અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં અનેક વિસ્ફોટો બાદ ગોળીબારની ઘટના

ઇમેજ સ્રોત, Getty Images
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં બુધવારે અનેક વિસ્ફોટો થયાના અહેવાલ મળી રહ્યા છે.
કાબુલ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પોલીસ અને ઉગ્રવાદીઓ વચ્ચે હાલ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટર એક સુરક્ષા ચોકીની પાસે ચાલી રહ્યું છે.
સ્થાનિક મીડિયાના અહેવાલોમાં જણાવાયું છે કે વિસ્ફોટો માટે મોટાપ્રમાણમાં ગોળીબાર પણ કરાઈ રહ્યો છે.
શહેરના બીજા અન્ય વિસ્તારોમાં પણ અનેક બોમ્બ વિસ્ફોટોના અવાજ સંભળાયા છે.
અત્યારસુધીના અહેવાલો પ્રમાણે જાનમાલના કોઈ નુકસાનની જાણકારી મળી નથી.
હાલના સમયમાં કાબુલ શહેરમાં હાઈ પ્રોફાઇલ સ્થળો પર ઉગ્રવાદી હુમલાઓની સંખ્યા વધી છે.
આ હુમલાઓને મોટા ભાગે તાલિબાન કે પછી ઇસ્લામિક સ્ટેટ જેવા ઉગ્રવાદી સંગઠનોના બંદૂકધારીઓએ અંજામ આપ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર












