નેપાળમાં વાવાઝોડાને કારણે 30 લોકોનાં મૃત્યુ, 600 લોકો ઘાયલ

વાવાઝોડાને કારણે બેઘર બનેલા લોકો

નેપાળના દક્ષિણ વિસ્તારમાં વાવાઝોડાને કારણે 30 લોકોનાં મૃત્યુ અને 600 લોકો ઘાયલ થયાં છે.

નેપાળના ગૃહ મંત્રાલય દ્વારા જણાવ્યા અનુસાર રવિવારે સાંજે આવેલા તોફાનને કારણે બદારા અને પરસા જિલ્લો પ્રભાવિત થયો છે.

આ કુદરતી આફત બાદ સરકારે તાત્કાલિક ધોરણે મદદ પહોંચાડવાનું શરૂ કર્યું છે.

ગૃહ મંત્રાલયના પ્રવક્તા રામ કૃષ્ણા સુબેદી અનુસાર ચાર ટ્રકમાં સૈનિકોને જરૂરી સામાન સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલી દેવામાં આવ્યા છે.

સુબેદીએ એવું પણ જણાવ્યું છે કે ઈજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

line

ત્રણ લાખની સહાયની જાહેરાત

વાવાઝોડાને કારણે માટોપાયે તબાહી

બીબીસી નેપાળી સેવા સાથેની વાતચીતમાં સુબેદીએ કહ્યું કે પીડિતોની મદદ માટે સૈન્ય હેલિકૉપ્ટરની મદદ પણ તૈયાર છે.

નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ રવિવારે રાત્રે 10.37 વાગે આ અંગે ટ્વીટ કરતા જણાવ્યું હતું કે 25 લોકોનાં મૃત્યુ અને 4 હજાર લોકો ઈજાગ્રસ્ત થવું આંચકાસમાન છે.

ચીફ જસ્ટિસ ઑફ સ્ટેટ દિપેન્દ્ર ઝાકા મુજબ ભાલુ, ભાવલિયા અને ફાટા સૌથી પ્રભાવિત થયા છે.

આ વાવઝોડાને કારણે હજારો લોકો બેઘર બન્યાં છે.

ગંભીર રીતે ઘાયલ થયેલા સાત લોકોને રાજધાની કાંઠમાંડૂ ખસેડવામાં આવ્યા છે.

રાજય સરકારે જીવ ગુમાનનારા લોકોના પરિવારને ત્રણ લાખની સહાયની જાહેરાત કરી છે અને ઘાયલ લોકોની તમામ સારવારની ખાતરી આપી છે.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો