ગુજરાતમાં હેલ્લો કિટ્ટી થીમ ધરાવતી બુલેટ ટ્રેન આવે તો તેમાં તમે બેસશો?

હેલ્લો કિટ્ટી થીમ પર બનેલી બુલેટ ટ્રેન

ઇમેજ સ્રોત, AFP

ગુજરાતમાં જાપાનની મદદથી જ્યારે બુલેટ ટ્રેનના પાયા નંખાઈ રહ્યા છે, ત્યારે જાપાનમાં એક ખાસ બુલેટ ટ્રેન તૈયાર થઈ છે.

આ ટ્રેન બાળકોને ખૂબ પસંદ આવી શકે છે. કેમ કે તેની થીમ જ કંઈક ખાસ છે. આ બુલેટ ટ્રેન જાપાનીઝ કાર્ટૂન કેરેક્ટર 'હેલ્લો કિટ્ટી'ની થીમ પર તૈયાર થઈ છે.

આ ટ્રેનને જોઈએ તો તેની બારીઓ હોય કે, સીટના કવર, ટ્રેનનો ફ્લોર હોય કે બહારની ડિઝાઈન, બધી જ જગ્યાએ માત્ર હેલ્લો કિટ્ટી જોવા મળે છે.

હેલ્લો કિટ્ટી થીમ પર બનેલી બુલેટ ટ્રેન

ઇમેજ સ્રોત, AFP

આ ટ્રેન મુસાફરોને આકર્ષવા માટે બનાવવામાં આવી છે. તેથી ટ્રેનના પહેલા ડબ્બામાં કોઈ સીટ મૂકવામાં આવી નથી. પણ ત્યાંથી મુસાફરો ખાવા પીવાની વસ્તુઓ ખરીદી શકશે.

ક્રુના ડ્રેસમાં હેલ્લો કિટ્ટી ઢીંગલી

ઇમેજ સ્રોત, AFP

બીજા ડબ્બામાં એક મોટી હેલ્લો કિટ્ટીની ઢીંગલી મૂકવામાં આવી છે. આ કિટ્ટીને ક્રુનો યુનિફોર્મ પહેરાવવામાં આવ્યો છે. ત્યાં હેલ્લો કિટ્ટીના પ્રશંસકો તેની સાથે સેલ્ફી લઈ શકે છે.

હેલ્લો કિટ્ટી થીમ પર બનેલી બુલેટ ટ્રેન

ઇમેજ સ્રોત, THE ASAHI SHIMBUN / GETTY IMAGES

આ બુલેટ ટ્રેન પશ્ચિમ જાપાનનાં ઓસાકા અને ફુકુઓકા શહેરો વચ્ચે દોડશે.

તમે આ વાંચ્યું કે નહીં?

પશ્ચિમ જાપાન રેલવેએ પ્રવાસનને પ્રોત્સાહન મળે તે માટે આ પ્રકારની ટ્રેન બનાવી છે. ભારતમાં અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન પણ આવા મનમોહક અંદાજમાં મુસાફરોને આકર્ષશે એ તો બુલેટ ટ્રેન શરૂ થશે ત્યારે જ જાણવા મળશે.

હેલ્લો કિટ્ટી થીમ પર બનેલી બુલેટ ટ્રેન

ઇમેજ સ્રોત, AFP

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો