You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શ્રીલંકામાં બ્લાસ્ટના એક અઠવાડિયા બાદ શું છે સ્થિતિ? જુઓ તસવીરોમાં
શ્રીલંકામાં ગયા અઠવાડિયે થયેલા બ્લાસ્ટમાં 253 લોકોનાં મૃત્યુ થયાં હતાં. ઉગ્રવાદીઓએ આઠ જગ્યાઓને નિશાન બનાવી હતી.
આ બ્લાસ્ટ્સ સવારે 8.30થી 9.15 વચ્ચે કોલંબાના કોચ્ચિકાદુ સેંટ એંટોની ચર્ચ, નોગોમ્બો, શાંગરી લા હોટલ, કિંગ્સબરી સ્ટાર હોટલ, શિનામન ગ્રાંડ સ્ટાર હોટલ અને બટ્ટિકાલોઆમાં થયા હતા.
ત્યારબાદ એ જ દિવસે બપોરે બે વાગ્યે કોલંબોના દેહીવાલા અને ડેમાટાગોડા વિસ્તારમાં બ્લાસ્ટ થયા હતા.
આ સમગ્ર ઘટનામં આશરે 500 લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં 10 ભારતીયો સામેલ હતા, એ પૈકી 5 જનતા દળ (સેક્યુલર) પાર્ટીના કર્ણાટકના કાર્યકરો હતા.
આ પાંચ કાર્યકરો લોકસભા ચૂંટણી બાદ રજાઓ માણવા માટે શ્રીલંકા ગયા હતા.
હુમલાના ત્રણ દિવસ બાદ ઇસ્લામિક સ્ટેટે તેમના મીડિયા પોર્ટલ 'અમાક' પર આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી, પણ તેની પુષ્ટિ કરી શકાતી નથી કેમ કે, સામાન્ય રીતે ઇસ્લામિક સ્ટેટ હુમલા પછી તરત જ હુમલાખોરોની તસવીરો જાહેર કરીને કબૂલાત કરે છે.
તમે આ વાંચ્યું કે નહીં?
આ વાતનો કોઈ પુરાવો નથી કે શ્રીલંકા હુમલાના ત્રણ દિવસ બાદ આઈએસ દ્વારા કરાયેલો દાવાને સાચો ગણી શકીએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિસ્ફોટો પછીની તપાસ દરમિયાન અનેલ લોકોની ધરપકડ કરાઈ હતી.
શ્રીલંકામાં એક શોધખોળ દરમિયાન થયેલા બ્લાસ્ટ બાદ 6 બાળકો સહિત 15 લોકોના મૃતદેહો મળ્યા છે.
પોલીસનું કહેવું છે કે કેટલાક શંકાસ્પદ ઇસ્લામિક ઉગ્રવાદીઓના ઠેકાણા પર શોધખોળ દરમિયાન આ મૃતદેહો મળી આવ્યા હતા.
પોલીસનું એવું પણ કહેવું છે કે મૃતકોમાં શંકાસ્પદ ઉગ્રવાદીઓના પરિવારની ત્રણ મહિલાઓ પણ સામેલ છે. અહીંના સ્થાનિક લોકો કહે છે કે તેમણે પહેલાં એક ધડાકો સંભળાયો અને પછી ગોળીઓનો અવાજ સંભળાયો.
આ ધડાકો બાટિકાલોઆ નજીક અંપારા સૅનથમારુથૂના ઘરમાં થયો. પોલીસ પ્રવક્તા પ્રમાણે આ પૈકી છ આત્મઘાતી હુમલાખોરો હોવાનું જાણવા મળે છે. વિસ્તારમાં શોધખોળ કરાઈ રહી છે.
અત્યાર સુધી કુલ 80 લોકોની અટકાયત કરાઈ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો