ટ્વિટરે 33 કરોડ યૂઝર્સને પાસવર્ડ બદલવા કરી અપીલ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

સોશિયલ મીડિયા કંપની ટ્વિટરે પોતાના આશરે 33 કરોડ યૂઝર્સને પાસવર્ડ બદલવા અપીલ કરી છે.

જોકે, ટ્વિટરે એમ પણ જણાવ્યું છે કે આંતરિક તપાસમાં જાણવા મળ્યું છે કે પાસવર્ડ ચોરાયા નથી અને તેનો દુરૂપયોગ પણ થયો નથી.

પરંતુ સાવધાનીના ભાગરૂપે દરેક યૂઝરને અપીલ કરવામાં આવે છે કે તેઓ પોતાના પાસવર્ડ બદલી નાખે.

તમે આ વાંચ્યું કે નહીં?

આ 'બગ'ને કારણે કેટલા એકાઉન્ટ્સ પ્રભાવિત થયા છે, તે અંગે કંપનીએ હજુ સુધી કશું જણાવ્યું નથી.

જૈક ડોર્સનું ટ્વીટ

ઇમેજ સ્રોત, TWITTER

રૉયટર્સ સાથે વાતચીતમાં સાઇટે કહ્યું કે આ 'બગ' વિશે થોડા સમય પહેલા જ જાણકારી મળી હતી.

ટ્વિટરના ચીફ એક્ઝેક્યુટિવ જેક ડૉર્સે ટ્વીટ કર્યું કે એક ટેકનિકલ ખામીના કારણે કેટલાક પાસવર્ડ કંપનીના આંતરિક કમ્પ્યૂટર સિસ્ટમમાં સ્ટોર કરવામાં થયા હતા.

ટ્વિટરે એક બ્લૉગ પોસ્ટ કરતા કરતા લખ્યું, 'અમને એ વાતનો ખેદ છે કે આવું કંઈક થયું છે.'

ટ્વિટર પર મળતો સંદેશ

યૂઝર્સને સલાહ આપવામાં આવી છે કે યૂઝર્સ અકાઉન્ટને હેક થતું અટકાવવા માટે ટુ-સ્ટેપ ઓથેન્ટિકેશનનું પાલન કરે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો