You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસના 100 દિવસ : પ્રતિમિનિટે એક મૃત્યુ અને 667 લોકોને સંક્રમણ
આજથી લગભગ 100 દિવસ અગાઉ દુનિયાને નવા કોરોના વાઇરસ વિશે જાણ થઈ હતી, જેને અત્યારે નોવલ કોરોના વાઇરસ કે કોવિડ-19 તરીકે ઓળખવામાં આવે છે.
તેની શરૂઆત ચીનથી થઈ અને 100 દિવસમાં તો જાણે કે દુનિયાની સ્થિતિ બદલાઈ ગઈ.
આ 100 દિવસમાં દુનિયામાં આ વાઇરસને કારણે 95,745 લોકોનાં મૃત્યુ થયા છે. આ આંકડાને જો પ્રતિદિવસ ગણીએ તો દુનિયામાં છેલ્લા 100 દિવસમાં દરરોજ સરેરાશ 957 લોકોનાં મૃત્યુ થયા.
વિશ્વ આરોગ્ય સંગઠનને કોરોના વાઇરસના 100 દિવસની પૃષ્ટિ કરી છે.
જીવન અને મરણ વચ્ચે પળ વારનું અંતર હોય છે એવું સામાન્ય રીતે લોકજીવનમાં માનવામાં આવે છે અને એ વાતને છેલ્લા 100 દિવસમાં કોરના વાઇરસ સાચી સાબિત કરી રહ્યો છે.
આંકડો સતત વધી રહ્યો છે 100 દિવસમાં દુનિયામાં થયેલા મૃત્યુને કલાકમાં ગણીએ તો પ્રતિકલાકે સરેરાશ 40 લોકોનાં મોત થયા છે.
આમ એક મિનિટમાં એક મૃત્યુની સરેરાશથી દુનિયા ખાસ દૂર નથી અને 16 લાખ લોકો દુનિયામાં સંક્રમિત છે.
સંક્રમણનો આંકડો જોઈએ છેલ્લા 100 દિવસમાં પ્રતિદિવસ 16028 લોકો સંક્રમિત થયા છે યાને પ્રત્યેક કલાકે 667 લોકો સંક્રમિત થયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાત કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે અહીં ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે અહીં ક્લિક કરો
નવ વર્ષનો આગલો દિવસ લઈને આવ્યો જગતમાં અંધારૂ
વિશ્વ આરોગ્ય સંસ્થા મુજબ 31 ડિસેમ્બરે 2019ના રોજ ચીનના વુહાન શહેરમાં ન્યુમોનિયા બહુ બધા કેસો સામે આવ્યા હતા.
ચીની સરકારે વિશ્વ આરોગ્ય સંગઠનને કોઈ અજ્ઞાત કારણોસર ન્યુમોનિયા થઈ રહ્યો હોવાની જાણ એ જ દિવસે કરી હતી.
પછી એ બીમારીને કોવિડ-19 નામ આપવામાં આવ્યું અને તેના વાઇરસને નોવલ કોરોના વાઇરસ કહેવામાં આવ્યો.
એ પછી તેનું સંક્રમણ આખી દુનિયામાં સતત ફેલાતું રહ્યું છે.
દુનિયાના મોટાભાગના દેશો તેની ઝપટમાં આવી ગયા છે અને સંક્રમણ તથા મૃત્યુનો આંકડો વધતો જ જાય છે.
100 દિવસ વીતવા છતાં ન તો તેને માટે કોઈ કારગર રસી વિકસાવી શકાઈ છે ન તો તેની કોઈ દવા મળી શકી છે. જોકે, એ દિશામાં અનેક પ્રયાસો અને પ્રયોગો થઈ રહ્યાં છે.
ગુરૂવારે વિશ્વ આરોગ્ય સંગઠનના નિદેશક ટેડ્રોસ પત્રકાર સમક્ષ આ 100 દિવસોને સીમાચિન્હરૂપ ગણાવ્યા છે.
એમણે કહ્યું કે, આ સંક્રમણને કારણે દુનિયાની અર્થવ્યવસ્થા ખરાબ રીતે પ્રભાવિત થઈ છે અને સંક્રમિત દેશોનું સામાજિક માળખુ પણ ડગમગી ગયું છે.
એમણે કહ્યું કે આ મહામારી ફક્ત આરોગ્ય સમસ્યાથી ઘણી વધારે છે અને તેને ઉકેલવા માટે સમગ્ર સરકારી તંત્ર અને પૂરી સામાજિક પ્રતિક્રિયાની જરૂરિયાત છે.
ટેડ્રોસે કહ્યું કે આ 100 દિવસોમાં આપણે જોયું કે ધનિક દેશો પણ એનાથી બચી નથી શક્યા અને એમને પણ નુકસાન થયું છે.
100 દિવસની મહત્ત્વપૂર્ણ તારીખો
- 31 ડિસેમ્બર 2019 : ચીને અજ્ઞાત કારણોસર ન્યુમોનિયાના કેસો બાબતે વિશ્વ આરોગ્ય સંગઠનને જાણ કરી.
- 11 જાન્યુઆરી 2020 : ચીને પોતાને ત્યાં કોવિડ-19ને કારણે પ્રથમ મૃત્યુની જાણકારી આપી.
- 12 જાન્યુઆરી 2020 : ચીને કોવિડ-19નું જિનેટિક સિકવન્સ સાર્વજનિક કર્યું.
- 13 જાન્યુઆરી 2020 : ચીનની બહાર કોવિડ-19નો પહેલો કેસ સામે આવ્યો. ચીનથી આ વાઇરસ થાઇલૅન્ડ પહોંચ્યો અને પછી દુનિયાના અન્ય ભાગોમાં આગળ વધતો ગયો.
- 23 જાન્યુઆરી 2020 : ચીનના વુહાન શહેરમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું.
- 30 જાન્યુઆરી 2020 : વિશ્વ આરોગ્ય સંગઠને અધિકૃત રીતે કોવિડ-19ને સ્વાસ્થ્ય કટોકટી જાહેર કર્યો.
- 30 જાન્યુઆરી 2020 : ભારતમાં કોરોના વાઇરસના પહેલા કેસની પૃષ્ટિ થઈ હતી. એ વિદ્યાર્થી કેરળના હતા અને વુહાન યુનિવર્સિટીથી પરત ફર્યા હતા.
- 7 ફેબ્રુઆરી 2020: ચીનના ડૉક્ટર લી વેન્લિયાંગનું કોરોના વાઇરસને કારણે મૃત્યુ થયું. એમણે દુનિયાને આ વાઇરસ વિશે ચેતવણી આપવાની કોશિશ કરી હતી અને વાઇરસને કારણે જ એમનું મૃત્યુ થયું.
- 22 ફ્રેબ્રુઆરી 2020 : ઇટાલીમાં કોરોના વાઇરસને કારણે પ્રથમ મૃત્યુ થયું અને ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ લાગુ કરવામાં આવ્યું.
- 11 માર્ચ 2020 : વિશ્વ આરોગ્ય સંગઠને કોરોના વાઇરસને મહામારી ઘોષિત કરી.
- 8 એપ્રિલ 2020 : ચીનના વુહાન શહેરમાંથી લૉકડાઉન ખતમ કરવામાં આવ્યું.
- 10 એપ્રિલ 2020 : દુનિયાભરમાં 16 લાખ લોકો સંક્રમિત છે અને 95, 745 લોકોનાં મૃત્યુ થયા છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો