હવે એક નવા અને અલગ અવતારમાં જોવા મળશે ઓબામા દંપતી

ઇમેજ સ્રોત, Getty Images
ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ અનુસાર અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમના પત્ની મિશેલ ઓબામા ઓનલાઇન વીડિયો પ્લેટફોર્મ 'નેટફ્લિક્સ' માટે એક પ્રોગ્રામ બનાવવાની વાતચીત કરી રહ્યાં છે.
અહેવાલ પ્રમાણે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને તેમના પત્ની 'નેટફ્લિક્સ' માટે પ્રેરણાત્મક વાર્તાઓ પર ખાસ કાર્યક્રમ બનાવશે.
જો બન્ને વચ્ચેની વાટાઘાટો સફળ થશે તો અમેરિકાના આગળ પડતા 'ફોક્સ ન્યૂઝ' જેવા મીડિયાને બાયપાસ કરીને આ સોદો બન્ને પક્ષને એક વૈશ્વિક પ્લેટફોર્મ આપશે.
જો કે 'નેટફ્લિક્સે' બીબીસીને જણાવ્યું છે કે તેઓ આ રિપોર્ટ પર કોઈ ટિપ્પણી કરવા માગતા નથી.

'પ્રેરણાદાયી સાહિત્ય હશે'

ઇમેજ સ્રોત, Getty Images
પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાના વરિષ્ઠ સલાહકાર એરિક શુલ્ઝે યોજનાની પુષ્ટિ કરી નથી, પરંતુ કહ્યું છે કે તેઓ કંઇક સાર્થક કરશે.
તેમણે ન્યૂયોર્ક ટાઇમ્સને કહ્યું છે "ઓબામા અને તેમના પત્ની પ્રેરણાદાયી વાર્તાઓ કહેવાની કલાત્મક શક્તિમાં વિશ્વાસ ધરાવે છે."
શુલ્ઝે આ વિશે વધુમાં કહ્યું "તેઓ તેમના જીવન દરમિયાન એવા લોકોની વાતો કરી રહ્યા છે, જેમના પ્રયત્નોથી વિશ્વમાં સુધારો આવ્યો છે.
તેઓ તેમના ભવિષ્યની તેમની અંગત યોજનાઓ વિશે વિચારી રહ્યા છે, તો તેઓ અન્ય લોકોની વાતો સાંભળીને તેમની મદદ લઈ રહ્યા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમને આ પણ વાંચવું ગમશે
ન્યૂયોર્ક ટાઇમ્સનું કહેવું છે કે ઓબામાના શૉ સ્વાસ્થ્ય સંભાળ, આબોહવા પરિવર્તન અને ઇમિગ્રેશન જેવા મુદ્દાઓ પરની ચર્ચા વિશે હોઈ શકે છે. આ તમામ મુદ્દાઓને ઓબામાએ વ્હાઇટ હાઉસમાં આઠ વર્ષથી રાખ્યા હતા."
અહેવાલ મુજબ ઓબામા આ શૉ દ્વારા તેમના ટીકાકારો અથવા ડોનાલ્ડ ટ્રમ્પને નિશાને લેવાના નથી.

શું છે 'નેટફ્લિક્સ'?

ઇમેજ સ્રોત, Getty Images
'નેટફ્લિક્સ' એક ઑનલાઇન મનોરંજન પ્લેટફોર્મ છે જે મૂળ નાટકો, ફિલ્મો અને અન્ય કાર્યક્રમો દર્શાવે છે.
તે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે અને 2017ના અંત સુધીમાં તેના 11.8 કરોડ વપરાશકર્તા હતા.
હજુ જોકે એ સ્પષ્ટ નથી જો સોદો પાકો થાય તો ઓબામા દંપતીને કેટલી રકમ ચૂકવાશે.
સોશિયલ મીડિયાથી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સીધા જ તેમના પ્રેક્ષકો સાથે જોડાયેલા રહે છે.
તેમના ટ્વિટર પર 10 કરોડ ફૉલોઅર્સ છે અને તેમના ફેસબુક પેજને 5.5 કરોડ લોકોએ લાઇક કર્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












