ક્રૂડઑઇલ : ભાવ ઓછો થયો છે પણ હજી કેટલી સંગ્રહખોરી થઈ શકે એમ છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
- પદ, બીબીસી ગુજરાતી માટે
આજે દુનિયાના તમામ દેશો કોરોના વાઇરસની ઝપેટમાં આવી ગયા છે. આને પરિણામે વિશ્વભરમાં આર્થિક ગતિવિધિ ઘટી ગઈ છે. રીખ
સોમવાર તારીખ 21 એપ્રિલના રોજ ઑઇલ ફ્યૂચરના જૂનના વાયદામાં બ્રૅન્ટ ક્રૂડઑઇલનો ભાવ ઘટીને બે દાયકાના તળિયે આવી ગયો.
એવી જ રીતે અમેરિકામાં વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમિડિયેટ (ડબ્લ્યુટીઆઈ) ક્રૂડનો ભાવ પણ 15 ડૉલરની નીચે જોવા મળ્યો હતો, જે છેલ્લાં 21 વર્ષની સૌથી નીચી સપાટી છે.
ગત અઠવાડિયે ક્રૂડનો ભાવ 14.78 ડૉલર પ્રતિબૅરલ ચાલી રહ્યો હતો જે અગાઉના બંધ ભાવ કરતાં 19.5 ટકા જેટલો ઓછો હતો. બ્રૅન્ટ ક્રૂડનો ભાવ 27.66 ડૉલર ચાલી રહ્યો હતો જે અગાઉના ભાવ કરતાં 1.5 ટકા જેટલો ઓછો હતો.
તાજેતરમાં જ ઑપેક દેશોએ 9.7 મિલિયન બૅરલ પ્રતિદિન ઉત્પાદનમાં મોટા પાયે કાપ મૂકવાનું નક્કી કર્યું હોવા છતાં ક્રૂડના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
ઓપેક દેશોએ સમજૂતી કરી ત્યારે લાગી રહ્યું હતું કે વિશ્વ બજારમાં ક્રૂડના ભાવમાં સ્થિરતા આવશે પણ તેવું બન્યું નથી.
કોરોનાને કારણે પેટ્રોલિયમ પેદાશો જેવી કે ડીઝલ, પેટ્રોલ, એવિએશન ટર્બાઇન ફ્યૂઅલની માગ ઘટી ગઈ છે. આની સામે ક્રૂડના ઉત્પાદનમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હોવા છતાં ક્રૂડના ભાવ સ્થિર થઈ શક્યા નથી.
હાલમાં ચીનમાં લૉકડાઉન ઉઠાવી લેવામાં આવ્યું છે. વળી એવા સમાચાર છે કે ઇટાલીમાં પણ લૉકડાઉન ઉઠાવી લેવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આમ વારાફરતી દેશો કોરોનાની અસરથી મુક્ત થતાં જશે તેમ ક્રૂડઑઇલની માગ વધશે.
જોકે, અત્યારે વિશ્વમાં ઉત્પાદિત ક્રૂડઑઇલનો સ્ટૉક એટલો વધી ગયો છે કે ક્રૂડઑઇલનો સ્ટોરેજ કરતી કંપનીઓ નિવેદન બહાર પાડે છે કે સંગ્રહ કરવાની ક્ષમતા હવે પૂરી થઈ ગઈ છે.
વળી જે ઑઇલ ટૅન્કરો લાંગરેલી છે તે હવે પોતાના ભાર સાથે બીજી સ્ટોરેજ ક્ષમતા ન મળે ત્યાં લગી સ્ટૅન્ડ ટુ પૉઝિશન હેઠળ આવી ગઈ છે.
એવું અનુમાન છે કે સમગ્ર વિશ્વમાં ક્રૂડઑઇલના સ્ટોરેજ સંપૂર્ણ રીતે ભરાઈ ગયા છે. વિશ્વભરમાં જ્યાં સુધી લૉકડાઉનની અસર છે ત્યાં સુધી આ સ્ટોરેજ ખાલી થવાની શક્યતા નહિવત્ છે.
એવું માનવામાં આવે છે કે એક વખત લૉકડાઉન હઠાવી લેવાશે અને બજારો પૂર્વવત્ ખૂલશે એટલે ક્રૂડના ભાવ વધશે.

ભારતને ફાયદો?

ઇમેજ સ્રોત, Getty Images
પોતાની જરૂરિયાતના 80 ટકા કરતાં વધારે ક્રૂડની આયાત પર નિર્ભર ભારત જેવા દેશ માટે ક્રૂડનો નીચો ભાવ અર્થતંત્રને જરૂરથી ફાયદો કરાવશે.
ક્રૂડના ભાવ તળિયે આવ્યા છે તેથી ભારતનું આયાત બિલ ઘટશે અને જેથી વ્યાપાર ખાધ ઘટશે.
આજે એક લિટર ક્રૂડનો ભાવ પીવાના પાણીની બોટલ કરતાં પણ સસ્તો થઈ ગયો છે. ક્રૂડના વર્તમાન ભાવ મુજબ એક લિટર ક્રૂડનો ભાવ 7 રૂપિયાની આસપાસ થાય જ્યારે આના કરતાં બમણાં ભાવે પાણી મળે છે.
વિશ્વમાં ક્રૂડઑઇલની સ્ટોરેજક્ષમતા હવે પૂરી થવા આવી છે, જેથી એવું લાગી રહ્યું છે કે વિશ્વભરના તેલઉત્પાદકોએ હજુ પણ ઉત્પાદન ઘટાડવું પડશે.
રિફાઇનરીઓ તેલને ગેસોલિન, ડીઝલ અને અન્ય ઉત્પાદનમાં ફેરવવા તૈયાર નથી કેમ કે ઘણી ઓછી ફ્લાઇટ્સ ઊડી રહી છે, આંતરરાષ્ટ્રીય વેપાર ઝડપથી ધીમો થઈ ગયો છે.
રાયસ્ટાડ ઍનર્જી, રિસર્ચ અને કન્સલ્ટિંગ ફર્મના ઑઇલબજારોના વિશ્લેષક લુઇસ ડિકસને જણાવ્યું હતું કે "વેપારીઓએ અટકળો, આશાઓ, ટ્વીટ્સ અને ઇચ્છાશક્તિ વિચારસરણીને આધારે ભાવ ઘટાડ્યા હતા. પરંતુ હવે તેમાં વાસ્તવિકતા લાગી રહી છે".
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ઑઇલની સંગ્રહક્ષમતા

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વમાં 8.3 અબજ બૅરલની સંગ્રહક્ષમતા છે જેમાથી 7.2 અબજ બૅરલ ઓન શોર અને બાકીનું ફ્લૉટિંગ વૅસલ્સમાં સંગ્રહાયેલું છે.
એક અહેવાલ મુજબ દુનિયામાં ઓન શોર સ્ટોરેજક્ષમતા 1.7 બિલિયન બેરલ છે, જ્યારે ઓન શોર અને ફ્લૉટિંગ મળીને કમ્બાઇન સ્ટોરેજ ક્ષમતા 7.2 છે.
VLCCs વેસલ્સમાં 1.8 બિલિયન બૅરલ જ્યારે સ્મૉલ સ્યુમેક્સ અને અફ્રામેક્સ વૅસલ્સની ક્ષમતા 4.6 બિલિયન બૅરલ છે. વિશ્વની આ ક્રૂડઑઇલ ક્ષમતાઓ અત્યારે ઉભરાઈ રહી છે એમ કહીએ તો અતિશયોક્તિ નથી.
ક્રૂડઑઇલ બાબતે દેશોની સંગ્રહક્ષમતામાં જોઈએ તો અમેરિકા આગળ છે.
યુનાઇટેડ સ્ટેટ્સ (635.0 મિલિયન બેરલ), ચીન (550.0 મિલિયન બેરલ), યુરોપના 28 દેશો (585.0 મિલિયન બેરલ), જાપાન (528 મિલિયન બેરલ) અને દક્ષિણ કોરિયા (214 મિલિયન બેરલ)ની સંગ્રહક્ષમતા ધરાવે છે.

ભંડારો છલકાઈ રહ્યા છે

ઇમેજ સ્રોત, Getty Images
આઈડીબી બૅન્કના મુખ્ય રોકાણઅધિકારી અને વૈશ્વિક વેલ્થ મૅનેજમૅન્ટના વડા ગ્રેગરી લીઓએ જણાવ્યું હતું કે, વિશ્વવ્યાપી શટડાઉનથી માગ નોંધપાત્ર રીતે ઓછી થઈ અને ક્રૂડઑઇલ સ્ટોર કરવા માટે જગ્યા નથી રહી.
વિશ્વમાં હાલનું તેલઉત્પાદન દરરોજ આશરે 90 મિલિયન બૅરલ છે, પરંતુ માગ ફક્ત 75 મિલિયન બૅરલ પ્રતિદિન છે.
ઑઇલમાં ફ્યૂચર કૉન્ટ્રેક્ટ 30 ડૉલર પ્રતિબૅરલ આ વર્ષમાં પૂરા થાય છે પરંતુ જો ઑઇલ ડિમાન્ડ અને સપ્લાયમાં ગરબડ થશે તો તેમના માટે આ સોદો નુકસાનીનો પુરવાર થશે.
વિશ્વની અગ્રિમ ખાનગી ઑઇલ કંપની કહે છે કે તેના બધા સ્ટોરેજ ભંડારો ક્રૂડઑઇલ અને રિફાઇન્ડ ફ્યૂઅલથી પૅક થઈ ગયા છે. કોવિડ-19ને કારણે લૉકડાઉનની અસર રહેશે ત્યાં સુધી આ સ્થિતિ જળવાઈ રહેશે.
કૅરેબિયન અને દક્ષિણ આફ્રિકામાં સ્ટોરેજ લગભગ સંપૂર્ણ રીતે ભરાઈ ગયા છે, અને અંગોલા, બ્રાઝિલ અને નાઇજીરિયામાં પણ થોડા દિવસોમાં ભરાઈ જશે.
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ
સંગ્રહખોરી

ઇમેજ સ્રોત, Getty Images
ગોલ્ડમૅન સાશના વિશ્લેષકોના જણાવ્યા અનુસાર એપ્રિલ 17, 2020 સુધીમાં કુશિંગ સ્ટોરેજ હબ 77% પૂર્ણ હોવાનું નોંધાયું હતું.
અમેરાકના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે, સરકાર સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ 75 મિલિયન બૅરલ રાખવા માગતી હતી, જે કટોકટી દરમિયાન બફર તરીકે ઉપયોગમાં લેવાય છે.
અમેરિકા પાસે અનામત લગભગ 635 મિલિયન બૅરલ તેલ છે અને તે 75 મિલિયન બૅરલ વધુ સંગ્રહવા માટે સજ્જ છે.
એક બાજુ તેલની માંગ ઘટી રહી હોવાને કારણે વિશ્વમાં તેલના સ્ટોરેજ કરતાં પ્રમુખ દેશો યુનાઇટેડ સ્ટેટ્સ, ચીન, યુરોપ, જાપાન અને દક્ષિણ કોરિયા, કૅનેડા પૂર્ણ ક્ષમતાએ તેનો સંગ્રહ કરી રહ્યા છે.
અમુક તેલ પૉર્ટના બાર્જ ઉપરથી વપરાઈ રહ્યું છે તો ઑઇલ ટ્રેડર્સ તેલના ભાવ ઘટતા હવે ઑઇલ ટૅન્કરોનો ઉપયોગ કરી રહ્યા છે.
અત્યારે 60 જેટલી વીએલસીસી ટૅન્કરોમાં 1.8 બિલિયન બેરલ તેલ સંગ્રહિત છે. જ્યારે સુપર ટૅન્કરોમાં 4.3 બિલિયન બેરલ તેલ સંગ્રહિત છે.
આમ WTIમાં બોલાયેલો ઐતિહાસિક કડાકાએ વેપારીઓને તેલનો સંગ્રહ કરવા તરફ દોર્યા છે.
કોરોનાની અસરમાંથી દેશો પણ ધીરે ધીરે બહાર આવશે તેની રાહ ઓઇલ ટ્રેડર્સ જોઈ રહ્યા છે. બજાર ખૂલતાં ઑઇલ માર્કેટ સુધરશે તેવી આશા છે.

- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે ક્લિક કરો


ઇમેજ સ્રોત, MohFW, GoI
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












