'હું સ્નેપચેટ પર અશ્લીલ વીડિયો વેચીને પૈસા કમાઉ છું'

જોડી કાર્નૉલ
    • લેેખક, જેમ્સ વોટરહાઉસ અને ક્રિસ્ટી ગ્રાન્ટ
    • પદ, બીબીસી વિક્ટોરિયા ડર્બીશાયર પ્રોગ્રામ

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ 'સ્નેપચેટ'નો ઉપયોગ ઑનલાઇન તસવીરો અને વીડિયોને વેચવા માટે થઈ રહ્યો છે. આ વાતનો ખુલાસો બીબીસીના વિક્ટોરિયા ડર્બીશાયર પ્રોગ્રામમાં થયો.

26 વર્ષનાં જોડી કાર્નૉલ મહિનામાં આ રીતે ચાર હજાર પાઉન્ડ (અંદાજે ત્રણ લાખ રૂપિયાથી વધુ) કમાઈ લે છે.

જોકે, આ કમાણીનો ગેરફાયદો એ છે કે તેમને લોકોના ધિક્કારનો સામનો કરવો પડે છે.

જોડી આ બાબતને સંપૂર્ણપણે એક બિઝનેસ માને છે. તેમના મતે લોકો જેવી રીતે અન્ય કામ કરે છે તેવી જ રીતે તેઓ પણ આ પ્રકારનું કામ કરે છે.

જોડીના મતે તેઓ એક 'સ્નેપચેટ પ્રિમિયમ ગર્લ' છે.

line

પૈસા માટે સેક્યુઅલ વીડિયોનો વેપાર

જોડી કાર્નૉલ

જોડી તેમના સબસ્ક્રાઇબર્સને સ્નેપચેટ ઍપ મારફતે અશ્લીલ તસવીરો અને વીડિયો મોકલે છે. આ માટે તેઓ એક મહિનાના 20થી 200 પાઉન્ડ વસૂલે છે.

સ્નેપચેટની નજરે જ્યારે આવું કન્ટેન્ટ સામે આવ્યું ત્યારે તેમણે તેના પર પ્રતિબંધ લાદી દીધો પરંતુ જોડી વર્ષ 2016થી આવું કરી રહ્યાં હતાં.

જોડી તેમની સુવિધા અંગે ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર પ્રચાર કરે છે.

તેઓ કોઈ પણ વ્યક્તિને સુવિધા આપતાં પહેલાં તેમનાં એકાઉન્ટ્સની સંપૂર્ણ જાણકારી મેળવે છે.

આમ છતાં તેમને લોકોની અશ્લીલ ટિપ્પણીનો સામનો કરવો પડે છે.

જોડી કહે છે, "જ્યારે લોકો મને વેશ્યા કહે છે, ત્યારે મને ખૂબ જ દુ:ખ થાય છે."

વિક્ટોરિયા ડર્બીશાયર પ્રોગ્રામની વચ્ચે જ જોડીને એક મૅસેજ આવ્યો જેમાં લખ્યું હતું, "તું સુંદર છે પરંતુ આવી રીતે તારા શરીરની તસવીરો વેચવાથી શરમ આવવી જોઈએ. આ દુનિયામાં નૈતિકતા જેવું કંઈ નથી."

જોડી કહે છે, "આવા પ્રકારના મૅસેજ મને દિવસ દરમિયાન દર અડધી કલાકે મળે છે."

"ધારો કે મારા મિત્રો આજે મને કહે કે તારી ફિલ્મનું કામ કેવું ચાલે છે ત્યારે તેમને જવાબ આપવા માટે મારી પાસે કંઈ નહીં હોય."

જોડીનું કહેવું છે કે તેઓ હવે તેમની સ્નેપચેટ પ્રોફાઇલ પર વધુ ધ્યાન આપી રહ્યાં છે કારણ કે તેમના 40થી વધુ સબસ્કાઇબર્સમાં તસવીરો અને વીડિયોની માગ વધી રહી છે.

તેમના વીડિયોમાં કપડાં ઉતારવાથી લઈને હસ્તમૈથુનનો સમાવેશ થાય છે.

વકીલોનું કહેવું છે કે 18 વર્ષની નીચેની વયનાં માટે આ કન્ટેન્ટ પ્રતિબંધિત હોવાથી તેઓ કોઈપણ જાતના કાયદાનું ઉલ્લંઘન નથી કરી રહ્યાં.

વિક્ટોરિયા ડર્બીશાયર પ્રોગ્રામમાં જાણવા મળ્યું કે તમામ સોશિયલ મીડિયા સાઇટે 'પ્રિમિયમ સ્નેપચેટ'ને લગતા તમામ હેશટેગને બ્લૉક કરી દીધા છે.

સ્નેપચેટનું કહેવું છે કે તેઓ પોર્નોગ્રાફિક કન્ટેન્ટને આગળ વધતા રોકવા પ્રતિબદ્ધ છે.

એક નિવેદનમાં સ્નેપચેટ કહે છે, "જ્યારે પણ અમને જાણ થાય છે કે અમારા પ્લૅટફૉર્મનો ઉપયોગ અશ્લીલ વસ્તુના પ્રસાર માટે થઈ રહ્યો છે, અમે તેવા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લાદી દઈએ છીએ."

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન
line

અશ્લીલ કૉમેન્ટ્સ

જોડીના મતે સ્નેપચેટ પૈસા કમાવવા માટે સુરક્ષિત વાતાવરણ પૂરું પાડે છે. કારણ કે તેમાં ગ્રાહકને મળવાનું હોતું નથી.

તેઓ કહે છે, "લોકો મને મળવા માટે હજારો પાઉન્ડ ઑફર કરે છે પરંતુ હું તેમને ના કહી દઉં છું."

જોડીનું માનવું છે કે આ કાર્યને લઈને તેમના અંગત જીવનમાં અસર થઈ રહી છે.

તેઓ કહે છે, "જ્યારે પણ હું કોઈ યુવકને મારા કામ અંગે જણાવું છું ત્યારે તેઓ મારી સાથે સંબંધ રાખવાની ના પાડી દે છે."

જે લોકો મહિનાના 200 પાઉન્ડ ચૂકવે છે જોડી તેમને પોતાની તસવીરો અને વીડિયો તેમના ફોનમાં સેવ કરવાની પરવાનગી આપે છે."

આ બાબતનો ગેરફાયદો એ છે કે જોડી આ તસવીરો કે વીડિયો પરનો કાબૂ ગુમાવી દે છે.

ત્યારબાદ આ સામગ્રીનો ઉપયોગ ખરાબ રીતે પણ થઈ શકે છે.

લાઇન
લાઇન
line

ભવિષ્ય પર અસર

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

રિવેન્જ પોર્ન હેલ્પલાઇનની સ્થાપના કરનારાં લૉરા હિંગિસનું માનવું છે કે આ અંગે સુરક્ષાના વધુ પગલાં લેવાની જરૂરિયાત છે.

તેઓ કહે છે, "જોડી જેવા અનેક લોકોની ફરિયાદ અમને આવે છે."

"ઑનલાઇન અશ્લીલ સામગ્રી વેચ્યા બાદ તેમને બ્લેક-મેઇલ કરવામાં આવી રહ્યા છે તેવી ઘણી ફરિયાદો અમને મળે છે."

"આ સામગ્રીનો ઉપયોગ અન્ય લોકો પોતાના અંગત લાભ માટે કરે છે."

કલ્ચર, મીડિયા એન્ડ સ્પોર્ટ્સના ડિજિટલ વિભાગના પ્રવક્તા જણાવે છે, "ઑનલાઇન પ્લૅટફૉર્મને વય મર્યાદાને ધ્યાનમાં રાખીને પોતાની સુવિધા આપવાની જરૂર છે."

"ટેક કંપનીઓ, બાળકો સાથે જોડાયેલી ચૅરિટીઓ અને અન્ય સ્ટેકહોલ્ડર્સ સાથે કામ કરતા હોવાથી અમે નવા કાયદા બનાવવાનું વિચારી રહ્યા છે. જેથી કરીને ઑનલાઇનના ક્ષેત્રે યૂકેને દુનિયામાં સૌથી સુરક્ષિત બનાવી શકાય."

જોડીનું કહેવું છે કે જ્યાં સુધી તેમને યોગ્ય લાગશે ત્યાં સુધી તેઓ સ્નેપચેટ પર આ કામ કરતાં રહેશે.

આ કામ કરવાથી તેઓ સારા પૈસા કમાય છે અને તેમનું જીવનધોરણ પણ ઘણું સુધર્યું છે. પરંતુ આ કામની ખરાબ બાજુ પણ છે.

જોડી કહે છે, "અશ્લીલ ટિપ્પણીઓને કારણે ક્યારેક તમને તમારા પર ઘૃણા આવે છે."

"લોકો મારી સાથે ક્યારેય સારી રીતે વાત નથી કરતા. તેઓ કહે છે કે 'તારા સ્તન બતાવ, અમારે તને આંતરવસ્ત્રમાં જોવી છે અથવા તો તું બહું ગંદી છે.'"

"ક્યારેક મને આવી વાતોનું ખૂબ જ ખરાબ લાગે છે અને હું રડું પણ છું."

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો