળે સમાપ્ત થઈ જશે.

જો કાર્યકાળ વધારવો હોય તો બંધારણમાં સુધારો કરવો પડ્શે. બંધારણમાં સુધારો કરવા માટે બે તૃતીયાંશ સાસદો અથવા રાજ્ય કક્ષાની ધારાસભાઓના અનુમોદનની જરૂરિયાત રહેશે, જે હાલમાં અશક્ય લાગે છે.

line

ટ્રમ્પ વધુ બીમાર પડે તો શું થશે?

અત્યાર સુધી મળી રહેલ માહિતી અનુસાર રાષ્ટ્રપતિ ટ્રમ્પમાં કોરોનાનાં 'હળવાં લક્ષણો' જોવા મળી રહ્યાં છે, પરંતુ જો સ્થિતિ બગડે અને તેઓ વધુ બીમાર પડે અને તે કારણે તેઓ પોતાની જવાદારીઓ પૂરી કરવા માટે હાજર ન રહે, તો એ સ્થિતિ માટે પણ અમેરિકાના બંધારણમાં વ્યવસ્થા છે.

અમેરિકાના બંધારણનો 25મો સુધારો અમેરિકાના રાષ્ટ્રપતિને ઉપરાષ્ટ્રપતિના હાથમાં સત્તાનો દોર સોંપવાની અનુમતિ આપે છે.

તેનો અર્થ એ છે કે જો ટ્રમ્પ વધુ બીમાર પડે તો ઉપરાષ્ટ્રપતિ માઇક પેંસ અમેરિકાના કાર્યકારી રાષ્ટ્રપતિ બનશે અને તંદુરસ્ત થતાં જ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનો પદભાર સંભાળી શકશે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગન અને જ્યૉર્જ ડબલ્યુ બુશના સમયગાળા દરમિયાન આવું થયું છે.

જો રાષ્ટ્રપતિ અચાનક એટલા માંદા થઈ જાય કે તેઓ સત્તા સોંપવાની સ્થિતિમાં ન હોય, તો કૅબિનેટ અને ઉપરાષ્ટ્રપતિ મળીને તેમને અસમર્થ જાહેર કરી શકે છે. આ કિસ્સામાં ઉપરાષ્ટ્રપતિ માઇક પેંસ પ્રમુખપદ સંભાળશે.

પરંતુ જો માઇક પેંસ સાથે કંઈ આવું થાય છે, તો પછી સંસદના નીચલા ગૃહના અધ્યક્ષ અને ડેમૉક્રેટ નેતા, નેન્સી પેલોસી 'પ્રેસિડેન્શિયલ સક્સેશન ઍક્ટ' હેઠળ પ્રમુખપદ સંભાળશે.

અમેરિકન બંધારણના જાણકારો મુજબ સત્તાનું આ રીતે સ્થળાંતરણ કરવાથી એટલી બધી કાયદાકીય ગૂંચ ઊભી થશે, જેની કલ્પના કરવી મુશ્કેલ છે.

line

જો ટ્રમ્પ ચૂંટણી નહીં લડે, તો બૅલટ ઉપર કોનું નામ આવશે?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ભલે ગમે તે કારણ હોય, પરંતુ જો કોઈ પણ પક્ષનો રાષ્ટ્રપતિ પદનો ઉમેદવાર ચૂંટણી માટે અસમર્થ બને. તો શું? આવી પરિસ્થિતિને પહોંચી વળવા પણ સ્પષ્ટ પ્રક્રિયા છે.

આવા કિસ્સામાં પહેલાં તો ઉપરાષ્ટ્રપતિ માઇક પેંસ રાષ્ટ્રપતિની ફરજો સ્વીકારશે. પરતું એ જરૂરી નથી કે તેઓ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર બની જશે. કારણ કે પાર્ટીએ પહેલાંથી જ ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહરે કર્યા છે.

પક્ષના નિયમો હેઠળ, રિપબ્લિક નૅશનલ કમિટી (આરએનસી)ના 168 સભ્યો નવા રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની પસંદગી કરશે. માઇક પેંસ સંભવિત ઉમેદવારોમાંથી એક હશે.

જો માઇક પેંસની સમિતિ દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદગી થાય છે, તો તેમના એક સાથીદારની પણ ચૂંટણી માટે પસંદગી કરવામાં આવશે.

અત્રે નોંધવા જેવી બાબત એ છે કે ડેમૉક્રેટ્સ અને રિપબ્લિકન પાર્ટી બંનેએ એક વખત ચૂંટાયા પછી તેમના રાષ્ટ્રપતિપદના ઉમેદવારને બદલ્યા નથી.

રાજકીય વિશ્લેષકો માને છે કે "ચૂંટણી માટે હજી સમય બાકી છે અને આશા રાખીએ કે આવા વૈકલ્પિક માર્ગો તરફ ન જવું પડે."

કેટલાક અમેરિકન વિશ્લેષકોનો મત છે કે 'રાષ્ટ્રપતિ ટ્રમ્પનું નામ મતપત્ર પર રહેશે, ભલે કંઈ પણ થાય.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો