You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
129 ભારતીય વિદ્યાર્થીઓને સકંજામાં લેનારી બનાવટી યુનિવર્સિટી અમેરિકાએ શા માટે બનાવી?
ભારતે, અમેરિકામાં નકલી યુનિવર્સિટીમાં નામ દાખલ કરાવવા સંબંધે 129 ભારતીયોની ધરપકડના મુદ્દે રાજનૈતિક વિરોધ નોંધાવ્યો છે.
અમેરિકાના મિશિગન રાજ્યમાં 'યુનિવર્સિટી ઑફ ફાર્મિંગ્ટન'ની જાહેરાત આપવામાં આવી હતી. આ યુનિવર્સિટીને અમેરિકન સુરક્ષાદળોના છૂપા એજન્ટો ચલાવી રહ્યા હતા કે જેથી પૈસાને બદલે ગેરકાયદેસર પ્રવાસની ઇચ્છા રાખતા લોકોને પકડી શકાય.
અમેરિકન અધિકારીઓએ જણાવ્યું હતું કે જેમણે પણ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો તેમને એટલી તો જાણ હતી કે આ ગેરકાયદેર હોઈ શકે છે.
જોકે, ભારતીય અધિકારીઓનું કહેવું છે કે બની શકે કે ભારતીય વિદ્યાર્થી છેતરપિંડીનો ભોગ બન્યા હોય.
શનિવારે ભારતીય વિદેશ મંત્રાલયે આ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો અને વિદ્યાર્થીઓને કાયદાકીય મદદ પૂરી પાડવાની માગ કરી હતી.
ભારતીય વિદેશ મંત્રાલયે પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું, "અમને એ ચિંતા છે કે ભારતીયો સાથે યોગ્ય વ્યવહાર કરવામાં આવે અને એમના સુધી અમે પહોંચી શકીએ, જેથી એમને કાયદાકીય મદદ પૂરી પાડી શકાય."
કેવી રીતે સકંજામાં આવી ગયા ભારતીય વિદ્યાર્થી?
આ નકલી યુનિવર્સિટી 2015થી ચલાવવામાં આવી રહી હતી.
અમેરિકન મીડિયાનું કહેવું છે કે યુનિવર્સિટી એ વિદેશી નાગરિકોને આકર્ષિત કરવા માટે હતી કે જેઓ 'અમેરિકન સ્ટુડન્ટ વિઝા' પર ત્યાં પહોંચતા હતા અને અમેરિકામાં જ રહી જવા માગતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ યુનિવર્સિટી માટે એક વેબસાઈટ પણ હતી. આ વેબસાઈટ પર વર્ગખંડ અને લાઇબ્રેરીમાં બેઠેલા વિદ્યાર્થીઓની તસવીર પણ મૂકવામાં આવી હતી .
તેમાં કૅમ્પસમાં અરસ-પરસ વાતચીત કરતા વિદ્યાર્થીઓની તસવીર પણ મૂકવામાં આવી હતી.
આપને આ પણ વાંચવું ગમશે
જાહેરાતમાં જણાવવામાં આવ્યું હતું કે અંડર ગ્રૅજ્યુએટ માટે એક વર્ષની ફી 8,500 ડૉલર(છ લાખ સાત હજાર રૂપિયા) અનેગ્રૅજ્યુએશન માટે 11,000 ડૉલર(7 લાખ 86 હજાર રૂપિયા) છે.
આ યુનિવર્સિટીનું એક નકલી ફેસબુક પેજ પણ છે. જોકે, ગયા અઠવાડિયે કોર્ટ તરફથી જે દસ્તાવેજો જાહેર કરાયા, એમાંથી જાણવા મળે છે કે યુનિવર્સિટીમાં કામ કરનારા લોકો અમેરિકાના 'ઇમિગ્રેશન અને કસ્ટમ ઍન્ફોર્સમેન્ટ એજન્સી' (આઈસીઆઈ)ના અન્ડર કવર( છૂપા) એજન્ટ હતા.
મિશિગનના ડેટ્રૉઇટમાં એક બિઝનેસ પાર્ક આ યુનિવર્સિટીનું કૅમ્પસ છે.
ગુનેગાર કોણ છે?
મિશિગનના ડિસ્ટ્રિક કોર્ટમાં જે આરોપનામું દાખલ કરવામાં આવ્યું છે એમાં જણાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓને ખબર જ હતી કે આ બધુ બનાવટી જ છે.
કેસ દાખલ કરનારાઓનું કહેવું છે કે યુનિવર્સિટીનો ઉપયોગ નાણાંને બદલે અમેરિકામાં રહેવા દેવાની છૂટ મળે તે માટેની સ્કીમ તરીકે કરવામાં આવ્યો હતો.
આ સ્કીમ એવા લાકોની તપાસ કરવા માટે હતી કે જે અમેરિકામાં કાયદેસર રીતે આવે છે પણ અહીં
રહેવા અને કામ કરવા માટે ખોટી રીતે વધારે સમય સુધી રોકાવાનો પ્રયાસ કરતા હોય છે.
આ મુદ્દે 130 વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી 129 ભારતીય છે.
'ડિટ્રૉઇટ ફ્રી પ્રેસ'ના એક અહેવાલામાં જણાવવામાં આવ્યું છે કે આ લોકોની ગત બુધવારે 'સિવિલ ઇમિગ્રેશન'ના આરોપસર ધરપકડ કરવામાં આવી છે.
જો તેઓ ગુનેગાર જણાશે તો એમને દેશનિકાલની સજા કરવામાં આવશે. એમ કહેવામાં આવી રહ્યું છે કે આઠ લોકો પર યુનિવર્સિટીમાં દાખલો અપાવવામાં મદદ કરવાનો આરોપ છે.
ફાયદા માટે વિઝા-છેતરપિંડી કરવા બદલ આ આરોપ લગાવાય છે.
ભારતનો તર્ક શું છે?
ભારતનું કહેવું છે કે બની શકે છે કે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થઈ હોય.
ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે તેમણે અમેરિકાને આખા મુદ્દે વિસ્તૃત જાણકારી પૂરી પાડવા આગ્રહ કર્યો છે.
અમેરિકામાં કેટલાક ઇમિગ્રેશન વકીલોનું કહેવું છે કે ઘણી વખતે નિર્દોષ વિદેશીઓ પણ સરકારે પાથરેલી આવી જાળમાં ફસાઈ જતા હોય છે.
એટલાન્ટાના ઇમિગ્રેશન અટર્ની રવિ મન્નાને ડિટ્રૉઇટ ફ્રી પ્રેસને જણાવ્યું છે કે આ પ્રકારની સ્ટિંગમાં એવા વચનો આપવામાં આવે છે કે લોકો ફસાઇ જતા હોય છે.
વૉશિંગટનમાં આવેલા ભારતીય દૂતાવાસે આ મુદ્દે એક હેલ્પલાઇન નંબર આપ્યો છે, જેના પર ફોન કરી વિદ્યાર્થીઓના કુટુંબીજનો પોતાની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
નવી દિલ્હીમાં આવેલા અમેરિકન દૂતાવાસે પણ આ વાતને સમર્થન આપ્યું છે કે ભારતે આ મુદ્દે વિરોધ નોંધાવ્યો છે.
આપને આ પણ વાંચવું ગમશે
જોકે, એમના તરફથી કરાયેલી પુષ્ટિ સિવાય અન્ય કોઈ જાણકારી પ્રાપ્ત થઈ શકી નથી.
પ્રવાસીઓ પર કડક અમેરિકા અમેરિકાના ઇમિગ્રેશન સાથે જોડાયેલા અધિકારીઓએ હાલના વર્ષોમાં ગેરકાયદેસર પ્રવાસીઓની જાણકારી મેળવવા માટે ઘણી વ્યૂહરચના અમલી બનાવી છે.
2016માં ઓબામાના શાસનકાળમાં ઉત્તરી ન્યૂ જર્સીમાં પણ એક નકલી યુનિવર્સિટી બનાવવામાં આવી હતી.
એમાં કુલ 21 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. એમાંથીમોટા ભાગના લોકો ભારત અને ચીનના હતા.
ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ ગેરકાયદેસર આવતા પ્રવાસીઓ પર સકંજો વધી ગયો છે.
ગયા વર્ષે બે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી અને આઈસીઈ અધિકારીઓએ લગભગ 300 લોકોની ધરપકડ કરી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો