You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકામાં વાઇરસથી લડવા માટે છોડાશે કરોડો મચ્છર
મચ્છરોની સંખ્યાને ઘટાડવા માટે ફ્લોરિડામાં સ્થાનિક અધિકારીઓએ આનુવંશિક રૂપથી બદલવામાં આવેલા 75 કરોડ મચ્છરોને વાતાવરણમાં છોડવાનો નિર્ણય કર્યો છે.
તેનો હેતુ ડેન્ગ્યુ અને ઝિકા વાઇરસ જેવી બીમારી ફેલાવતા મચ્છરોની સંખ્યાને ઘટાડવાનો છે.
આ યોજનાને લીલીઝંડી આપતા પહેલાં તેના પર ઘણી ચર્ચા થઈ ચૂકી છે કારણ કે પર્યાવરણ સંગઠનોએ તેને લઈને વિપરીત પરિણામો આવવાની ચેતવણી આપી હતી.
એક સમૂહે આ યોજનાની ટીકા કરતાં તેને સાર્વજનિક 'જુરાસિક પાર્ક પ્રયોગ' ગણાવ્યો છે.
પર્યાવરણ કાર્યકર્તાઓએ પર્યાવરણ તંત્રને નુકસાન થવાને લઈને ચેતવણી આપી અને નિશ્ચિત જંતુનાશક પ્રતિરોધી મચ્છરોના ઉત્પન્ન થવાને લઈને ચિંતા વ્યક્ત કરી છે.
જોકે, આ યોજનામાં સામેલ કંપનીએ કહ્યું છે કે આને લઈને મનુષ્યો અથવા પર્યાવરણ પર કોઈ જોખમ નથી. કંપનીએ સરકાર સમર્થિત સંશોધનોનો હવાલો આપ્યો છે.
આ યોજનાને 2021માં ફ્લોરિડા કીઝ (દ્વીપની રેખા)માં લાગુ કરવાની યોજના છે. સ્થાનિક નિયામકોની પરવાનગીના અનેક મહિનાઓ પછી તેને લાગુ કરવામાં આવશે.
કયા પ્રકારના છે આ મચ્છર?
મે મહિનામાં બ્રિટન સ્થિત કંપની ઑક્સિટેકને અમેરિકન પર્યાવરણ એજન્સીએ આનુવંશિક રૂપે બદલવામાં આવેલા નર એડીઝ ઇજેપ્ટાઈ મચ્છરો બનાવવા માટે કહ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ મચ્છરોને OX5034 નામથી પણ ઓળખવામાં આવે છે.
એડીઝ ઇજેપ્ટાઈ મચ્છરને મનુષ્યોમાં ડેન્ગ્યુ, ઝિકા, ચિકનગુનિયા અને પીળા તાવ જેવી જીવલેણ બીમારી ફેલાવવા માટેના કારણ તરીકે ઓળખવામાં આવે છે.
ફક્ત માદા મચ્છર જ મનુષ્યોને કરડે છે કારણ કે એમને ઈંડા આપવા માટે લોહીની જરૂર હોય છે.
આ યોજનામાં નર મચ્છર બનાવવાના છે, જે જંગલી માદા મચ્છર સાથે મળી સંભવતઃ નવી જાતિ પેદા કરશે.
આ નર મચ્છરોમાં એવું પ્રોટીન છે જે માદા મચ્છરોને એમની કરડવાની ઉંમર સુધી પહોંચતાં પહેલાં જ મારી દેશે.
નર મચ્છર ફક્ત પરાગ પર નિર્ભર છે. જે જીવિત બચશે તેઓ એના જિનને વધુ ફેલાવશે.
સમયની સાથે આ યોજનાનો હેતુ આ વિસ્તારમાં એડીઝ ઇજેપ્ટાઈ મચ્છરોની સંખ્યા ઘટાડવાનો અને મનુષ્યોમાં બીમારી ફેલાવતા રોકવાનો છે.
મંગળવારે ફ્લોરિડા કીઝ મૉસ્કિટો કંટ્રોલ ડિસ્ટ્રિક્ટના અધિકારીઓએ બે વર્ષના સમયગાળા માટે 75 કરોડ સંશોધિત મચ્છરોને છોડવાની મંજૂરી આપી.
કંપનીનો શું છે તર્ક?
આ યોજનાની ઘણી ટીકા થઈ છે. change.org નામની વેબસાઇટ પર આ યોજના વિરુદ્ધ લખાયેલા એક પ્રસ્તાવ ઉપર 2 લાખ 40 હજાર લોકોએ હસ્તાક્ષર કર્યા છે. તેમણે ઑક્સિટેક કંપની પર અમેરિકી જમીનને 'ટેસ્ટિંગ ગ્રાઉન્ડ' બનાવવાની ટીકા કરી છે.
ત્યાં જ ઑક્સિટેકની વેબસાઈટનું કહેવું છે કે એમણે બ્રાઝિલમાં પરીક્ષણ કર્યાં છે જેના સકારાત્મક પરિણામ આવ્યાં છે.
રિપોર્ટ અનુસાર કંપનીને ટેક્સાસ રાજ્યમાં પણ 2021માં આ યોજનાને લાગુ કરવા માટેની સંઘીય મંજૂરી મળી ગઈ છે પરંતુ એમને રાજ્ય અથવા સ્થાનિક પરવાનગી નથી મળી.
આ યોજનાની ટીકા કરતાં પર્યાવરણ સમૂહ ફ્રેન્ડ્સ ઓફ ધ અર્થે કહ્યું છે, "આનુવંશિક રૂપથી બદલવામાં આવેલા મચ્છરોને બિનજરૂરી રીતે ફ્લોરિડાના લોકો પર છોડવામાં આવી રહ્યા છે."
"મહામારી દરમિયાન પર્યાવરણ અને વિલુપ્તિને આરે આવેલી પ્રજાતિ ઉપર ખતરો છે."
ઑક્સિટેક વૈજ્ઞાનિકે સમાચાર એજન્સી એપીને કહ્યું, "અમે એક અબજથી વધુ મચ્છરોને એક વર્ષની અંદર છોડી ચૂક્યા છીએ. પર્યાવરણ અથવા મનુષ્યો માટે કોઈ સંભવિત ખતરો નથી."
એડીઝ ઇજેપ્ટાઈ મચ્છરોનો દક્ષિણ ફ્લોરિડામાં આતંક છે અને તે સામાન્ય રીતે શહેરી વિસ્તારોમાં મળી આવે છે જ્યાં તેઓ સ્વિમિંગ પુલમાં હોય છે.
ફ્લોરિડા કીઝ જેવા વિસ્તારોમાં મચ્છરોમાં જંતુનાશકો સામે પ્રતિકારક ક્ષમતા વિકસી ચૂકી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો