વિશ્વના છેલ્લા 'ટ્રૉપિકલ પોલર બેયર' 'ઇનુકા' એ સિંગાપોરમાં લીધા અંતિમ શ્વાસ

ઇમેજ સ્રોત, EPA
ઉષ્ણકટિબંધ ક્ષેત્રમાં જન્મેલા ધ્રુવપ્રદેશનું રીંછ 'ઇનુકા' હવે આ દુનિયામાં નથી રહ્યું. 27 વર્ષના 'ઇનુકા'એ સિંગાપોરના પ્રાણી સંગ્રાહલયમાં છેલ્લા શ્વાસ લીધા.
સિંગાપોર ઝૂએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે "અમે સંયુક્ત રીતે બનતા પ્રયાસો કર્યા પણ ઇનુકાને બચાવી શક્યા નહીં."
'ઇનુકા'ની ઉંમર 27 વર્ષની હતી. જે ધ્રુવપ્રદેશના રીંછની સરેરાશ ઉંમર કરતાં વધુ છે.
'ઇનુકા' સિંગાપોરમાં ખૂબ જ લોકપ્રિય હતું. જોકે, તેને લઇને ઍક્ટિવિસ્ટોનો ભારે વિરોધ હતો.

'ઇનુકા'ને કઈ રીતે રખાયું હતું?

ઇમેજ સ્રોત, AFP
તાજેતરમાં કરાયેલી તબીબી તપાસમાં જાણવા મળ્યું હતું કે 'ઇનુકા'ને સંધિવા, દાંતને લગતી તકલીફ અને કાનના ઇન્ફેક્શનની સમસ્યા હતી.
નબળા પડી રહેલા હાથપગને કારણે તેને ચાલવામાં પણ તકલીફ પડતી હતી. 'વાઇલ્ડ લાઇફ રિઝર્વ્સ સિંગાપોર'ના ડેપ્યુટી ચીફ ઍક્ઝેક્યુટિવ ઑફિસર અને ચીફ લાઇફ સાયન્સ ઑફિસર ચૅન્ગ વૅન-હવરે જણાવ્યું કે "ઇનુકાને જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આપણી સાથે રાખવાની ઇચ્છા હોવા છતાં અમારી પ્રાથમિક્તા તેનું સ્વાસ્થ્ય હતી."
મહત્વપૂર્ણ છે કે વિષુવવૃત ક્ષેત્રમાં આવેલા સિંગાપોરનું તાપમાન ભાગ્યે જ 25 ડીગ્રીથી નીચે જાય છે. એટલે ધ્રુવપ્રદેશના રીંછ માટે અહીં રહેવું શક્ય નથી. જોકે, પ્રાણી સંગ્રાહલયમાં 'ઇનુકા' માટે ઉત્તર ધ્રૂવમાં હોય એવું 'ક્લાઇમેટ-કન્ટ્રોલ્ડ' વાતાવરણ ઊભું કરાયું હતું.

ઇનુકાના મૃત્યુનો શોક
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ
મૂળે ધ્રુવપ્રદેશનું અને 26 ડિસેમ્બર વર્ષ 1990માં જન્મેલું 'ઇનુકા' સિંગાપોર પ્રાણી સંગ્રાહલયનું આ પ્રકારનું ચોથું રીંછ હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પર્યાવરણ રક્ષકો અને પ્રાણીઓના અધિકાર માટે લડનારાંઓએ સિંગાપોરમાં આવા રીંછની હાજરી વિરુદ્ધ અભિયાન ચલાવ્યું હતું.
વિવાદ બાદ પ્રાણી સંગ્રાહલયે વર્ષ 2006માં એવી જાહેરાત કરી હતી કે તેઓ ધ્રુવપ્રદેશના રીંછને હવે સિંગાપોરમાં નહીં લાવે.
'ઇનુકા'નું સ્વાસ્થ્ય સિંગાપોરના પ્રાણીપ્રેમીઓ માટે ચિંતાનો વિષય હતું. તેનાં મૃત્યુ પર સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કરાઈ રહ્યું છે.

સોશિયલ મીડિયા પર દુઃખ

ઇમેજ સ્રોત, WILDLIFE RESERVES SINGAPORE
ચૉન્ગ શાન્ગયીએ ફેસબુક પર લખ્યું કે, "વ્હાલા ઇનુકા તે તારું આખું જીવન પ્રદર્શનની વસ્તુ તરીકે વિતાવ્યું છતાં ઝૂની મુલાકાત લેનારાઓને અઢળક આનંદ આપ્યો."
"ઉત્તર ધ્રવની જિંદગી અને ત્યાંની ઠંડી કેવી હોય છે એ ક્યારેય ના જોઈ હોવા છતાં તે અહીં એક અદભૂત જીવન વિતાવ્યું. પણ, હવે કદાચ તું તમામ પ્રકારના દુઃખો અને ફોટોગ્રાફીના ફ્લૅશથી મુક્ત થઈ ગયું. બધાને તારી ખૂબ જ યાદ આવશે."
અન્ય એક યુઝરે લખ્યું કે "તારી જિંદગી અને તારી હાજરી સિંગાપોરમાં કેટલાય લોકોની આત્માને સ્પર્શી ગઈ. તારો ખૂબ ખૂબ આભાર ઇનુકા. "
ઍલેક્સ ક્વાન્ગ નામના યુઝરે લખ્યું, "ઇનુકાની બહુ જ યાદ આવશે પણ હવે ધ્રુવપ્રદેશના વધુ એક રીંછને અહીં ના લાવતા. ખાસ કરીને જ્યારે અહીં તાપમાન વધી રહ્યું છે ત્યારે આવા કોઈ રીંછને અહીં રાખવું અમાનવીય છે. "
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












