શું તમે જાણો છો, મગજ દોડાવવું પડે તેવું કામ સવારે કરવું જોઈએ કે સાંજે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વિલિયમ પાર્ક
- પદ, બીબીસી કૅપિટલ
પરીક્ષા માટે વહેલી સવારે ઊઠીને વાંચો. માતાપિતા સામાન્ય રીતે પોતાનાં બાળકોને આવી સલાહ આપતાં હોય છે.
શું આ વાતમાં તથ્ય છે? પરોઢે ઊઠીને વાંચવું સમજદારીનું કામ છે?
આપણું મગજ ચોક્કસ ઢબે ચાલતું કોઈ સચોટ મશીન નથી. દિવસના વિવિધ ભાગમાં તેની પ્રતિક્રિયા એક જેવી હોતી નથી.
ભોજન બાદ એકાગ્રતા ઘટે છે તે કદાચ તમે અનુભવ્યું હશે.
બપોરના ભોજન બાદ આવતી આળસની સરખામણીમાં આપણા શરીરની રાસાયણિક પ્રતિક્રિયાઓમાં ઘણી વધઘટ જોવા મળતી હોય છે.
સવાલ એ છે કે શું આપણે એ સંકેતોને કેવી રીતે ઓળખી શકીએ કે આપણા મગજમાં ફેરફાર થઈ રહ્યો છે?
જો તમને ખબર પડી જાય કે ક્યારે તમારું મગજ એની સર્વોત્તમ કાર્યક્ષમતા પૂરી પાડે છે તો શું તમારા દિવસની અલગ યોજના બનાવશો?
શરીરના રાસાયણિક ફેરફારો તરફ ધ્યાન આપીને શું તમે તમારા મગજને વધારે સતેજ બનાવી શકો છો ખરા?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

સવારનાં તણાવવાળાં કામ

ઇમેજ સ્રોત, Getty Images
સવારે ઊઠીને કામ કરવામાં તમને મુશ્કેલી પડતી હોય તો તમારી જાતને એ માટે મજબૂર ન કરો.
કેટલાક જાણીતા બિઝનેસ લીડર અને ફિટનેશપ્રેમી સેલિબ્રિટીઝની સલાહ અનુસાર એ જરૂરી નથી કે જો તમે તમારી સૂવાની ઢબમાં ફેરફાર કરશો તો તમારા પ્રદર્શનમાં સુધારો આવશે જ.
તેમ છતાં સવારનો સમય દિવસનો મહત્ત્વપૂર્ણ સમય છે.
જાપાનના શ્રમિકો પર કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સવારે આપણે તણાવભર્યાં કામો વધારે સારી રીતે કરી શકીએ છીએ.
અભ્યાસ માટે શ્રમિકોને ઊઠ્યા બાદ બેથી દસ કલાકમાં તણાવમાંથી પસાર થવાનું કહેવામાં આવ્યું હતું.
જાણવાનો હેતુ એ હતો તેઓ કામની શરૂઆતના તેને કરવા માગતા હતા અથવા તો દિવસના અંતમાં.

લાંબા સમય સુધી તણાવમાં રહેવું ખતરનાક

ઇમેજ સ્રોત, Getty Images
અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે સવારના પરીક્ષણ બાદ કર્મચારીઓમાં કાર્ટિસોલનું સ્તર ઘણું વધી ગયું હતું, પણ સાંજે પરીક્ષણ કર્યું તો આવું બન્યું નહોતું.
જાપાનની હોક્કાઇડો યુનિવર્સિટીના પ્રોફેસર યુઝિરો યામાનાકા જણાવે છે:
"કાર્ટિસોલ આપણા શરીરના રક્ષણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. લડો કે છટકી જાવ, આ માટે પ્રેરણા આપતો આ મહત્ત્વનો હૉર્મોન છે."
કાર્ટિસોલ રિલીઝ ના થાય તો શરીરમાં આ પ્રક્રિયા યોગ્ય રીતે થતી નથી. આ હૉર્મોન રક્તચાપને નિયંત્રિત કરે છે અને લોહીમાં શર્કરાના સ્તરને પણ વધારે છે.
એ ખાતરી આપે છે કે જો તમે તણાવમાં છો તો ગભરાઈ ના જાવ, તમારું મગજ સચેત રહે અને કશું કરવા માટે તમારામાં ઊર્જા જળવાઈ રહે.
આ હૉર્મોન તણાવપૂર્ણ ઘટના બાદ તમારામાં સંતુલન સ્થાપિત કરે છે. તણાવયુક્ત સવાર બાદ તમે સામાન્ય બનવામાં સક્ષમ બની જાવ છો.
જો આ સાંજે બને તો તમારા મગજમાં ચાલતું જ રહે.
દિવસના બીજા ભાગમાં જો વારંવાર તણાવપૂર્ણ ઘટના બનતી રહે તો મેદસ્વિતા, ટાઇપ-2 પ્રકારનો ડાયાબિટીસ અને હતાશા જેવા રોગ થઈ શકે છે.
યામાનાકા જણાવે છે , "જો તમે સાંજે તણાવથી બચી શકો તો સવારે તણાવયુક્ત કામ સારી રીતે કરી શકો છો."

સાંજે કેવી રીતે કરશો સારું પ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images
શરૂઆતમાં બની શકે છે કે મદદરૂપ બનવા સવારે કાર્ટિસોલનું સ્તર વધારે હોય.
મૈડ્રિડની કમ્પ્લૂટેન્સ યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક ક્રિસ્ટિના ઇસ્ક્રિબાનો જણાવે છે, "બધા જ લોકો સવારના સમયે વધારે પ્રભાવશાળી હોઈ શકતા નથી."
"જે ઊઠે તે મેળવે અને સૂવે તે ગુમાવે" જેવી કહેવતો દર્શાવે છે કે સવારનું આપણા જીવનમાં શું મહત્ત્વ છે. એટલે જે લોકો સવારમાં કામ કરવું પસંદ કરે છે, તેઓ ફાયદામાં રહે છે.
સવાર કે સાંજની વ્યક્તિ હોવું ઘણી બાબતો પર અસર કરે છે. જેમ કે ઉંમર, જાતિ અને પર્યાવરણ વગેરે.
સવારે ઊઠ્યા બાદ આપણું શરીર આપણને આખા દિવસના તણાવ માટે તૈયાર કરી દે છે. માટે આનો મહત્તમ લાભ મેળવી લેવો જોઈએ.
કેટલાંક કામો ગતિ અને લય સાધવા માટે આપણા શરીરને સમય લાગતો હોય છે.
કેટલાંક સામાન્ય કામો જેવા કે, માનસિક અંકગણિત શરીરના તાપમાન સાથે જોડાયેલું હોય છે. તાપમાન જેટલું વધારે પ્રદર્શન એટલું ઉમદા.

ગણિતનું શારીરિક તાપમાન સાથે કનેક્શન

ઇમેજ સ્રોત, Getty Images
સામાન્ય રીતે સાંજ પહેલાં આપણું શરીર વધારે ગરમ રહેતું હોય છે એટલે જરૂરી છે કે સામાન્ય માનસિક કામો એ વખતે કરવામાં આવે.
દરરોજનો આપણો લય શરીરની અંદરની ઘડિયાળ પર આધાર રાખે છે. વહેલા કે મોડા ઊઠવાની આપણી આદતથી આ લય પર ઘણી ઓછી અસર પડે છે.
પોલૅન્ડની વારસા યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક કોનરાડ જાનકોવ્સ્કી જણાવે છે :
"સવારના લોકોમાં આ ગરમી જલદી આવી જાય છે અને સાંજના લોકોમાં આ મોડેથી આવે છે, પણ આમાં કોઈ વધારે અંતર હોતું નથી. માત્ર થોડા કલાકોનો જ ફેર પડે છે."
શરીર ગરમ હોય તો સેરેબ્રલ કૉર્ટેક્સમાં મેટાબૉલિક હિલચાલ વધી જાય છે. આનાથી જાણકારી આપતી પ્રક્રિયાઓમાં પણ વધારો થાય છે.
જાનકોવ્સ્કી જણાવે છે, "કેટલાક અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે મગજનું તાપમાન સિનેપ્ટિક ટ્રાન્સમિશન સાથે જોડાયેલું છે."
"કૃત્રિમ રીતે શરીરનું તાપમાન વધારવાથી પણ પ્રદર્શન સુધરે છે, પણ આવું 37 ડિગ્રી સેલ્સિયસ કરતા થોડું ઉપર સુધી જ જળવાઈ શકે છે."
"ઊકળતું મગજ બરાબર કામ કરી શકતું નથી."
જાનકોવ્સ્કી જણાવે છે કે ઊંઘ, સતર્કતા, યાદશક્તિ અને કસરતનો લય પણ શરીરના તાપમાન સાથે જ સંકળાયેલો છે. એનો અર્થ એ નથી કે તાપમાન આ બધા પર પ્રભાવ પાડે છે.
"શરીરની બાયૉલૉજી-ક્લૉક (ઘડિયાળ) તાપમાન અને શરીરના અન્ય કાર્યોને પ્રભાવિત કરે છે."
"એટલે તાપમાન પ્રૉફાઇલને આધારે આપણે આપણું પ્રદર્શન સુધારી શકીએ છીએ."
જેમ કે સવારે તાપમાન ઓછું હોય, ત્યારે ઊંઘ વધારે આવે છે અને સતર્કતા ઓછી હોય છે. એ વખતે દુર્ઘટના થવાનું જોખમ વધી જાય છે.

સમય પર ઊંઘો

ઇમેજ સ્રોત, Getty Images
વધારે અટપટાં કામો માટે તમારા માટે કયો સમય યોગ્ય છે એ વાત એના પર આધારિત છે કે તમે કેવી વ્યક્તિ છો?
સવારપ્રિય કે સાંજપ્રિય, એનો અર્થ કે તમને કયો સમય અનુકૂળ છે.
સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે શિડ્યુલથી (રોજિંદી ક્રિયાઓ) વિચલિત ન થાવ. એની ઉમદા રીત છે સમયસર સૂવો અને ઊઠો.
જાનકોવ્સ્કી જણાવે છે, "વાસ્તવિક જીવનમાં જે લોકો જટિલ કામ કરતા હોય છે, તેમણે વિચલિત થવાથી અળગા રહેવાની જરૂર છે."
"તેઓ એ કલાકોમાં કામ કરતા હોય છે, જ્યારે દુનિયા સૂતી હોય છે."
"સવારના લોકો માટે પરોઢનો સમય હોય છે, જ્યારે બધા સૂતા હોય છે. સાંજના લોકો માટે બધા સૂઈ જવા બાદનો સમય હોય છે."
પ્રેઝન્ટેશન કે કોઈ ઘર્ષણનો નિવેડો લાવવા જેવાં તણાવયુક્ત કામો પૂર્ણ કરવાં માટે સવારને પ્રાથમિકતા આપવી જોઈએ.
ત્યારબાદ જાતને સમાયોજિત કરવા માટેનો સમય મળી રહેતો હોય છે.
સાંજે મગજ દોડાવનારાં કામો કરવામાં મદદ મળે છે, અહીં પરિસ્થિતિ પ્રમાણે ફેરફાર પણ જરૂરી છે.
તારણ એ છે કે દિવસનાં કામો માટે મગજને તૈયાર કરવાની ઉમદા રીત, તમે પથારીમાં જાવ ત્યારથી માંડી ત્યાંથી ઊઠો એના પરથી નક્કી થાય છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













