પાકિસ્તાન : હિંદુ સંતની સમાધિ તોડવા પર સુપ્રીમ કોર્ટે સંજ્ઞાન લીધું, મંગળવારે સુનાવણી

પાકિસ્તાન

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાહ પ્રાંતના કરક જિલ્લામાં હિંદુ સંતની સમાધિ તોડવા પર સુપ્રીમ કોર્ટે સંજ્ઞાન લઈને તેના પર સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે. મંગળવારે પાંચ જાન્યુઆરીએ તેની સુનાવણી હાથ ધરાશે.

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ તરફથી જાહેર કરાયેલી એક પ્રેસ રિલીઝ અનુસાર પાકિસ્તાન હિંદુ કાઉન્સિલના ચીફ પૅટ્રન રમેશકુમારે આ મામલે ચીફ જસ્ટિસ ગુલઝાર અહમદ સાથે વાત કરી હતી.

પ્રેસ રિલીઝમાં કહેવાયું, "પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીસ આ મામલે ચિંતિત છે અને તેઓએ સંસદને જણાવી દીધું છે કે તેઓ આ મામલે સ્વયં ધ્યાન રાખી રહ્યા છે. આ મામલાને પાંચ જાન્યુઆરી, 2021માં ઇસ્લામાબાદમાં સાંભળવામાં આવશે."

સુપ્રીમ કોર્ટે અલ્પસંખ્યકો માટે બનેલા એક વ્યક્તિના કમિશન "કેપીકે"ના ચીફ સેક્રેટરી અને આઈજીપીને ઘટનાસ્થળની મુલાકાત કરીને ચાર જાન્યુઆરી સુધી રિપોર્ટ દાખલ કરવાનું કહ્યું છે.

line

સુપ્રીમ કોર્ટની સામે પ્રદર્શન

પાકિસ્તાન

પાકિસ્તાન હિંદુ કાઉન્સિલ આ ઘટના પર રોષ પ્રગટ કરીને સુપ્રીમ કોર્ટ સામે પ્રદર્શન માટે ઊતરી હતી.

ડૉ. રમેશકુમાર વાકવાનીએ કહ્યું, "આ મંદિરનો જીર્ણોદ્ધાર 2014માં પાકિસ્તાન સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કરાયો હતો. એ સમયે પણ મૌલાના શરીફના નેતૃત્વમાં લોકો આ મામલે કોઈ ઉકેલ લાવવા માટે ગંભીર નહોતા, પણ તેમને સુપ્રીમ કોર્ટનો નિર્ણય માનવો પડ્યો હતો."

તેઓએ આરોપ લગાવ્યો કે કેટલાક સ્થાનિક ચરમપંથીઓએ 27 ડિસેમ્બરે જ હુમલાનો પ્લાન કરી લીધો હતો.

તેઓએ આરોપ લગાવ્યો કે પ્રાંતની સરકાર અગાઉ પણ મંદિર બનાવવા દેવા માગતી નથી અને ફરી એક વાર તે સ્થિતિને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહી છે.

ડૉક્ટર વાકવાનીનું કહેવું છે કે પાકિસ્તાન પહેલેથી જ આંતરરાષ્ટ્રીયસ્તરે ધાર્મિક આઝાદી અને અલ્પસંખ્યકોના અધિકારોને લઈને દબાણ વેઠી રહ્યું છે. આથી આ જરૂરી છે કે આવી અતિવાદી ગતિવિધિઓને કોઈ પણ કિંમતે રોકવામાં આવે.

line

મંત્રીઓએ નિંદા કરી

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

આ ઘટનાની નિંદા પાકિસ્તાનનાં માનવાધિકારમંત્રીએ પણ કરી છે.

મંત્રી ડૉક્ટર શિરીન મઝારીએ ટ્વીટ કરીને ખૈબર પખ્તુનખ્વાહ સરકાર પાસે કાવતરાખોરોને સજા આપવાની માગ કરી છે.

તેઓએ કહ્યું કે તેમનું માનવાધિકારી મંત્રાલય આ મામલાને જોઈ રહ્યું છે.

તેઓએ ટ્વીટમાં લખ્યું, "સરકાર હોવાને લીધે અમારી જવાબદારી છે કે આપણે બધા નાગરિકો અને તેમના પૂજાસ્થાનની રક્ષા કરીએ."

આ સિવાય અન્ય એક કેન્દ્રીયમંત્રી ચૌધરી ફવ્વાદ ચૌધરીએ પણ આ મામલાની નિંદા કરી છે.

તેઓએ ટ્વિટર પર લખ્યું, "કરકમાં હિંદુ સમાધિને સળગાવવી એ અલ્પસંખ્યકો સામે વિરોધની વિચારધારાનું કામ છે. સમસ્યા એ છે કે સેના આતંકીઓથી લડી શકે છે, પણ ચરમપંથીઓ સામે લડવું એ સિવિલ સૉસાયટીનું કામ છે. આપણી સ્કૂલથી લઈને સામાજિક સંમેલનો સુધી ક્યાંક કંઈ કરાતું નથી, આપણે આ કીચડમાં ફસાતા જઈએ છીએ."

line

આવી સ્થિતિ કેમ પેદા થઈ?

પાકિસ્તાન

હિંદુ સંત શ્રીપરમ હંસજી મહારાજની સમાધિ પર વિવાદ કોઈ નવી વાત નથી.

આ વિસ્તારના રૂઢિવાદી લોકો આ સમાધિસ્થળનો શરૂઆતથી જ વિરોધ કરી રહ્યા છે.

વર્ષ 1997માં આ સમાધિ પર પહેલી વાર સ્થાનિક લોકોએ હુમલો કર્યો હતો. હાલમાં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ખૈબર પખ્તૂનખ્વાહની પ્રાંતીય સરકારે તેનું પુનર્નિમાણ કરાવ્યું હતું.

સરકારનું સમર્થન અને કોર્ટના નિર્ણય બાદ પણ ટેરીમાં સ્થિતિ તણાવપૂર્ણ રહી.

સમાધિના પુનર્નિમાણ શરૂ કરતાં પહેલાં સ્થાનિક પ્રશાસને ટેરી કટ્ટરપંથી લોકો સાથે લાંબી વાતચીત કરી હતી.

વર્ષ 2015માં ખૈબર પખ્તૂનખ્વાહના એડિશનલ ઍડવૉકેટ જનરલ વકાર અહમદ ખાને સુપ્રીમ કોર્ટમાં આ મામલે એક રિપોર્ટ રજૂ કર્યો હતો.

આ રિપોર્ટમાં કહેવાયું હતું કે હિંદુ અને મુસ્લિમ સમુદાયના લોકો પાંચ શરતો પર તૈયાર થયા હતા અને એ બાદ જ સમાધિના પુનર્નિમાણની મંજૂરી અપાઈ હતી.

એવું કહેવાય છે કે આ સમજૂતીની એક શરત એ પણ હતી કે હિંદુ સમુદાયના લોકો ટેરીમાં પોતાના ધર્મનો પ્રચાર-પ્રસાર નહીં કરે. તેઓ ત્યાં માત્ર પોતાની ધાર્મિક પ્રાર્થના જ કશે.

સમાધિ પર ન તો મોટી સંખ્યામાં લોકોને એકઠા કરવાની પરવાની હશે કે ન તો સમાધિસ્થળ પર કોઈ મોટા નિર્માણકાર્યને મંજૂરી અપાશે. આ ઉપરાંત ક્ષેત્રમાં હિંદુ સમુદાયના લોકો જમીન પણ નહીં ખરીદી શકે અને તેમનો હક માત્ર સમાધિસ્થળ પૂરતો જ સિમિત હશે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

આ સમાધિ એક સરકારી ટ્રસ્ટની સંપત્તિ છે. આનું નિર્માણ એ જગ્યા પર કરાયું છે જ્યાં હિંદુ સંત શ્રીપરમ હંસજી મહારાજનું નિધન થયું હતું. વર્ષ 1919માં અહીં જ તેમના અંતિમસંસ્કાર કરાયા હતા.

તેમના અનુયાયીઓ અહીં પૂજાપાઠ માટે આવતા હતા. વર્ષ 1997માં આ પરંપરા ત્યારે અટકી ગઈ જ્યારે મંદિર તોડી પડાયું.

એ બાદ હિંદુ સંત શ્રીપરમ હંસજી મહારાજના અનુયાયીઓએ મંદિરના પુનર્નિર્માણના પ્રયાસો કર્યા હતા.

હિંદુ સમુદાયનો આરોપ હતો કે એક સ્થાનિક મૌલવીએ સરકારી ટ્રસ્ટની સંપત્તિ હોવા છતાં આના પર કબજો કરી લીધો હતો.

જિલ્લાના પોલીસ અધિકારી ઈરફાનુલ્લાહ મારવાતનું કહેવું છે કે હિંદુ સમુદાયના લોકો પણ પાકિસ્તાનના નાગરિક છે અને તેમને પણ દેશમાં બીજા લોકોની માફક ક્યાંય પણ સંપત્તિ ખરીદવાનો અધિકાર છે.

જોકે, જિલ્લામાં હિંદુઓની વસતી નથી એટલે સ્થાનિક લોકોને આ મંદિરના વિસ્તારને લઈને આશંકાઓ હતી.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો