સીરિયા : ઇદબિલમાં વિસ્ફોટ, 39નાં મૃત્યુ

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES
સીરિયાના ઉત્તર-પશ્ચિમ પ્રાંત ઇદબિલથી મળી રહેલા રિપોર્ટ પ્રમાણે ત્યાં રવિવારે થયેલા એક ધડાકામાં ઓછામાંઓછા 39 લોકોનું મૃત્યુ થયું છે. મૃતકો પૈકી 12 બાળકો હોવાનું જાણવા મળી રહ્યું છે.
ધડાકાના કારણે એક આખી ઇમારત તૂટી પડી હતી.
રિપોર્ટ પ્રમાણે ધડાકો સારમડા શહેરમાં થયો હતો. જે ઇમારતને નુકસાન થયું છે, ત્યાં એક હથિયાર તસ્કરે હથિયાર રાખ્યા હતા.
તુર્કીની સરહદથી નજીક આવેલા સારમડા શહેરમાં ઉપસ્થિત એએફપીના સંવાદદાતાએ જણાવ્યું કે રવિવારે ધડાકો થયા બાદ બચાવકર્મીઓએ કાટમાળ હટાવવા બુલડોઝરોની મદદ લેવી પડી હતી.
તમે આ વાંચ્યું કે નહીં?
ઇદબિલ સિવિલ ડિફેન્સ ટીમના સભ્ય હતીમ અબુ મારવાન પ્રમાણે સામાન્ય લોકોથી ભરેલી આ ઇમારત કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી.
બ્રિટન સ્થિત સીરિયન ઑબ્ઝરવેટરી ફૉર હ્યુમન રાઇટ્સે જણાવ્યું કે હજુ પણ ડઝન જેટલા લોકોનો કોઈ પત્તો નથી.

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES
કેટલાક રિપોર્ટમાં માહિતી આપવામાં આવી છે કે મૃતકોની સંખ્યા હજુ વધારે હોઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એવો અંદાજ છે કે ઇમારતમાં ઉપસ્થિત લોકો પૈકી મોટાભાગના જેહાદીઓના પરિવારજનો હતા. આ જેહાદીઓને સીરિયાના અન્ય ભાગોમાંથી કાઢી મૂકાતા તેઓ ઇદબિલ શહેરમાં આવ્યા હોવાનો અંદાજ છે.
ધડાકો થવા પાછળનું કારણ જાણી શકાયું નથી.
ઇદબિલને સીરિયામાં વિદ્રોહીઓનો ગઢ માનવામાં આવે છે. એવો પણ અંદાજ છે કે સીરિયાની સશસ્ત્ર સેનાઓનો આગામી ટાર્ગેટ આ પ્રાંત રહેશે.
છેલ્લા મહિનાઓમાં રશિયા અને ઈરાનના સમર્થનથી સીરિયાની સરકારે આખા દેશમાં વિદ્રોહીઓ અને જેહાદીઓ સમૂહો સામે આક્રામક અભિયાન હાથ ધર્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















