સિંગાપોર: માણસ નહીં હવે 'હંસ' પીવાના પાણીનું પરીક્ષણ કરશે!

    • લેેખક, બીબીસી મોનિટરિંગ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

પીવાના પાણીની ગુણવત્તા નક્કી કરવા માટે અનેક પ્રકારના પ્લાન્ટ્સ અને મશીનો અંગે તો તમે સાંભળ્યું હશે. પરંતુ હંસ દ્વારા પાણીનું પરીક્ષણ થાય છે એવી વાત કોઈ કહે તો તમને નવાઈ લાગે ને!

હવે સિંગાપોરમાં 'રોબોટ સ્વાન' એટલે કે 'રોબોટ હંસ'ને તળાવના પીવાના પાણીની ગુણવત્તા નક્કી કરશે.

ચેનલ ન્યૂઝ એશિયા મુજબ, SWAN પ્રોજેક્ટ(સ્માર્ટ વોટર એસેસમેન્ટ નેટવર્ક) ના ભાગરૂપે પાણીની ગુણવત્તા પર નજર રાખવા માટે શહેરના જળાશયોમાં પાંચ નકલી પક્ષીઓ મૂકવામાં આવ્યા છે.

આ વેબસાઇટ અનુસાર તેમને અસલ હંસ જેવા જ બનાવવામાં આવ્યા છે. જેથી તેઓ તેમના આસપાસના વાતાવરણમાં ભળી શકે.

જળસપાટી પર આકર્ષક લાગતા આ 'રોબોટ સ્વાન'ની નીચે પ્રોપલર અને પાણીનાં સેમ્પલ લેવાના સાધનોની વ્યવસ્થા છે.

તેઓ વાયરલેસ ટૅક્નોલોજિનો ઉપયોગ કરી નેશનલ વોટર એજન્સી -પીયુબીને રીઅલ-ટાઇમ પરિણામો મોકલે છે.

સિંગાપોરના નેશનલ યુનિવર્સિટીના પ્રોફેસર મંદાર ચિત્રે સ્વાનબોટ્સ તૈયાર કરનારી એક ટીમના ભાગ છે / ટીમનો હિસ્સો છે.

તેમણે સીએનએને કહ્યું હતું "હંસ જેવા રોબોટ બનાવતા પહેલાં અમે નાના પક્ષીઓના મોડેલ સાથે શરૂઆત કરી હતી."

"જો તમે તેને જળાશયમાં જોશો, તો તે સાચા હંસની જેમ જ તરતા દેખાય છે."

રોબોટ્સના વિક્સાવનારાઓના જણાવ્યા મુજબ હંસ એક ખડતલ પ્રકારનું પક્ષી છે, જે કાયઍયાક અને નાની હોડીઓ સામે પણ બચી શકે છે.

પરંતુ મુખ્ય ફાયદો એ છે કે પીયુબીને હવે તેના વૈજ્ઞાનિકોને પાણીના નમૂનાઓ લેવા માટે બોટમાં મોકલવા પડશે નહીં.

આ રોબોટ્સને શક્ય તેટલા સ્વતંત્રપણે કામ કરતા બનાવાયા છે. આ સિવાય કોઈપણ માનવ હસ્તક્ષેપ વિના પાણીના વિશાળ વિસ્તારને આવરી શકે એવા ડિઝાઇન કરવામાં આવ્યા છે.

સંશોધકો પ્રમાણે તેઓ રિમોટ કન્ટ્રોલ દ્વારા આ રોબોટ હંસને નિયંત્રિત કરી શકે છે. જેથી રોબોટને અપડેટ કે રિપેર કરી શકાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો