પ્રમુખ ટ્રમ્પની USઅમેરિકામાં રાષ્ટ્રીય કટોકટી લાદવાની ચીમકી

ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકામાં શટડાઉનને પગલે સરકારી કામકાજ આંશિક રુપે બંધ થયાને બે અઠવાડિયા થઈ ગયાં છે અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જો સરકાર અનેક વર્ષો સુધી ઠપ રહેતી હોય તો પણ તેઓ તૈયાર છે.

ટોચના ડેમોક્રેટ્સ નેતાઓ સાથેની મુલાકાત બાદ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા અને મેક્સિકો અને અમેરિકાની વચ્ચે દીવાલ બનાવવા માટે કૉંગ્રેસને નજરઅંદાજ કરીને રાષ્ટ્રીય કટોકટી પણ જાહેર કરી શકે છે.

ટ્રમ્પે ભારપૂર્વક એવું કહ્યું કે જ્યાં સુધી દીવાલ માટે ભંડોળ નથી મળતું ત્યાં સુધી તેઓ એક પણ બિલ પર સહી નહીં કરે.

ડેમોક્રેટિક પાર્ટી આ દીવાલ માટે ભંડોળ મંજૂર કરવાની વિરુદ્ધ છે.

આ અવરોધને લીધે આશરે 8 લાખ સરકારી કર્મચારીઓન ગત 22 ડિસેમ્બરથી વેતન નથી ચૂકવાયું.

આ મામલાને ઉકેલવા માટે વ્હાઇટ હાઉસમાં શુક્રવારે બેઠક મળી હતી.

બેઠકની અંગે રિપબ્લિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે શરુઆતમાં હકારાત્મક વાત કરી હતી અને પાછળથી તેને ખૂબ નકારાત્મક બતાવી હતી.

પાછળથી ટ્રમ્પે એક પત્રકારના સવાલ પર કહ્યું કે એમણે ધમકી આપી છે કે જરુર પડી તો તેઓ સરકારી એજન્સીઓને અનેક વર્ષો સુધી ઠપ રાખવા માટે પણ તૈયાર છે.

line

શું છે ટ્રમ્પનું વલણ?

ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

ફેડરલ શટ ડાઉન યાને સરકારી કામકાજ ઠપ થઈ ગયાની આ સ્થિતિ લાંબો સમય સુધી ચાલું રહેવા દેવાની ધમકી અંગે કરવામાં આવેલા સવાલ ટ્રમ્પે કહ્યું, "મે એવું કહ્યું, ખરેખર એવું કહ્યું. મને નથી લાગતું કે એવું થાય પણ જો એવું થશે તો હું એના માટે તૈયાર છું."

"હું જે કરી રહ્યો છું એના પર મને ગર્વ છે. હું આને કામકાજ ઠપ એવું નથી માનતો. હું માનું છું કે આ એવું કામ છે જે દેશની સુરક્ષા અને ફાયદા માટે જરુરી છે."

ટ્રમ્પને એવું પણ પૂછવામાં આવ્યું કે શું તેઓએ ભંડોળની અનુમતિ માટે કૉંગ્રેસને બાયપાસ કરીને રાષ્ટ્રપતિ તરીકેના કટોકટીના અધિકારોનો ઉપયોગ કરવા અંગે વિચાર કર્યો છે? આ સવાલનો જવાબ એમણે "હા"માં આપ્યો હતો.

"હું એવું કરી શકું છું. અમે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી શકીએ છીએ. આ કામ કરવાનો એક બીજો રસ્તો છે."

પ્રતિનિધિ સભાનાં સ્પીકર નૅન્સી પેલોસીએ કહ્યું કે અવરોધ ઉકેલવાની શુક્રવારની બેઠક "વિવાદાસ્પદ" રહી છે.

સેનેટમાં ડેમોક્રેટિક નેતા ચક શૂમરે પત્રકારોને કહ્યું કે રાષ્ટ્રપતિને અમે કહ્યું, "અમે સરકારનું કામકાજ શરું થઈ જાય એમ ઇચ્છીએ છીએ પણ એમણે વિરોધ કર્યો."

શૂમરે ટ્રમ્પને લઈને કહ્યું, "એમણે તો એમ કહ્યું કે તેઓ લાંબા સમય સુધી સરકારનું કામકાજ ઠપ રાખશે, મહિનાઓ કે વર્ષો સુધી."

સરકારી કામકાજ ઠપ થવાને પગલે વ્હાઇટ હાઉસ અને ટોચના ડેમોક્રેટ નેતાઓ વચ્ચે આ અઠવાડિયાની શરુઆતમાં બેઠક થઈ હતી.

હવે સેનેટમાં ડેમોક્રેટ્સ બહુમતીમાં છે અને એમણે ગુરુવારે સરકારનું કામકાજ શરું કરવા માટેના ખર્ચા સંબંધિત ખરડાઓ પસાર કરી દીધા છે.

આ ખરડાઓમાં 8 ફેબ્રુઆરી સુધી કામકાજ ચલાવવા માટે 1.3 અરબ ડોલરનું સરહદી સુરક્ષા ભંડોળ પણ સામેલ છે.

જોકે, જ્યાં સુધી આ ખરડાઓ રિપબ્લિકન બહુમતીવાળી સેનેટમાં પસાર ન થાય ત્યાં સુધી તે લાગુ ન થઈ શકે.

લાઇન
લાઇન

ઉકેલની દિશા શું છે?

વ્હાઇટ હાઉશ

ઇમેજ સ્રોત, Getty Images

આ મામલો હાલ તો ઉકેલાતો નથી દેખાઈ રહ્યો પણ એનો સંભવિત ઉકેલ શું હોઈ શકે છે એ અંગે વૉશિંગ્ટન સ્થિત બીબીસી સંવાદદાતા એંથની જર્ચરની સલાહ કંઈક આવી છે:

આંશિક રીતે સરાકારી કામકાજ ઠપ થયાને બે અઠવાડિયા થઈ ગયાં છે.

નૅન્સી પેલોસી સરહદ પર દીવાલ બનાવવાને અનૈતિક કહે છે અને ટ્રમ્પ જ્યાં સુધી દીવાલ માટે ભંડોળ ન મળે ત્યાં સુધી કોઈ સહી નહીં કરે એમ કહે છે.

કેટલાક લોકો આ સરકારી કામકાજ ઠપની સ્થિતિ કેટલાક મહિનાઓ સુધી ખેંચાઈ શકે છે એમ માને છે.

જોકે, આ અરબો-ખરબો ડોલર માટેની લડાઈથી વધારે છે, ખરેખર તો આ રાજનૈતિક મામલો છે.

એક તો સરકારી કર્મચારીઓને વેતન નથી મળી રહ્યું અને ઉપરથી ઇન્કમ ટેક્સ ફાઈલ કરવા પર અમેરિકનોને રિફંડ ન મળે એવી નોબત પણ આવી શકે છે. આનાથી સરકારી કર્મચારીઓ અને સામાન્ય લોકોમાં નારાજગી વધી શકે છે.

ક્યારેક તો સમજૂતી તો કરવી જ પડશે પણ એકે પક્ષની એમાં હારેલો નજર ન આવે એવું સમાધાન કંઈક એવું નીકળી શકે.

એવું ત્યારે શક્ય છે જ્યારે સરહદની સુરક્ષા અને વાડ લગાવવા માટે ભંડોળ મંજૂર કરવામાં આવે પણ કૉંક્રિટની દીવાલ માટે નહીં. આની સામે ડેમોક્રેટ્સને એ આશ્વાસન આપવામાં આવે ક જે લોકો બાળપણમાં ગેરકાયદે અમેરિકા આવ્યા છે એમને સામાન્ય દરજ્જો આપવામાં આવશે.

આ રીતે બેઉ પક્ષો જીતનો દાવો કરી શકશે અને બેઉ એક રીતે યોગ્ય પણ હશે. જોકે, બેઉ પક્ષો આ લડાઈને લાંબી ખેંચવા માટે ઉત્સુક જણાઈ રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો