પાકિસ્તાનનું એ શહેર જ્યાં નવરાત્રીમાં હિંદુ-મુસ્લિમ સાથે ગરબે ઘૂમ્યા

આખા વિશ્વમાં હિંદુઓ દર વર્ષે નવરાત્રીનો તહેવાર બુરાઈ પર સારપની જીતની યાદ સ્વરૂપે મનાવવામાં આવે છે.
આ વર્ષે પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાચીમાં એ સમયે આ ધાર્મિક સૌહાર્દની ઝલક જોવા મળી જ્યારે નવરાત્રિ દરમિયાન હિંદુઓની સાથે મુસ્લિમો પણ સામેલ થયા.
મુસ્લિમોએ હિંદુઓ સાથે ડાંડિયા, ગરબા અને પૂજામાં પણ ભાગ લીધો.
હિંદુ પરંપરા પ્રમાણે આ તહેવાર બુરાઈ પર સારપની જીતની યાદ અપાવે છે અને કદાચ એટલે જ કરાચીમાં ધાર્મિક સૌહાર્દ મારફતે સારપની જીતનો પેગામ ફેલાવવામાં આવ્યો.
પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરના વિસ્તાર શારદાનું નામ હિંદુ માન્યતા પ્રમાણે 'શારદાદેવી'ના નામ સાથે જોડાયેલું છે, જેમને જ્ઞાન અને કળાની દેવી માનવામાં આવે છે અને તેમને સરસ્વતી દેવી પણ કહેવાય છે.

આ ઉજવણીનાં દૃશ્યો જુઓ તસવીરોમાં




તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો








