કોરોના વાઇરસ : શું ખાવું જેનાથી તમારા શરીરમાંથી વાઇરસ હારી જાય?

- લેેખક, જારિયા ગોવેટ
- પદ, બીબીસી ફ્યૂચર
કોરોના વાઇરસ મહામારી એટલે કે કોવિડ-19નો પ્રકોપ કઈ દવાથી ખતમ થશે? આ પ્રશ્નનો જવાબ શોધવા માટે સમગ્ર વિશ્વના શોધકર્તા મથી રહ્યા છે.
અત્યાર સુધી એક વાત સ્પષ્ટ છે કે જેમની રોગપ્રતિકારક શક્તિ મજબૂત છે તેમના પર કોવિડ-19નો હુમલો ઘાતક નથી નીવડતો. હવે માર્કેટ આ જ વાતને ચાવી ખાવામાં લાગ્યું છે.
રોગપ્રતિકારક ક્ષમતા વધારવાના કેટલાક ઉપાય મીડિયા અને સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.
આવું પહેલી વખત નથી થઈ રહ્યું. દરેક મહામારીના સમયમાં આવી વાતો થતી હોય છે.
1918માં જ્યારે સ્પેનિશ ફ્લૂ ફેલાઈ રહ્યો હતો ત્યારે પર આવી જ વાતો સાંભળવા મળી હતી અને 2020માં પણ આવું જ ચર્ચાઈ રહ્યું છે.
જોકે આ સો વર્ષોમાં મેડિકલ સાયન્સની દૃષ્ટિએ માનવે ઘણી પ્રગતિ કરી છે.
હાલમાં જ સોશિયલ મીડિયા પર એક અફવા વાઇરલ થઈ રહી છે. લોકો કહી રહ્યા છે કે વધારે ને વધારે હસ્તમૈથુન કરવાથી બ્લડસેલ વધે છે.
તથા વિટામિન-સી અને ઍન્ટી ઑક્સિડેન્ટ ધરાવતાં ફળો ખાવાની પણ સલાહ આપવામાં આવી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રોબાયોટિક્સ, ગ્રીન ટી અને લાલ મરચું ખાઈને તમારા શરીરમાં કોવિડ-19ને નબળો કરી શકાય એવું પણ કહેવામાં આવી રહ્યું છે.

- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાત કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે અહીં ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે અહીં ક્લિક કરો

જેટલી પ્રૉડક્ટ છે, તેટલી જ વાતો

ઇમેજ સ્રોત, ALAMY
રિસર્ચ પ્રમાણે સુપર ફૂડ બજાર દ્વારા ફેલાવવામાં આવતી એક ખોટી માન્યતા છે. વૈજ્ઞાનિક રિપોર્ટમાં તેના કોઈ પ્રમાણ નથી કે આનાથી પ્રતિકારક શક્તિ વધે છે.
અમેરિકાની યેલ યુનિવર્સિટીનાં ઇમ્યુનૉલોજિસ્ટ અકીકો ઇવાસાકીનું કહેવું છે કે રોગપ્રતિકારક શક્તિના ત્રણ ભાગ હોય છે- ત્વચા, શ્વસન માર્ગ અને મ્યુક્સ મેમ્બ્રેન.
આ ત્રણેય આપણા શરીરમાં કોઈ પણ પ્રકારનું સંક્રમણ થતું અટકાવે છે. જો કોઈ વાઇરસ આ ત્રણેય અવરોધકોને તોડીને શરીરમાં ઘૂસી જાય છે તો પછી અંદરની કોષિકાઓ સતર્ક થઈને વાઇરસ સામે લડવાનું શરૂ કરે છે.
જો તેનાથી કામ ન ચાલે તો પછી ઍડૉપ્ટિવ ઇમ્યુન સિસ્ટમ પોતાનું કામ શરૂ કરે છે. આમાં કોષિકા, પ્રોટીન સેલ અને ઍન્ટી બૉડી સામેલ છે.
શરીરની અંદર આ રોગપ્રતિકારક ક્ષમતા ઉજાગર થતા થોડા દિવસ અથવા અઠવાડિયાનો સમય લાગે છે. ઍડૉપ્ટિવ ઇમ્યુન સિસ્ટમ અમુક ખાસ પ્રકારના વિષાણુ સામે જ લડી શકે છે.
હળવી ખાંસી, શરદી, તાવ, માથાના દુખાવાનાં લક્ષણ કોઈ એક વાઇરસને કારણે નથી થતાં. પરંતુ આ આપણા શરીરની એક પ્રતિકારક ક્ષમતાનો ભાગ હોય છે જે આપણામાં જન્મના સમયથી રહેલી હોય છે.
કફ મારફતે બૅક્ટેરિયાને બહાર નીકળવામાં મદદ મળે છે.
તાવ શરીરમાં વાઇરસને વધતો રોકે છે. એવામાં જો કોઈના કહેવા પ્રમાણે રોગપ્રતિકારક શક્તિ વધારે તેવી વસ્તુઓનું સેવન કરવામાં આવે તો, તેનો અસલમાં શું ફાયદો થાય?

વિટામિન સપ્લિમૅન્ટનો ફાયદો કે નુકસાન?

ઇમેજ સ્રોત, Getty Images
મોટા ભાગે લોકો એવી આશા રાખીને મલ્ટિ વિટામિનના સપ્લિમૅન્ટ લેતા હોય કે તેમની રોગપ્રતિકારક શક્તિ વધશે.
રિસર્ચ પ્રમાણે જે લોકો પૂર્ણ રીતે સ્વસ્થ છે તેને આની જરૂર નથી.
વધુ સપ્લિમૅન્ટ લેવાની આદતનો શિકાર માત્ર સામાન્ય લોકો નથી હોતા, પરંતુ ખૂબ ભણેલા લોકો પણ આમાં ફસાઈ જતા હોય છે.
દાખલા તરીકે નોબલ પુરસ્કાર વિજેતા લાઇનસ પૉલિંગ શરદીથી લડવા માટે દરરોજ 18 હજાર મિલીગ્રામ વિટામિન સી લેતા થઈ ગયા, જે શરીરની જરૂરિયાતથી 300 ગણું વધારે હતું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
વિટામિન-સી, શરદીથી લડવા માટે થોડી જ મદદ કરી શકે છે. આને લઈને બજારે બહુ મોટી માયાજાળ પાથરી છે.
જાણકારોનું કહેવું છે કે વિકસિત દેશોમાં જે લોકો સંતુલિત ખોરાક લે છે, તેમને પોતાના ખોરાકમાંથી જ શરીર માટે પૂરતું વિટામિન-સી મળી રહે છે. ત્યારે વધારે પ્રમાણમાં વિટામિન-સી લેવાથી કિડનીમાં પથરીનો ખતરો હોય છે.
જાણકારો પ્રમાણે જ્યાં સુધી શરીરમાં કોઈ વિટામિનની કમી ન હોય, ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું સપ્લિમૅન્ટ લેવું હાનિકારક નીવડી શકે છે. માત્ર વિટામિન-ડીનું સપ્લિમૅન્ટ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

વિટામિન-ડી

ઇમેજ સ્રોત, Getty Images
અકીકા ઇવાસાકી પ્રમાણે અનેક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે વિટામિન-ડીની કમીથી શ્વાસ સંબંધી રોગ થવાની શક્યતા વધી જાય છે. તેની કમીથી ઑટો ઇમ્યુન બીમારી પણ થઈ શકે છે.
લોકોમાં વિટામિન-ડીની કમીની સમસ્યા માત્ર ગરીબ દેશોમાં નથી, પરંતુ પૈસાદાર દેશોમાં પણ એક ગંભીર સમસ્યા છે.
એક સ્ટડી મુજબ 2012 સુધી આખી દુનિયામાં ઓછામાં ઓછા દસ લાખ લોકો એવા હતા જેમનામાં વિટામિન-ડીની કમી હતી. વિટામિન-ડીની કમી એવા લોકોમાં વધારે હોય છે જે તડકાથી દૂર ઘરમાં વધારે સમય રહેતા હોય છે.

હસ્તમૈથુનથી લાભ?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
હસ્તમૈથુનને લઈને સમાજમાં સદીઓથી કેટલીક ગેરસમજણ રહી છે. કેટલાય સમય સુધી તેને બીમારીમાં ગણવામાં આવતું, પરંતુ મૉડર્ન રિસર્ચમાં તેના કેટલાક ફાયદા પણ ગણાવવામાં આવ્યા છે.
પરંતુ એ દાવો એકદમ ખોટો છે કે હસ્તમૈથુન કોવિડ-19થી બચવવામાં સક્ષમ છે. આવી જ રીતે ઍન્ટી ઑક્સિડન્ટ લેવાની પણ જરૂર નથી.
શરીરમાં વ્હાઇટ સેલ્સમાંથી વિષાક્ત ઑક્સિજન પદાર્થ નીકળે છે, જે બેધારી તલવારની જેમ કામ કરે છે.
એક તરફ તો આ શરીરમાં કોઈ બૅક્ટેરિયા અથવા વાઇરસને વધતા રોકે છે, તો બીજી તરફ સ્વસ્થ કોષિકાઓને ખતમ કરે છે અને રોગપ્રતિકારક ક્ષમતાને નબળી કરે છે. એટલે બધી કોષિકાઓને સ્વસ્થ રાખવા અને સુરક્ષિત રાખવા માટે ઍન્ટી ઑક્સિડન્ટની જરૂર હોય છે.
આ ઍન્ટી ઑક્સિડન્ટ ફળો અને શાકભાજીમાંથી મોટા પ્રમાણમાં મળી રહે છે. તેના માટે અલગથી સપ્લિમૅન્ટ લેવાની જરૂર નથી હોતી. ઍન્ટી ઑક્સિડન્ટ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં કટેલા મદદરૂપ છે તે વિશે રિસર્ચ ચાલી રહ્યું છે, પરંતુ તેનું પરિણામ હજી આવવાનું બાકી છે.
કેટલાક બૅક્ટેરિયા એવા હોય છે જે શરીરના મિત્ર ગણાય. આપણા સ્વાસ્થ્ય માટે તેમની બહુ જરૂર હોય છે. કેટલીક વખત શરીરમાં આ બૅક્ટેરિયાની કમી હોય છે. એટલે બજારમાંથી પ્રોબાયોટિક્સના સપ્લિમૅન્ટ લેવા પડે છે. સંકટના આ સમયમાં કેટલીક વેબસાઇટ દાવો કરે છે કે પ્રોબાયોટિક્સ કોવિડ-19 વિરુદ્ધ લડતમાં મદદરૂપ થાય છે.
આ તમામ દાવા ખોટા છે. આ દાવા પર કોઈ રિસર્ચમાં ઠોસ પુરાવા નથી મળ્યા.
હવે પ્રશ્ન છે કે આખરે કોવિડ-19થી કેવી રીતે બચવું. તેના માટે હાલ તો એ જરૂરી છે કે જેટલું બને સોશિયલ ડિસ્ટન્સિંગ અને સાફ-સફાઈનું ધ્યાન રાખવું.
સંતુલિત ખોરાક લેવો, નિયમિત વ્યાયામ કરવા. કોઈ પણ વૅલનેસ એક્સપર્ટની વાતોમાં આવીને પોતે પોતાના ડૉક્ટર ન બનશો. કોઈ મુશ્કેલી અનુભવાય તો તુરંત ડૉક્ટરની સલાહ લેવી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














