ચીન: ટ્રકમાંથી બનાવી તોપ, સોશિયલ મીડિયા પર થઈ ગયો હિટ!

ઇમેજ સ્રોત, CCTV
જૂનાં થયેલા વાહનોનું શું કરવું જોઇએ એવો પ્રશ્ન કોઈ પૂછે તો આપણે શું કહીએ? થોડો વિચાર કર્યાં બાદ આપણને એવું થાય કે તેને ભંગારવાડે મોકલી દઈએ.
પરંતુ ચીનના એક વ્યક્તિને સાવ નોખો વિચાર આવ્યો અને તેમણે બંધ પડેલી ટ્રકમાંથી તોપ બનાવી દીધી.
ટ્રકમાંથી તોપ બનાવવા બદલ પોલીસે તેને ઠપકો તો આપ્યો સાથે જ તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ રદ કરી દીધું છે.
ચીનના સીસીટીવી ન્યૂઝના એક અહેવાલ મુજબ તોપ બનાવનાર હુંવાંગ સરનેમ ધરાવતો વ્યક્તિ ગ્વાંગ્ઝી પ્રાંતના લેબિનિનમાં રહે છે. તેમને જૂની ટ્રકમાંથી તોપ બનાવવા માટે બે મહિના લાગ્યા હતા.
તેમણે ટ્રકને રિનોવેટ કરી તેના પર તોપમાં હોય તેવી જ ગન અને તોપનું માળખું ફિટ કર્યું હતું.
આ યાંત્રિક કૌશલ્યએ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયામાં તેમને લોકપ્રિય બનાવી દીધા.
સીસીટીવી ન્યૂઝના જણાવ્યા પ્રમાણે મિસ્ટર હુવાંગે બનાવેલી આ નકલી તોપની તસવીર તેણે પોતાના મિત્ર સાથે સોશિયલ મીડિયામાં શેર કરી હતી. પરંતુ તેની જાણ સત્તાવાળાઓને થઈ અને તેમનું ધ્યાન ખેંચાયું.

ઇમેજ સ્રોત, MIAOPAI
સીસીટીવી ન્યૂઝના અહેવાલ મુજબ 22 જાન્યુઆરીના રોજ તેઓ જ્યારે આ નકલી તોપ લઈને રોડ પર નીકળ્યા તો પોલીસે તેમની અટકાયત કરી લીધી અને લગભગ 17,800 રૂપિયા જેટલો દંડ પણ ફટકાર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બાદમાં પોલીસે કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ તેમનું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ રદ કરી દીધું હતું.
બાદમાં તેમને પોલીસ સ્ટેશને લઈ જવાયા જ્યાં તેમના વાહનને જપ્ત કરી લેવામાં આવ્યું. પોલીસના કહેવા પ્રમાણે તેમણે રોડ ટ્રાફિક અને સેફ્ટીના કાયદાનું ઉલ્લંઘન કર્યું છે જે તેમના માટે અને અન્ય માટે પણ જોખમરૂપ હતું.
પોલીસે હવે હુવાંગે બનાવેલી આ નકલી તોપનો નાશ કરવાના આદેશ આપ્યા છે.
આ ઘટનાએ સોશિયલ મીડિયા યૂઝર્સને મૂંઝવણમાં નાખી દીધા છે. એક યૂઝર્સે સોશિયલ મીડિયા પર લખ્યું કે આ વાહનથી પોલીસ ડરી ગઈ હતી.
એક અન્ય યૂઝર્સે લખ્યું, "તેમને એટલી સામાન્ય સમજ પણ નહીં હોય કે રસ્તાઓ હજી તોપ માટે ખૂલ્યા નથી."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












