Amazon કંપની તમારા પડોશમાં આવી જાય તો શું થાય?

લોંગ આઇલૅન્ડ
    • લેેખક, સના મલિક
    • પદ, બીબીસી કૅપિટલ

સંગીતકાર પેટ ઇરવિન 1984થી ન્યૂ યોર્કના લૉંગ આઇલૅન્ડ સિટીના નિવાસી છે. તેઓ કહે છે, "અમે કાયમથી જાણતા હતા કે આ શહેર બદલાઈ જવાનું છે. પરંતુ આવી રીતે બદલાશે તેની ખબર નહોતી."

ન્યૂ યોર્કના ક્વીન્સમાં લૉંગ આઇલૅન્ડ શહેરને એક સમયે બંજર ઔદ્યોગિક ભૂમિ તરીકે ઓળખવામાં આવતું હતું.

આજે અહીં અમેરિકાનો સૌથી ઝડપથી વિકસી રહેલો વિસ્તાર છે. અહીં આ તેજી કાયમી રહેશે.

14 મહિના સુધી ચાલેલી સ્પર્ધા દરિયાન અમેરિકાના કેટલાય શહેરોની બોલી લગાવાઈ હતી.

આખરે ઑનલાઇન રીટેલ કંપની એમેઝોને પોતાના બે મુખ્યાલયમાંથી એક અહીં સ્થાપવાની જાહેરાત કરી હતી.

અમેઝોને એ પછીના 15 વર્ષમાં 3.6 અબજ ડૉલરનાં રોકાણ અને 40,000 નોકરીઓનો વાયદો કર્યો છે.

બદલામાં ન્યૂ યોર્કની શહેર અને રાજ્ય સરકારોએ પ્રદર્શન આધારિત પ્રોત્સાહન-પૅકેજનો પ્રસ્તાવ રાખ્યો છે. જે 2.8 અબજ ડૉલર સુધીનું હોઈ શકે છે.

અમેઝોનની જાહેરાતે લૉગ આઇલૅન્ડ શહેરના જૂનાં રહેવાસીઓને ભાવુક કરી દીધાં છે.

કેટલાક લોકો એ દિવસોને યાદ કરે છે જે જયારે અહીં શાંતિ હતી. લોકો અમુક જગ્યાઓએ જ રહેતાં હતાં.

કેટલાક સ્થાનિક લોકોનું માનવું છે કે એમેઝોનના રોકાણથી નોકરીઓ પેદા થશે અને પાયાની સુવિધાઓમાં સુધારણા થશે.

કેટલાક અન્ય લોકો કહે છે કે તેઓ નવા ઘટનાક્રમથી અચંબામાં છે અને નથી જાણતા કે અહીં ભાડા વધશે તો તેઓ ક્યાં જશે.

65 વર્ષના સ્થાનિક જિમ ઢિલ્લ્ન કહે છે, "હું જેમને જાણું છું તેમના માટે નોકરી સૌથી અગત્યની વસ્તુ છે. કામદાર વર્ગ માટે નોકરીઓ જોઈએ. કંઈ ના હોવા કરતા કોઈ પણ નોકરી બહેતર છે."

line

સંપત્તિની કિંમતોમાં ઉછાળો

લોંગ આઇલૅન્ડ

ક્વીન્સમાં લૉંગ આઇલૅન્ડ સિટી પહેલેથી જ સૌથી મોંઘી જગ્યા છે.

પ્રૉપર્ટી વેબસાઇટ 'સ્ટ્રીટઈઝી' મુજબ અહીં એક સામાન્ય ઘરની કિંમત 7,69,000 ડૉલર છે અને સામાન્ય ભાડું 2450 ડૉલર પ્રતિ માસ છે.

અહીં કિંમત ઘટાડો થવાની કોઈ સંભાવના નથી. એમેઝોનના આવવાના સમાચારે અહીંની પ્રૉપર્ટી વેબસાઇટ પરનો ટ્રાફિક વધી ગયો છે.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

'મોડર્ન સ્પૅસીઝ રિયલ્ટી'ના સીઈઓ ઍરિક બૅનેમે પોતાને ત્યાં ફૂટ ટ્રાફિકમાં ચારસો ટકાનો વધારો નોંધ્યો છે.

જોકે, આ વિશે લોકોનાં અનુમાનો જુદાં છે કે આ પગલું ન્યૂ યોર્ક શહેરને કેવી રીતે પ્રભાવિત કરશે.

એક અહેવાલ મુજબ એમેઝોનના આવવાથી ન્યૂ યોર્કના લોકો માટે વાર્ષિક ભાડામાં 1.4 ટકાનો વધારો થઈ શકે છે. બીજા અહેવાલ મુજબ આમાં 0.1 ટકાથી ઓછો વધારો થશે.

line

'મારો સેલફોન ધણધણવા લાગ્યો'

લોંગ આઇલૅન્ડ

બૅનેમ કહે છે, "જે દિવસે એમેઝોનના સમાચાર આવ્યા, મારો સેલફોન ધણધણવા લાગ્યો. 24થી 30 કલાકોમાં મેં 20 ઍપાર્ટમૅન્ટ વેચ્યા."

ઍરિક બૅનેમ પોતાના મોબાઈલ ફોન ઉપર સતત સોદા કરી રહ્યા છે. તેમની વ્યસ્તતા વધી ગઈ છે.

તેઓ કહે છે, "અમને દુનિયાભરમાંથી ફોન આવી રહ્યા છે. લોકો અહીં રસ બતાવી રહ્યા છે. તેઓ અહીં સંપત્તિ ખરીદવા ઇચ્છે છે. જેમની સંપત્તિ છે તેઓ રાહ જોવા ઇચ્છે છે. તેમને આશા છે કે અહીં કિંમતો વધી શકે છે."

"હું અહીં 2005થી એજન્ટ છું. ત્યારથી અહીંનો વિકાસ થઈ રહ્યો છે. દર વર્ષે હજારો નવા એકમ બની રહ્યા છે અને હજારો લોકો તેમાં રહેવા આવી રહ્યાં છે."

બૅનેમ એ લોકોમાં સામેલ છે જેઓ આશાસ્પદ છે.

લાઇન
લાઇન

તેઓ કહે છે, "લોકો અહીં સંપત્તિ ખરીદી રહ્યાં છે કારણકે તેમને વિશ્વાસ છે કે કિંમતો હજુ વધશે. એમેઝોનના આવવાથી 25થી 40 હજાર અથવા 50 હજાર ઊંચા પગારોવાળી નોકરીઓ આવવા ઉપરાંત ઉત્પાદન ક્ષેત્રમાં પણ 10 હજાર નોકરીઓ ઉપલબ્ધ બનશે."

એમેઝોનનું કહેવું છે કે કંપની ન્યૂ યોર્કમાં 2.5 અબજ ડૉલરનું રોકાણ કરશે.

બૅનેમ કહે છે, "પ્રામાણિકતાથી કહું તો હું બહુ જ પૉઝિટિવ છું. આ ફક્ત લૉંગ આઇલૅન્ડ શહેર અને ક્વીન્સ માટે સારું છે એવું નથી બલકે ન્યૂ યોર્ક માટે પણ ઉત્તમ છે."

ન્યૂ યોર્કના ગવર્નર ઍન્ડ્ર્યુ કુઓમોએ કહ્યું કે એમેઝોનના આવનારાં 10 વર્ષમાં 186 અબજ ડૉલરથી વધુનો વેપાર કરશે. અહીં બહુ જ મોટો આર્થિક ફેરફાર થવાનો છે.

પરંતુ લૉંગ આઇલૅન્ડ સિટીના તમામ રહેવાસીઓ બૅનેમ જેટલાં આશાવાદી નથી.

line

'મહોલ્લો બરબાદ થ જશે'

લોંગ આઇલૅન્ડ

અહીંના જૂના રહેવાસી રૉબીન ગ્રીફ કહે છે, "મને લાગે છે કે મારો મહોલ્લો બરબાદ થઈ જશે."

સંગીતકાર પૅટ ઈરવિન કહે છે, "અહીંનું આકાશ સુંદર હતું. તમે પુલને જોઈ શકો. તમે અહીંથી આખા મૅનહટ્ટન અને વર્લ્ડ ટ્રેડ સેન્ટરને જોઈ શકો છો."

લૉંગ આઇલૅન્ડ સિટી ક્વીન્સમાં મૅનહટ્ટનથી નદીની બીજી તરફ છે.

અહીંના એક રહેવાસી અને કલાકાર ઑરેસ્ટસ ગૉન્ઝાલ્વીઝ કહે છે, "અહીંની રોશની પહેલેથી ખૂબ ખાસ છે. હમણાં સુધી અહીં બહુ ઊંચી ઇમારતો નહોતી."

લાઇન
લાઇન

ગ્રીફને ફરિયાદ છે કે સ્થાનિક અધિકારી 25 હજાર નવા કર્મચારીઓ સાથે એમેઝોનને લાવવાનું વિચારી રહ્યા છે, પરંતુ તેમણે અહીંની પાયાની સુવિધાઓ વધારવા માટે કંઈ કર્યું નથી."

લૉંગ આઇલૅન્ડ સિટીના માળખાને સુધારવા માટે 18 કરોડ ડૉલર ખર્ચ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગ્રીફ કહે છે, "સ્થાનિક દુકાનોનું ભાડું વધી જશે. લૉંગ આઇલૅન્ડ સિટીને ઓળખ આપનારી નાની દુકાનોને અહીંથી જવું પડશે. હું પોતાના ઘરેથી નીકળવાનું નથી વિચારી રહી, પરંતુ મને લાગે છે કે આ મહોલ્લો બરબાદ થઈ જવાનો છે."

પૅટ ઈરવિન કહે છે, "મને કાયમ ડર લાગે છે કે આ જગ્યા મારી પાસેથી છીનવાઈ જશે. જે બહુ ખરાબ હશે."

ગૉન્ઝાલ્વીઝ કહે છે, "મને વિશ્વાસ નથી થતો કે અમે એ લૉટરી જીતી લીધી છે. પરંતુ મારા માટે એ સારી લૉટરી નથી."

ઈરવિન કહે છે, "મને લાગે છે કે અમારી આસપાસ એક દીવાલ ચણાઈ રહી છે."

line

ભવિષ્યની સંભાવના

લોંગ આઇલૅન્ડ

લૉંગ આઇલૅન્ડ સિટીમાં એમેઝોનના એક અન્ય પડોસી હશે- ક્વીન્સબ્રીજ હાઉસીઝ.

આ અમેરિકાની સૌથી મોટી આવાસ પરિયોજના છે.

આ કૉમ્પ્લેક્સમાં 26 ઇમારતો છે જેમાં લેટિન, અમેરિકન, અને અશ્વેત વસતિ વધુ પ્રમાણમાં છે. તેઓની અંદાજીત આવક અમેરિકાની ગરીબી રેખાની નીચે છે.

એમેઝોને કહ્યું છે કે તેઓ સરકારી આવાસી પરિયોજનાના રહેવાસીઓ માટે રોજગારની તકો સર્જશે, પરંતુ જો કંપની ખરેખર આ સમુદાય માટે કંઈ પણ કરશે તો ક્વીન્સબ્રિજના ભાડૂતોને આશ્ચર્ય થશે.

પૅટ ઈરવિન કહે છે, "કલાકારોએ આ જગ્યાને ખાસ બનાવી, પછી બિલ્ડર આવી ગયા."

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો