You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કંપનીમાં મહિલા એક્ઝિક્યુટિવ નહીં રાખવાના દસ સૌથી ખરાબ બહાનાં
- લેેખક, રસેલ હોટેન
- પદ, બિઝનેસ રિપોર્ટર, બીબીસી ન્યૂઝ
- ‘મહિલાઓ આ પદ માટે યોગ્ય નથી.’
- ‘આ કામ મહિલાઓ માટે મુશ્કેલ રહેશે.’
- ‘મહિલાઓ જટિલ મુદ્દાઓ મામલે સંઘર્ષ કરે છે.’
જેન્ડર(જાતિ) બેલન્સ અંગેના એક રિપોર્ટ અનુસાર ઉપરોક્ત કારણો કંપનીઓએ મહિલાઓને બોર્ડમાં નિમણૂક નહીં કરવા માટે આપ્યા હતા.
રિપોર્ટ અનુસાર ફાયનાન્સિયલ ટાઇમ્સ સ્ટોક ઍક્સ્ચેન્જમાં નોંધાયેલી કંપનીઓનાં બોર્ડમાં મહિલાઓની એક્ઝિક્યુટિવ તરીકે નિમણૂક નહીં કરવા માટે આપવામાં આવેલાં કારણોમાં ઉપરોક્ત કારણો સામેલ છે.
સરકારના સહયોગથી ચાલતી હેમ્પ્ટન-એલેક્ઝાન્ડર રિવ્યૂ આ બાબતને ઘણી ગંભીર ગણાવે છે. જ્યારે એક મંત્રી આ બહાનાઓને “દયનીય” પરિસ્થિતિ ગણાવી.
સરકાર ઇચ્છે છે કે વર્ષ 2020 સુધી યુ.કે.ની મોટી 350 કંપનીઓના બોર્ડમાં ત્રીજા ભાગની સંખ્યામાં મહિલાઓ હોવી જોઈએ.
જોકે, રિપોર્ટમાં એવું પણ જોવા મળ્યું કે આ મામલે સ્થિતિ સુધરી રહી છે.
દસ બહાનાં
વળી કેટલીક કંપનીઓ માત્ર મહિલાઓને આશ્વાસન પૂરતું પદ આપી રહી છે.
મહિલાઓની બોર્ડમાં નિમણૂક નહીં કરવા માટે અપાતા દસ બહાના
- "બોર્ડમાં બેસવા માટે યોગ્ય લાયકાત ધરાવતી અને બહોળો અનુભવ ધરાવતી મહિલાઓની સંખ્યા ઓછી છે.”
- "મોટાભાગની મહિલાઓ બોર્ડમાં રહેવાને કારણે સહન કરવું પડતું દબાણ અને મુશ્કેલીઓનો સામનો કરવા નથી માગતી."
- "શેરહોલ્ડર્સને બોર્ડના મેક-એપમાં કોઈ રસ નથી હોતો, તે પછી તેમનું બોર્ડમાં શું કામ?"
- "મારા અન્ય બોર્ડ સભ્ય નથી ઇચ્છતા કે મહિલા બોર્ડમાં સામેલ થાય."
- "બધી જ સારી મહિલાઓની પહેલાં જ નિમણૂક કરી લેવાઈ છે."
- "બોર્ડમાં અમારે એક મહિલા છે. આથી હવે કોઈ બીજાનો વારો છે."
- "હાલમાં કોઈ ખાલી જગ્યા નથી. જો જગ્યા હશે તો મહિલાને લેવાનું વિચારીશું."
- "તેમને પ્રારંભિક સ્તરથી જ તૈયાર કરવાની જરૂર છે. આ ક્ષેત્રમાં સિનિયર પદો માટે વધુ મહિલાઓ ઉપલબ્ધ નથી."
- "હું માત્ર મહિલાની નિમણૂક એટલા માટે ન કરી શકું કે હું તેમની નિમણૂક કરવા માગું છું."
આ સ્થિતિની સમીક્ષા કરતી ટીમને આ જવાબો એફટીએસઈની 350 કંપનીઓના બોર્ડના અધ્યક્ષ અને એક્ઝિક્યુટિવો દ્વારા આપવામાં આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બિઝનેસ કૉમ્યુનિટીના ચીફ એક્ઝિક્યુટિવ અમાન્ડા મેકકેન્ઝીએ કહ્યું,"તમે આ બહાનાનું લિસ્ટ વાંચશો એટલે તમને લાગશે કે તમે 2018 નહીં, વર્ષ 1918માં જીવી રહ્યા છો."
"એ કોઈ કોમેડીની સ્ક્રિપ્ટ હોય એવું લાગે છે, પણ તે વાસ્તવિકતા છે. આપણે તેને સુધારી શકીએ છીએ."
"પ્રગતિ અવરોધવી"
રિવ્યૂ કરનારી આ ટીમના વરિષ્ઠ સભ્ય સર ફિલિપ હેમ્પ્ટને કહ્યું કે 2020ના લક્ષ્યને પ્રાપ્ત કરવા મામલે કંપનીઓ હજુ પણ ઘણી દૂર છે.
"કેટલાંક વર્ષો અગાઉ આવા બહાના નિયમિતપણે સાંભળવા મળતા હતા. પણ હવે ઓછા છે."
"જોકે, લીડર્સ સમર્થનનું આશ્વાસન આપે છે પણ ખરેખર મહિલાઓને બોર્ડમાં નિમણૂક કરવા માટે જરૂર કરતાં ઓછા પ્રયત્ન કરે છે."
"ખરેખર પ્રગતિને અવરોધવી તે સારી વાત નથી."
બિઝનેસ મિનિસ્ટર એન્ડ્ર્યુ ગ્રીફિથ્સે કહ્યું કે આ બહાના આઘાતજનક છે. અને તે પુરવાર કરે છે કે કંપનીઓએ આ લક્ષ્ય પૂરું કરવા માટે હજુ વધુ કામ કરવાની જરૂર છે.
તેમણે કહ્યું,"એ બાબત આઘાતજનક છે કે કેટલીક કંપનીઓ માને છે કે આ બહાના અને માત્ર પુરુષોને જ પ્રતિનિધિત્વની તક આપતી પ્રથાના બહાના મહિલાઓને ઉચ્ચ પદો પર નિયુક્ત કરવાથી દૂર રાખવા માટે પૂરતાં છે."
"અમારી સૌથી સફળ કંપની એ છે જેમાં મહિલા અને પુરુષોનું સરખું પ્રમાણ હોય."
એફટીએસઈની 350 કંપનીના બોર્ડમાં મહિલાઓની સંખ્યા વિશેનો તાજેતરનો આંકડાકિય અહેવાલ 27મી જૂને પ્રકાશિત કરવામાં આવશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો