You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Black Death : બ્યૂબૉનિક પ્લેગે ચીનમાં દેખા દીધી, કોરોનામાં નવી આપદા
ચીનના ઇનર મંગોલિયા સ્વાયત્ત ક્ષેત્રનાં એક શહેરમાં બ્યૂબૉનિક પ્લેગનો એક કેસ સામે આવ્યા પછી અધિકારીઓએ સતર્કતા વધારી છે.
સમાચાર પ્રમાણે બાયાનૂર શહેરમાં મળેલો આ દરદી એક પશુપાલક છે અને એને ક્વોરૅન્ટીનમાં રાખવામાં આવ્યો છે. દરદીની સ્થિતિ સ્થિર જણાવાઈ રહી છે.
અધિકારીઓએ લેવલ-3ની ચેતવણી જાહેર કરી છે. ચાર સ્તરની વૉર્નિંગ સિસ્ટમમાં આ બીજા ક્રમની સૌથી ઓછી જોખમકારક વૉર્નિંગ ગણાય છે.
બ્યૂબૉનિક પ્લેગ બૅક્ટેરિયાના સંક્રમણથી થાય છે. તે જોખમી બની શકે છે. પરંતુ સામાન્ય રીતે ઍન્ટિબાયોટિક દવાઓથી તેની સારવાર શક્ય છે.
આ કેસથી જોડાયેલી જાણકારી સૌથી પહેલા શનિવારે બાયાનૂર શહેરના એક દવાખાનામાંથી આવી હતી. દરદીમાં આ સંક્રમણ કેવી રીતે થયું તે હજુ સુધી સ્પષ્ટ નથી.
લેવલ-3ની ચેતવણીમાં એ પશુઓનો શિકાર કરવો અને તેને આરોગવું પ્રતિબંધિત હોય છે જેનાથી પ્લેગ ફાટી નીકળવાનો ખતરો હોય. આ ઉપરાંત લોકોને શંકાસ્પદ કેસ વિશે સૂચના આપવાનું પણ કહેવામાં આવે છે.
જીવલેણ પરંતુ સારવાર શક્ય
બ્યૂબૉનિક પ્લેગના કેસ સમયાંતરે વિશ્વમાં સામે આવતા રહ્યા છે.
વર્ષ 2017માં માડાગાસ્કરમાં પ્લેગના 300 મામલા સામે આવ્યા હતા. પાછલા વર્ષે મે મહિનામાં મંગોલિયામાં મેરમોટ નામના પશુને ખાવાથી બે લોકોને પ્લેગ થઈ ગયો અને તેમનું મૃત્યુ થઈ ગયું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મંગોલિયામાં વિશ્વ આરોગ્ય સંસ્થાના એક અધિકારીએ બીબીસીને જણાવ્યું હતું કે ત્યાં માન્યતા છે કે મેં મેરમોટનું કાચું માંસ અને કિડની સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.
મેરમોટ પ્લેગના બૅક્ટેરિયાના વાહક હોય છે. એનો શિકાર કરવો પ્રતિબંધિત છે.
બ્યૂબૉનિક પ્લેગ લિંપ નોડ્સમાં (શરીરની પેશીઓમાં) સોજો લાવી દે છે. શરૂઆતમાં આ રોગની ઓળખ મુશ્કેલ હોય છે કારણ કે તેના લક્ષણ ત્રણથી સાત દિવસ પછી દેખાય છે અને કોઈ અન્ય ફ્લૂની જેવા જ હોય છે.
બ્યૂબૉનિક પ્લેગને બ્લૅક ડેથ પણ કહે છે. 14મી સદીમાં બ્લૅક ડેથનાં કારણે એશિયા, આફ્રિકા અને યુરોપમાં લગભગ પાંચ કરોડ લોકોનાં મૃત્યુ થઈ ગયાં હતાં. જોકે હવે તે કોઈ મહામારીનું સ્વરૂપ લે એની સંભાવના ઓછી જ છે.
સ્ટૅનફૉર્ડ હેલ્થ કૅરનાં ડૉક્ટર શાંતિ કેમ્પાગૌડાનાં પ્રમાણે, "14મી સદીની સ્થિતિથી વિપરીત હવે આપણને જાણકારી છે કે આ બીમારી કેવી રીતે ફેલાય છે. આપણે એને અટકાવવાનું જાણીએ છીએ. એના પીડિતોનો ઇલાજ ઍન્ટિબોડીથી કરીએ છીએ."
છેલ્લીવાર આનો ભયાનક પ્રકોપ 1665ના ધ ગ્રેટ પ્લેગમા દેખાયો હતો. જેમાં શહેરના દર પાંચમાંથી એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. 19મી સદીમાં ચીન અને ભારતમાં પ્લેગના ફેલાવાથી 1 કરોડ 20 લાખ લોકોના મૃત્યુ થયાં હતાં.
ભારતમાં છેલ્લે 1994માં પ્લેગની મોટી મહામારી આવી હતી. એ વખતે સુરત અને મુંબઈમાં તેનો પ્રકોપ હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો