જાપાનમાં લૉન્ચ થયેલા કોકાકોલાના આલ્કોહોલિક ડ્રિંકમાં ખાસ શું છે?

ઇમેજ સ્રોત, WWW.COCACOLA.CO.JP
કોકા કોલા કંપનીએ જાપાનમાં આલ્કોહોલ ધરાવતું ડ્રિંક લૉન્ચ કર્યું છે. ઘણા સમયથી જેની વાત થતી હતી તેનું વેચાણ અંતે શરૂ કરવામાં આવ્યું છે.
કંપનીનું કહેવું છે કે ગ્રાહકોની માગ અને નવા બજારમાં પ્રવેશ કરવા માટે આ ડ્રિંક લૉન્ચ કરાયું છે.
આ ડ્રિંક બનાવવા પાછળ ખાસ કરીને જાપાનના યુવાનો અને મહિલાઓને ધ્યાનમાં રાખવામાં આવ્યાં છે.
તમે આ વાંચ્યું કે નહીં?
કોકા કોલાએ લૉન્ચ કરેલી આ નવી પ્રોડક્ટને તેના ઇતિહાસના 125 વર્ષની સૌથી યૂનિક પ્રોડક્ટ ગણાવી છે.
કોકા કોલાએ આ પ્રકારના ડ્રિંકની ત્રણ બ્રાન્ડ રજૂ કરી છે. જેમાં 3થી 8 ટકા જેટલો આલ્કોહોલ છે.

આ ડ્રિંક્સમાં શું ખાસ છે?

ઇમેજ સ્રોત, WWW.SUNTORY.CO.JP
કંપનીએ આ ડ્રિંક્સનું નામ આલ્કોપોપ આપ્યું છે. કંપનીએ તેની પ્રથા મુજબ ડ્રિંકના બનાવટની ફૉર્મ્યુલા જણાવી નથી.
જોકે, કંપનીએ જાપાનમાં પ્રખ્યાત ચૂ હિ ડ્રિંક જેવો લુક આપવાનો પ્રયત્ન કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ડ્રિંક જાપાનમાં ખૂબ લોકપ્રિય છે, જેમાં સ્પિરિટ અને ફ્રુટના ફ્લેવર્સનું મિશ્રણ હોય છે.
વિશ્વભરમાં વેંચાતા બિયરમાં પણ આલ્કોહોલનું પ્રમાણ 4થી 8 ટકા જેટલું હોય છે.
એટલે આવાં ડ્રિંક્સ મોટાભાગે બિયરના વિકલ્પ રૂપે પીવામાં આવાતાં હોય છે.
આ પ્રકારના ડ્રિંક્સ માટે જાપાનની જ સ્થાનિક કંપનીઓ આશાહી, સન્ટોરી અને કિરીનનો બજારમાં દબદબો છે.
જોકે, કોકાકોલાનું કહેવું છે કે આ નવું ડ્રિંક જાપાનની બહાર લૉન્ચ કરવાનું તેનું કોઈ આયોજન નથી.
યુરોપ અને યુ.કે.માં 1990માં આલ્કોપોપ નામના ડ્રિંક્સ ઘણાં પ્રખ્યાત હતાં.
તેમાં સ્મિર્નોફ આઇસ અને બકાર્ડિ બ્રિઝરનો સમાવેશ થતો હતો.
પણ આ ડ્રિંક્સ વિવાદીત હતાં કેમ કે તે યુવાઓને આલ્કોહોલ પીવા માટે પ્રોત્સાહિત કરતાં હતાં. તેનો સ્વાદ સોફ્ટ ડ્રિંક્સ જેવો હતો.
પૉપ્યુલર ફ્લેવરમાં સ્ટ્રોન્ગ સીટ્રસ પ્રકારના ફ્લેવર છે. જેમ કે દ્રાક્ષ અથવા લેમન. પણ હવે કોકાકોલાની નવી એન્ટ્રી થઈ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















