મેહુલ ચોક્સીએ ભારતનો પાસપોર્ટ સરેન્ડર કરી દીધો છે ત્યારે જાણો પાસપોર્ટની રસપ્રદ વાતો

પાસપોર્ટ વિદેશ યાત્રા માટે એક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે. ઘણા લોકો માટે આ બહુ મુશ્કેલીથી મેળવેલો કિંમતી દસ્તાવેજ છે.

પણ તમે કેટલી વખત તપાસ્યું છે કે આપનો પાસપોર્ટ યાત્રા કરવા માટે માન્ય છે કે નહીં?

વિદેશ યાત્રા માટે આપણને ક્યારે અને કઈ પ્રકારે એક વિશેષ દસ્તાવેજની જરૂર પડી, એની પાછળ પણ એક રસપ્રદ કહાણી છે.

1. યુનાઇટેડ કિંગ્ડમનાં મહારાણી પાસે પાસપોર્ટ નથી

મહારાણી એલિઝાબૅથ દ્વિતીયને પાસપોર્ટ રાખવાની જરૂરત નથી કારણ કે બ્રિટનના બાકી નાગરિકોને તેઓ જ પાસપોર્ટ આપે છે.

એટલે તેમણે જાતે જ પાસપોર્ટ રાખવાની જરૂર નથી. જોકે, તેમની પાસે ગોપનીય દસ્તાવેજો છે.

મહારાણીના દૂત વિશ્વભરમાં આ દસ્તાવેજો પહોંચાડવાના પ્રભારી હોય છે. આ દસ્તાવેજ પાસપોર્ટની સમાન હોય છે.

કહેવાય છે કે આવા માત્ર 15 જ દસ્તાવેજ છે.

2. સ્કેન્ડિનેવિયાનો પાસપોર્ટ

યૂરોપના ઉત્તરી ભાગને સ્કેન્ડિનેવિયા કહેવાય છે.

આ વિસ્તાર ઉત્તર ધ્રુવની નજીક છે એટલે બહુ જ ઠંડો રહે છે.

અહીંયા ઘણાં એવાં ભૌગોલિક દૃશ્યો જોવા મળી જાય છે જે વિશ્વમાં બીજે ક્યાંય જોવા નહીં મળે.

તમે આ વાંચ્યું કે નહીં?

આવો જ એક નજારો છે નૉર્ધન લાઇટ્સ. બરફની ચાદર પર સૂર્યનો પ્રકાશ પડે ત્યારબાદ જે દૃશ્ય ઉત્પન્ન થાય તે બહુ દુર્લભ તથા આકર્ષક હોય છે.

આ નજારાને આ દેશોના પાસપોર્ટની ડિઝાઇન સાથે જોડેલી છે.

જો તમે સ્કેન્ડિનેવિયાનો પાસપોર્ટ ને અલ્ટ્રા વાયોલેટ પ્રકાશમાં મૂકો તો કાગળ પર નૉર્ધન લાઇટ્સની આકૃતિ ઉપસી આવે છે.

3. પ્રથમ વખત પાસપોર્ટનો બાઇબલ ઉલ્લેખ

એવું નથી કે પાસપોર્ટ માત્ર ગત 100 વર્ષોથી જ શરૂ થયા છે.

નેહેમિયાહના પુસ્તકમાં આ વાતનો ઉલ્લેખ છે કે ફારસના રાજા આર્થરજેક્સીઝ પ્રથમે એક અધિકારીને પત્ર આપ્યો, જેનાથી તેમને સંપૂર્ણ જૂડિયામાં યાત્રા કરવાનો અધિકાર મળી ગયો હતો.

4. પ્રથમ વિશ્વ યુદ્ધ બાદ પાસપોર્ટ પર તસવીરનું ચલણ શરૂ થયું

જર્મની માટે કામ કરી રહેલાં એક જાસૂસના નકલી પાસપોર્ટની મદદથી બ્રિટેનમાં પ્રવેશ મેળવ્યો હતો.

આ ઘટના બાદ પ્રથમ વિશ્વ યુદ્ધ પછી પાસપોર્ટ પર તસવીર લગાવવી અનિવાર્ય કરી દેવામાં આવી હતી.

5. વજન ઓછું થઈ ગયું? નવો પાસપોર્ટ બનાવો

અમેરિકામાં જો તમારૂં વજન તદ્દન ઘટી કે પછી વધી જાય, કે તમે ચેહરાની સર્જરી કરાવો, અથવા તમે ચેહરા પર ટૈટૂ ચિત્રાવો કે હટાવો, તો તમારે અનિવાર્ય રૂપે નવો પાસપોર્ટ બનાવો પડે.

6. પાસપોર્ટ પર પારિવારિક તસવીર માન્ય ગણાતી

શરૂઆતના દિવસોમાં પાસપોર્ટ પર તમારી મનગમતી તસવીર લગાડવાની પરવાનગી આપવામાં આવતી હતી. પાસપોર્ટમાં સમૂહમાં પારિવારિક તસવીર પણ લગાવવી માન્ય હતી.

7. પાસપોર્ટની અવધિ પૂર્ણ થાય તેના છ મહીના પહેલાં નવો બનાવવો

આપની યાત્રા શરૂ કરતા પહેલાં પાસપોર્ટને લઈને કોઈ પણ જોખમ લેવું નહીં.

ઘણા દેશોમાં નિર્દેશ આપવામાં આવ્યા છે કે તેમાં પ્રવેશ કર્યાંના 90 દિવસ બાદ સુધીની તારીખ સુધી તમારો પાસપોર્ટ માન્ય રહેવો જોઈએ.

યૂરોપના મોટા ભાગના દેશોમાં આ નિયમ લાગુ કરવામાં આવ્યા છે.

સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમારે છ મહીનાની સમયાસીમાનું પાલન કરવું જોઈએ.

ચીન, ઇન્ડોનેશિયા, રશિયા, સાઉદી અરબ તથા અન્ય દેશોમાં પણ આ નિયમ લાગુ છે.

આ દેશોમાં થી પાછા ફરવાની સ્થિતિમાં કોઈ મુશ્કેલી ન આવે આવી સ્થિતિથી બચવા માટે આ નિયમ બનાવવામાં આવ્યો છે.

8. ક્વીન્સલૅન્ડથી ઑસ્ટ્રેલિયા જવા માટે પાસપોર્ટની જરૂરત નથી

જો આપ ક્વીન્સલૅન્ડના રસ્તે ઑસ્ટ્રેલિયામાં પ્રવેશ કરવા જઈ રહ્યા હો તો તમારે પાસપોર્ટની જરૂર નથી.

જોકે, આ કામ આટલું સહેલું નથી કારણ કે આ નિયમ ત્યારે જ માન્ય રહેશે જ્યારે તમે પાપુઆ ન્યૂ ગિનીના વિશેષ તટીય ગામોમાંથી કોઈ એકના નિવાસ હો.

પાપુઆ ન્યૂ ગિનીની આઝાદી બાદ એક સંધિ પ્રમાણે એવા લોકોને વિના પાસપોર્ટ પ્રવેશ કરવાની વિશેષ સુવિધા આપવામાં આવી હતી.

આપને આ પણ વાંચવું ગમશે

9. વેટિકનનું ઇમિગ્રેશન પર નિયંત્રણ નથી

વેટિકનની પાસે ઇમિગ્રેશન પર નિયંત્રણ નથી આ નિયંત્રણ પોપ વેટિકનની પાસે હોય છે જે પાસપોર્ટ નંબર 1 અધિકારી ગણાય છે.

10. અમેરીકાના ઘણા નાગરિકો પાસે પાસપોર્ટ નથી

અમેરિકી વિદેશ વિભાગ પ્રમાણે અમેરીકામાં લગભગ 32 કરોડ નાગરિકો છે, જેમાં લગભગ 12 કરોડ નાગરિકો પાસે જ પાસપોર્ટ છે.

11. અહીંયા પાસપોર્ટ વેંચાય

ટૉંગામાં એક સમયે 20 હજાર કરોડ ડૉલરની કીંમતે પાસપોર્ટ વેંચાતા હતા.

કહેવાય છે કે પૉલિનેશિયાના આ સંપ્રભુ દેશના દિવંગર રાજા તૌફા આહાતુપુ ચતુર્થે દેશની કમાણી વધારવા માટે ગેર-નાગરિકોને ટૉંગાના પાસપોર્ટ વેંચ્યા હતા.

12. ફિનલૅન્ડ તથા સ્લોવેનિયાના પાસપોર્ટમાં બને છે તસવીરો

જો તમે ઍરપોર્ટ પર બોર થઈ રહ્યા હો અને તમારી પાસે ફિનલૅન્ડ અથવા સ્લૉવેનિયાનો પાસપોર્ટ છે, તો તમે થોડું મનોરંજન કરી શકો છો.

તમારો પાસપોર્ટના પાનાઓ આગળ ફેરવો તો તેની રીતે જ મૂવિંગ ઇમેજ દેખાય છે.

13. નિકારાગુઆના પાસપોર્ટ વધારે સુરક્ષિત

નિકારાગુઆના પાસપોર્ટમાં સુરક્ષાની 89 વિશેષતાઓ છે.

આમાં હોલૉગ્રામ તથા વૉટરમાર્ક પણ છે.

પરિણામ સ્વરૂપે, આ દુનિયાનો સૌથી સુરક્ષિત પાસપોર્ટ માનવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો