ઝૈનબનાં બળાત્કારીને ચાર વખત ફાંસીની સજા

ઇમેજ સ્રોત, AFP
પાકિસ્તાનની સ્થાનિક કોર્ટે છ વર્ષની બાળકી ઝૈનબ અંસારી સાથે રેપના કેસમાં મુખ્ય આરોપી ઇમરાન અલીને ચાર વખત ફાંસી આપવાનો ચુકાદો આપ્યો છે.
ચોથી જાન્યુઆરીના ઝૈનબ અંસારી કસૂર કુરાનના ક્લાસ માટે જઈ રહી હતી, ત્યારે ગુમ થઈ ગઈ હતી. થોડા દિવસો બાદ કચરાના ઢગમાંથી તેનો મૃતદેહ મળ્યો હતો.
એક અજાણ્યો શખ્સ ઝૈનબનો હાથ પકડી તેને લઈ જતો સીસીટીવીમાં કેદ થયો હતો, જે કેસનો મહત્ત્વપૂર્ણ પુરાવો બન્યો હતો.
તમને આ પણ વાંચવું ગમશે
ભારે સુરક્ષાની વચ્ચે ઝૈનબના પિતા ચુકાદો સાંભળવા કોર્ટ પહોંચ્યા હતા.
પાકિસ્તાનની પોલીસ તથા પંજાબના મુખ્યપ્રધાનના કહેવા પ્રમાણે, ઝૈનબનો કાતિલ, ગત વર્ષે થયેલા બાળ યૌન શોષણના કિસ્સાઓમાં પણ સંડોવાયેલો હતો.
સ્થાનિકોમાં ઇમરાન મુદ્દે આક્રોશ છે. તેમનું કહેવું છે કે વહીવટીતંત્રે તત્કાળ કાર્યવાહી કરી ન હતી, જેના કારણે અનેક માસૂમ ઇમરાનના શિકાર બની હતી.

સરકારી વકીલ એહતિશામ કાદિરે સમાચાર સંસ્થા રૉયટર્સને જણાવ્યું કે અન્ય કેસોમાં અલી સામે હવે પછી સુનાવણી હાથ ધરાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અલીની સામે અપહરણ, બળાત્કાર, હત્યા, સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય અને આતંકવાદની કલમો લગાડવામાં આવી હતી. જે હેઠળ તેને જન્મટીપ તથા દંડની સજા પણ ફટકારવામાં આવી છે.

આવી રીતે પકડાયો ઇમરાન

ઇસ્લામાબાદ ખાતે બીબીસી સંવાદદાતા શુમાઈલા જાફરીના કહેવા પ્રમાણે, ઇમરાન કસૂર શહેરમાં જ રહેતો હતો.
ગુનેગારને ઝડપી લેવા માટે પંજાબ સરકારની પોલીસ, ગુપ્તચરતંત્ર, તથા અન્ય તપાસનીશ એજન્સીઓને પણ કામે લગાડવામાં આવી હતી.
જે મુજબ ઝૈનબના ઘરની આજુબાજુના અઢી કિલોમીરના વિસ્તારમાં રહેતા 20થી 45 વર્ષના અંદાજિત 1150 પુરુષોના ડીએનએની તપાસ કરવામાં આવી હતી.
ઇમરાનના ડીએનએ માત્ર ઝૈનબ જ નહીં, પરંતુ ગત કેટલાક સમય દરમિયાન કસૂરમાં થયેલા બાળ યૌન શોષણના કિસ્સાઓમાં મળેલા ડીએનએ સાથે પણ મેચ થયા હતા.
આ કિસ્સાઓમાં બાળકીઓ સાથે કુકર્મ કરી તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













