ડ્રોન હુમલામાં વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ મદુરોનો બચાવ

વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ મદુરો વિસ્ફોટકોવાળા ડ્રોનના હુમલામાં અણીના સમયે બચી ગયા છે.
વેનેઝુએલાના અધિકારીઓનું કહેવું છે કે જ્યારે રાષ્ટ્રપતિ મદુરો પાટનગર કરાકાસમાં એક કાર્યક્રમને સંબોધી રહ્યા હતા ત્યારે જ વિસ્ફોટકો ધરાવતા ડ્રોનમાં ધડાકો થયો.
આ કાર્યક્રમનું ટીવી પર જીવંત પ્રસારણ થઈ રહ્યું હતું. અધિકારીઓનું કહેવું છે કે રાષ્ટ્રપતિને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થયું.

'હત્યાની કોશિશ'

ઇમેજ સ્રોત, EPA
વનેઝુએલાના સંચાર મંત્રી જ્યોર્જ રૉડ્રિગ્ઝે જણાવ્યું કે આ રાષ્ટ્રપતિ મદુરોની હત્યાની કોશિશ હતી. તેમણે કહ્યું કે એ ઘટનામાં સાત સૈનિકો ઘાયલ થયા છે.
મદુરો એક ખુલ્લા સ્થળે થઈ રહેલા સૈન્ય કાર્યક્રમમાં ભાષણ કરી રહ્યા હતા. વીડિયોમાં જોવા મળે છે કે અચાનક એ અને અન્ય લોકો ચમકીને ઉપર જોવા લાગે છે. એ સમયે પ્રસારણનો અવાજ બંધ થઈ ગયો.
શું તમે આ વાંચ્યું?
આ ક્રાર્યક્રમનું પ્રસારણ રોકવામાં આવ્યું તે પહેલાં તેમાં ભાગ લઈ રહેલા ડઝનબંધ સૈનિકો દોડતા જોવા મળ્યા હતા.

કોઈએ ન લીધી જવાબદારી

ઇમેજ સ્રોત, AFP/Getty Images
હજી સુધી આ કથિત હત્યાની કોશિશની જવાબદારી કોઈ સંગઠને લીધી નથી.
સંચાર મંત્રી રૉડ્રિગ્સે જણાવ્યું કે ઘાયલ સૈનિકોને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિ નિકોલસ મદુરો પોતાના મંત્રીઓ અને સૈન્યના અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઘટના બાદ સુરક્ષા દળો નજીકની ઇમારતોમાં તપાસ કરી રહ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













