નાસાના નવા મિશનમાં ગુજરાતી મૂળનાં સુનિતા સહિત 9 લોકો કરશે અવકાશની સફર

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જોનાથન અમોસ
- પદ, બીબીસી સાયન્સ સંવાદદાતા
અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા (નેશનલ ઍરોનૉટિક્સ એન્ડ સ્પેસ ઍડમિનિસ્ટ્રેશન)એ નવ અંતરિક્ષયાત્રીઓની પસંદગી કરી છે, જે આગામી વર્ષની શરૂઆતમાં અવકાશની સફરે જશે. તેમાં ગુજરાતી મૂળનાં સુનિતા વિલિયમ્સનો પણ સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે સુનિતા વિલિયમ્સનાં મૂળ ગુજરાતના મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામ સાથે જોડાયેલાં છે.
આ સિવાય પસંદગી પામેલા અન્ય લોકો અંતરિક્ષ યાત્રાનો ખૂબ સારો અનુભવ ધરાવે છે. સાથે જ તેમાંથી અમુક 'ધ ફાઇનલ શટલ મિશન ઇન 2011'ના કમાન્ડર અને પાઇલટ પણ રહી ચૂક્યાં છે.
નાસાનાં આ અવકાશયાત્રીઓ બે રૉકેટ મારફતે અવકાશની સફરે જશે તેમાંથી એક બોઇંગ અને બીજી સ્પેસએક્સ કંપની દ્વારા બનાવવામાં આવી છે.

ઇમેજ સ્રોત, NASA
ઉલ્લેખનીય છે કે છેલ્લાં સાત વર્ષથી અવકાશમાં જવા માટે રશિયન રૉકેટ્સનો ઉપયોગ થતો હતો.
નાસાના ઍડમિનિસ્ટ્રેટર જિમ બ્રિડેસ્ટાઇને ટેક્સાસનાં હ્યુસ્ટન સ્થિત જ્હૉન્સન સ્પેસ સેન્ટર ખાતેથી મિશન પર જનારા અવકાશયાત્રીઓની જાહેરાત કરી હતી.
શું તમે આ વાંચ્યું?
તેમણે કહ્યું, "વર્ષ 2011 બાદ આપણે પહેલીવાર અમેરિકાની ધરતી પર બનેલા અમેરિકન રૉકેટ્સ મારફતે અમેરિકા અવકાશયાત્રીઓને મોકલાવાના મિશનને પાર પાડવા જઈ રહ્યાં છીએ."

મિશનમાં કોણ-કોણ સામેલ?

ઇમેજ સ્રોત, SPACEX/BOEING
આ મિશનમાં અવકાશયાન તરીકે બોઇંગ કંપનીના CST-100નો ઉપયોગ થશે, જેનું નિર્માણ કરવામાં ક્રિશ ફર્ગ્યૂસનનો મોટો ફાળો છે, જે આ પહેલાં હાથ ધરાયેલા મિશનના કમાન્ડર રહી ચૂક્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફર્ગ્યૂસન સાથે એરિક બૉ અને નિકૉલ ઓનાપુ માન સામેલ છે.
ઉલ્લેખનીય છે કે બૉ પૂર્વ શટલ પાઇટલ રહી ચૂક્યા છે જ્યારે માન તેમની પહેલી અવકાશ યાત્રા કરવા જઈ રહ્યા છે.
મિશનના પ્રથમ ચરણ તરીકે આવતા વર્ષના મધ્યમાં અમેરિકાના ફ્લોરિડા રાજ્યના કેપ કેનાવરલ ખાતેથી લૉન્ચ વ્હીકલ એટ્લાસ મારફતે સ્પેસએક્સ કંપનીનું ડ્રેગન કૅપ્સ્યૂલની મદદથી મિશનની શરૂઆત કરવામાં આવશે.
ત્યારબાદ બીજા ચરણમાં અમેરિકાના કેનેડી સ્પેસ સેન્ટર ખાતેથી બોઇંગ કંપનીનાં ફાલ્કન-9 રૉકેટ મારફતે ધ સ્પેસએક્સ ડ્રેગન કૅપ્સ્યૂલને લૉન્ચ કરવામાં આવશે.
આ રૉકેટનું સંચાલન ડૉગ હર્લે અને બોબ બેહકેન કરશે. એ વાત જાણવા જેવી છે કે હર્લે છેલ્લે હાથ ધરવામાં આવેલા શટલ મિશનના પાઇલટ રહી ચૂક્યા છે જ્યારે બેહકેન બે વખત અવકાશની મુલાકાત લઈ ચૂક્યા છે.

ઇમેજ સ્રોત, BOEING
બોઇંગ અને સ્પેસએક્સ રૉકેટ મારફતે જતા અવકાશયાત્રીઓ અમુક દિવસો સુધી અવકાશમાં રહેશે ત્યારબાદ ધરતી પર પરત ફરશે.
બોઇંગમાં જનારા અવકાશયાત્રીઓમાં જોશ કસાડા, ગુજરાતના સુનિતા વિલિયમ્સનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે સુનિતા વિલિયમ્સ ભૂતકાળમાં 321 દિવસ સુધી અવકાશમાં રહી ચૂક્યાં છે.
સ્પેસએક્સ મારફતે જનારા અવકાશયાત્રીઓમાં વિક્ટર ગ્લૉવર અને માઇક હોપકિન્સનો સમાવેશ થાય છે.
પૈસાનો ઓછો ખર્ચ થાય તે માટે નાસાએ રૉકેટ અને કૅપ્સ્યૂલ મારફતે અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવાની સિસ્ટમ વિકસાવવાનો ધ્યેય બનાવ્યો છે.
એવું અનુમાન છે કે આ સિસ્ટમ આવનારા થોડા દાયકાઓ માટે ફાયદાકારક સાબિત થશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















