ભારતને લઈને કઈ હોડમાં છે સાઉદી અરેબિયા અને ઈરાન

ઇમેજ સ્રોત, AFP
- લેેખક, ઉમીદ શુકરી
- પદ, ઊર્જા મામલાના નિષ્ણાંત, બીબીસી ગુજરાતી માટે
આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીના આંકડા અનુસાર ઊર્જા વાપરવાના મુદ્દે ભારત અને ચીન વિશ્વના સૌથી મોટા દેશોમાં સ્થાન ધરાવે છે.
ભારત પોતાનાં તેલ અને ગૅસની માંગ માટે વિવિધ સ્રોતની આપૂર્તિની નીતિ પર ચાલે છે અને આ આંતરરાષ્ટ્રીય રણનીતિનો એક પ્રાથમિક ભાગ રહ્યો છે.
ઈરાન અને સાઉદી અરેબિયા તેલ અને ગૅસનો ભંડાર ધરાવતા બે દેશો છે. આ બન્ને ભારતને તેલનો પુરવઠો પૂરો પાડે છે.
આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીના આંકડા અનુસાર ભારત, ઈરાનના તેલનો બીજો સૌથી મોટો ખરીદદાર છે.
વર્ષ 2017માં ભારતે દરરોજ 2,79,000 બેરલ તેલ ઈરાન પાસેથી આયાત કર્યું હતું.
આ જ રીતે વર્ષ 2018ના પ્રથમ છ મહિનામાં ભારતે સાઉદી અરેબિયા પાસેથી દરરોજ 3,57,000 બેરલ તેલ આયાત કર્યું છે.

ભારતનું બજાર

ઇમેજ સ્રોત, AFP
ઈરાને પોતાના અણુ કરાર બાદ વિદેશી કંપનીઓને પોતાના તેલ અને ગૅસના ક્ષેત્રમાં રોકાણ માટે આમંત્રણ આપ્યું છે.
ભારતીય કંપનીઓએ પણ ફર્ઝાદ-બી સાથે સહિયારી રીતે રોકાણની ઇચ્છા વ્યક્ત કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતના બજારો યથાવત્ રાખવા, ઈરાને આવનારાં વર્ષોમાં તેલની સપ્લાય પર ચૂકવવી પડતી કિંમતને દૂર કરી દીધી હતી.
આ જ રીતે ઈરાન ભારતીય ખરીદદારોને ખાસ છૂટ આપવા અંગે પણ વિચાર કરવા માંડ્યું અને પુષ્ટિ વગરના એક સમાચાર અનુસાર તે ભારતનાં તેલ ટૅન્કરોને વીમાની સુવિધા પણ આપવા માંગતું હતું.
એટલે કે ભારતમાં તેલના બજારો બચાવી રાખવા માટેના આ બધા ઈરાનના પ્રયાસો હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

ભારતીય ઉપમહાદ્વીપના બજારોમાં પોતાનો પગ જમાવી રાખવા માટે સાઉદી અરેબિયા એક વ્યાપક ઍજન્ડાના રૂપે કામ કરી રહ્યું છે.
સાઉદી અરેબિયા, પોતાના વિદેશી રોકાણ માટેના 500 બિલિયન ડૉલરના ભંડોળનો એક ઘણો મોટો ભાગ ભારત માટે ફાળવી રાખ્યો છે.
રિયાધ અને તહેરાન વચ્ચે ક્ષેત્રીય તણાવને કારણે સાઉદી અરબ ,એવા પ્રયાસો કરી રહ્યું છે કે ભારતના ઊર્જા બજારોમાં ઈરાનની ભાગીદારી ઓછી જ રહે.
આ માટે સાઉદી અરેબિયા, ભારતના ઊર્જા માળખામાં રોકાણનો રસ્તો પસંદ કર્યો છે.
ભારતના ઊર્જા બજારમાં પોતાની સક્રિય હાજરીને કારણે સાઉદી કંપની 'અરામકો' એ હાલમાં જ નવી દિલ્હીમાં પોતાની ઑફિસ ખોલી છે.

ભારતમાં સાઉદી રોકાણ

ઇમેજ સ્રોત, Getty Images
ગત વર્ષે ભારતે પોતાની વ્યૂહાત્મક કામગીરીના કાર્યક્રમમાં સાઉદી અરેબિયાને ભાગીદારી માટે વાતચીતનું આમંત્રણ આપ્યું હતું.
આ વર્ષે( 2018)ના એપ્રિલમાં સાઉદી અરેબિયાની રાષ્ટ્રીય તેલ કંપની 'અરામકો' અને ભારતની ત્રણ સરકારી તેલ કંપનીઓનો સંઘ, મહારાષ્ટ્રમાં એક તેલ શોધક રિએક્ટરની સ્થાપના માટે 44 બિલિયન ડૉલરના એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
આમાં બન્ને પક્ષોની ભાગીદારી 50 ટકાના પ્રમાણમાં છે.
અરામકોના અધ્યક્ષ અસીમ નાસિરના નિવેદન અનુસાર આ તેલ શોધક રિએક્ટર પૂર્ણ થયા બાદ દરરોજ 1,20,000 હજાર બેરલ તેલનું ઉત્પાદન કરી શકશે.

ઈરાનનો પરમાણુ કરાર

ઇમેજ સ્રોત, AFP
વધતી જતી તેલની માંગ અને વિશ્વ બજારમાં પોતાની ભાગીદારી વધારવાને ધ્યાનમાં રાખતા 'અરામકો' વિદેશી તેલ શોધક રિએક્ટરમાં રોકાણ કરવાની વેતરણમાં છે.
નાસિરે જણાવ્યું છે તે મુજબ 'અરામકો' ભારતના તેલ શોધક, પેટ્રોકૅમિકલ અને ઇંધણના વેચાણ ક્ષેત્રે રોકાણ કરવાની ઇચ્છા ધરાવે છે.
સાઉદી અરેબિયા ઇચ્છે છે કે પોતાના તેલનું ઉત્પાદન વધારીને ઇરાકની જગ્યા લઈ શકે અને ભારતને સૌથી વધારે તેલ નિર્યાત કરનારો દેશ બની શકે.
વળી, ઈરાનના પરમાણુ કરારમાંથી બહાર નીકળી ગયા બાદ તેમજ તેના પર અમેરિકાના નવા પ્રતિબંધો બાદ તેલ ઉત્પાદન ઘટવાથી પેદા થયેલા અવકાશને પણ તે આ રીતે ભરી શકશે.

ફર્ઝાદ-બીના સહિયારા મેદાનમાં હરીફાઈ
ફર્ઝાદ-બી ઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચે એક સહિયારું ગૅસ ક્ષેત્ર છે.
આ ક્ષેત્રમાં લગભગ 22 ટ્રિલિયન ઘનમીટર ગૅસ રહેલો હોવાનું અનુમાન છે અને એમાંથી 60 ટકા ગૅસ કાઢી શકાય તેમ છે.
ભારતની ઓએનજીસી કંપનીએ વર્ષ 2008માં આ ક્ષેત્રમાં ગૅસનું અનુમાન લગાડ્યું હતું.


રાષ્ટ્રપતિ હસન રોહાનીના પહેલાં કાર્યકાળમાં જ્યારે ઈરાન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો ત્યારે ભારતે આ ક્ષેત્રમાંથી 30 વર્ષો સુધી ગૅસ કાઢવા માટે ઈરાન સામે, ત્રણ બિલિયન ડૉલરનો એક પ્રસ્તાવ મૂક્યો હતો પણ એ ઈરાનને પસંદ પડ્યો નહોતો.
ફર્ઝાદ ક્ષેત્રમાં, સાઉદી અરેબિયાના તાબા હેઠળનો વિસ્તાર હસબાહના નામે ઓળખાય છે અને સાઉદી અરેબિયા આમાંથી દરરોજ 500 બિલિયન ઘનમીટર ગૅસ કાઢે છે.
ઈરાન હજી સુધી ફર્ઝાદ-એ કે ફર્ઝાદ-બીના ક્ષેત્રમાંથી કંઈ પણ કાઢી શક્યું નથી.
વર્ષ 2016માં સાઉદી અરેબિયા, સિંગાપોર અને ભારતની કંપનીઓ પાસેથી એક બિલિયન ડૉલરનો એક કરાર કર્યો હતો કે જેથી આ ક્ષેત્રમાંથી દરરોજ કાઢવામાં આવતા 500 બિલિયન ગૅસની માત્રને વધારીને બે બિલિયન ઘનમીટર કરી શકાય.

અમેરિકાનું તેલ, એલએનજી અને ભારતનું બજાર

ઇમેજ સ્રોત, EPA
ગયા મહિને અમેરિકાએ ભારતમાં પોતાના તેલ નિર્યાતને વધારી દીધો છે અને ભારત સાથે એક કરાર પણ કર્યો છે જે હેઠળ 20 વર્ષો સુધી તે ભારતને એલએનજી નિર્યાત કરશે.
ઇરાક અને સાઉદી અરેબિયા પણ ભારતના બજારોમાં પોતાની હાજરી વધારવાના પ્રયાસો કરી રહ્યા છે.
અમેરિકાનું સહયોગી હોવાને કારણે સાઉદી અરેબિયા, ઈરાનને ભારતના ઊર્જા બજારમાંથી બહાર કાઢવા માટે ભારે જોર લગાડી રહ્યું છે.
હવે જો ઈરાન પોતે ભારતના ઊર્જા બજારમાં ટકી રહેવા માંગે છે અને પોતાનાં તેલ તેમજ ગૅસનાં મેદાનમાં, ખાસ કરીને સાઉદી અરેબિયા સાથે ભાગીદારીવાળી ભારતીય કંપનીઓની ભાગીદારીનો લાભ મેળવવા ઇચ્છે છે તો એને ક્ષેત્રીય સ્તર પર સક્રિય ઊર્જા રણનીતિનો સહારો લેવા પડશે.
પડોશી દેશો સાથે સંબંધોમાં તણાવને ઘટાડવો અને અમેરિકા સાથે વિવાદ ઘટાડવો, એ જ માત્ર ઉપાય છે કે જેનાથી ભારત અને ક્ષેત્રીય ઊર્જા બજારોમાં ઈરાન પોતાનું સ્થાન ટકાવી રાખી શકે છે.
ભારતની ખાનગી કંપનીઓ પાસે ઈરાનમાં રોકાણ માટે અનુભવ અને પૈસા બન્ને છે.
અડચણ એ વાતની છે કે વિદેશી રોકાણને આકર્ષિત કરવા માટે સ્પષ્ટ નિયમ, ઝડપી અને પ્રભાવશાળી નિર્ણય તેમજ રાજનૈતિક સ્થિરતા(ખાસ કરીને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં)ની જરૂર હોય છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













