પાકિસ્તાન વિરુદ્ધ ભારતની ત્રીજી ઍર સ્ટ્રાઇક કઈ હતી?

ઇમેજ સ્રોત, RAJNATH SINGH @FACEBOOK
ભારતના કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહે કર્ણાટકના મેંગલોર ખાતે એક રેલીને સંબોધન કરતા કહ્યું કે ભારતે, પાકિસ્તાન પર બે નહીં પરંતુ ત્રણ ઍર સ્ટ્રાઇક કરી છે.
તેમણે કહ્યું, "છેલ્લા પાંચ વર્ષમાં સરહદ પાર જઈને અમે સફળ ઍર સ્ટ્રાઇક કરી છે. હું તમને બે અંગે જાણકારી આપીશ પરંતુ ત્રીજી સ્ટ્રાઇક અંગે નહીં જણાવું."
પ્રથમ ઍર સ્ટ્રાઇક તરફ ઇશારો કરતા સિંહે કહ્યું, "ઉરીમાં ઉગ્રવાદીઓએ રાત્રે હુમલો કરીને આપણા 17 જવાનોની હત્યા કરી હતી. ત્યારબાદ જે થયું તે અંગે તમે સૌ કોઈ જાણો છો."
સિંહે બીજી સ્ટ્રાઇક અંગે વાત કરતા કહ્યું, "પુલવામા હુમલા બાદ બીજી ઍર સ્ટ્રાઇક કરવામાં આવી હતી. ત્રીજી અંગે હું તમને નહીં જણાવું."
રાજનાથ સિંહની સભાના થોડા કલાકો બાદ યૂપીના ગ્રેટર નોઇડા ખાતે વડા પ્રધાન મોદીએ એક રેલીની સંબોધન કરતા બે ઍર સ્ટ્રાઇકનો ઉલ્લેખ કર્યો હતો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ઉલ્લેખનીય છે કે શનિવારના રોજ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે શનિવારે એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું, "પાકિસ્તાને પત્રકારોને એ જગ્યાએ ન જવા દીધા, એ જ દર્શાવે છે પાકિસ્તાન ઘણું છુપાવે છે."
તેમણે કહ્યું કે ભારતના હવાઈ હુમલાએ પોતાનું નિર્ધારિત લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. જોકે, તેમણે એ ન જણાવ્યું કે આ હુમલાથી ઉગ્રવાદીઓને કેટલું નુકસાન થયું છે.
જે જગ્યાએ હુમલો કરવાનો ભારત દાવો કરી રહ્યું છે, તે મદરેસા સુધી પાકિસ્તાને ન્યૂઝ ઍજન્સી રોઈટર્સના પત્રકારોને સુરક્ષાના કારણોસર જતાં અટકાવ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

તમે આ વાંચ્યું કે નહીં?

રવીશ કુમારે એમ પણ કહ્યું હતું કે ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનનું એફ-16 વિમાન પણ તોડી પાડ્યું છે.
26 ફેબ્રુઆરીએ ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં ઉગ્રવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના કૅમ્પ પર હુમલો કર્યો હતો.
ભારતનુ કહેવું છે કે હુમલો સફળ રહ્યો. જ્યારે પાકિસ્તાન કહે છે કે આ હુમલામાં અમુક વૃક્ષોને નુકસાન સિવાય બીજું કોઈ નુકસાન થયું નથી.
ત્યારબાદ પાકિસ્તાની વાયુ સેનાએ ભારતીય વાયુ સેનામાં પ્રવેશ કર્યો હતો. ત્યારે પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેમણે બે ભારતીય વિમાન તોડી પાડ્યા છે.
ભારતનું કહેવું છે કે એ દિવસે પાકિસ્તાનનું પણ એક વિમાન પડ્યું હતું.

પાકિસ્તાન પર જૂઠાણું ચલાવવાનો આક્ષેપ

ઇમેજ સ્રોત, Reuters
રવીશ કુમારે કહ્યું, "પાકિસ્તાન એ દિવસના ઘટનાક્રમ અંગે સતત જૂઠું બોલી રહ્યું છે. ભારતને માત્ર એક વિમાનનું નુકસાન થયું છે."
"જો પાકિસ્તાન પાસે બીજા વિમાનના તોડી પાડવાનો વીડિયો છે તો તેને આંતરરાષ્ટ્રિય મીડિયા સમક્ષ કેમ નથી મુકતું. અમારી પાસ એ બાબતનો પુરાવો છે કે પાકિસ્તાને એફ-16 વિમાનનો ઉપયોગ કર્યો હતો અને વિંગ કમાંડર અભિનંદનને એ વિમાનને તોડી પાડ્યું હતું."
તેમણે કહ્યું, "પાકિસ્તાને એ જણાવવું જોઈએ કે તેમનું એફ-16 વિમાન તોડી પડાયું તેનો તેઓ સ્વીકાર કેમ નથી કરી શકતા."
"અમે અમેરિકાને પણ કહ્યું છે કે તેઓ આ બાબતની તપાસ કરે અને ભારત વિરુદ્ધ એફ-16ની ઉપયોગમાં વેંચાણની કોઈ શરતનું ઉલ્લંઘન થયું છે કે નહીં."
રવીશ કુમારે કહ્યું, "પુલવામા હુમલા પછી આંતરરષ્ટ્રિય સંઘ ભારત સાથે ઊભો છે. તેમજ પાકિસ્તાનને ઉગ્રવાદી સમૂહો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે."


તેમણે કહ્યું કે આ દુઃખદ બાબત છે પાકિસ્તાન હજુ પણ જૈશ-એ-મોહમ્મદનો બચાવ કરે છે.
રવીશ કુમારે કહ્યું, "શું પાકિસ્તાન જૈશ-એ-મોહમ્મદના પ્રવક્તા તરીકે કામ કરે છે?"
પાકિસ્તાને હજુ સુઘી જૈશ-એ-મોહમ્મદ કે અન્ય ઉગ્રવાદી સમૂહો વિરુદ્ધ કોઈ નક્કર પગલાં લીધાં નથી. પાકિસ્તાનમાં આ સમૂહોના કૅમ્પ ચાલી રહ્યા છે. તેમજ આ વાત પાકિસ્તાનની અંદર ને બહાર જાહેર છે.
આંતરાષ્ટ્રીય જૂથની માગ બાદ પાકિસ્તાને આ ઉગ્રવાદી જૂથો પર કાર્યવાહીનીની વાત કરી છે.

ઇમેજ સ્રોત, Reuters
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાન આ ઉગ્રવાદી સમૂહો પર પ્રતિબંધ મુકી દેશે. એવું કહેવામાં આવે છે કે કેટલાક મદરેસા અને સંસ્થાઓ પર પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ આવું પહેલાં પણ થઈ ચુક્યું છે.
મુંબઈ હુમલા અને સંસદ પર હુમલા બાદ પણ આ પ્રકારે વિવિધ સંસ્થાઓ પર પ્રતિબંધના દાવા કરવામાં આવ્યા હતા.
રવીશ કુમારે કહ્યું કે, "પાકિસ્તાનની આ કાર્યવાહી કાગળ પર જ રહે છે. પાકિસ્તાને હજુ સુધી આપણી ચિંતા ઓછી થાય એવું એક પણ પગલું લીધું નથી."
તેમણે કહ્યું, "જો આ નવું પાકિસ્તાન હોય અને નવા વિચારો હોય તો આતંકવાદી જૂથો પર નવા પગલાં પણ લેવા જોઈએ."
પુલવામાના ઉગ્રવાદી હુમલામાં બારતના 40થી વધુ સુરક્ષા દલોના જવાનોનાં મૃત્યુ અને ત્યારબાદ પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવ ખૂબ વધી ગયો. યુદ્ધ જેવી સ્થિતી સર્જાઈ હતી.
પરંતુ હવે બંને દેશો વચ્ચે રાજકીય સંબંધો સામાન્ય થઈ રહ્યા છે. ભારત અને પાકિસ્તાન બંને ફરી રાજદૂતોને મોકલી રહ્યા છે.

આપને આ પણ વાચવું ગમશે

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












