You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તર કોરિયા પર પ્રતિબંધોને લીધે ખોરાકની તંગી સર્જાતા શું જમે છે ત્યાંના લોકો?
ઉત્તર કોરિયાના ન્યૂક્લિઅર પ્રોગ્રામના કારણે તેના પર અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
ગત વર્ષે સંયુક્ત રાષ્ટ્રોની સલામતી કાઉન્સિલ સહિત ઘણા દેશોએ ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમના કારણે તેના પર આર્થિક પ્રતિબંધો મૂક્યા હતા.
ઉત્તર કોરિયાથી કપડાંની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યા ઉપરાંત, ક્રૂડ ઑઇલની આયાતની માત્રા પણ નક્કી કરવામાં આવી છે.
અમેરિકા,દક્ષિણ કોરિયા અને જાપાન દ્વારા પણ ઉત્તર કોરિયા પર સંખ્યાબંધ પ્રતિબંધો મૂકાયા છે.
પ્રતિબંધોના કારણે ઉત્તર કોરિયા સામે આર્થિક વિપત્તિઓ આવી છે. આવી પરિસ્થિતિમાં ઉત્તર કોરિયાના નાગરિકો ખોરાકની તંગી દૂર કરવા માટે કેટલીક નવી વાનગીઓ બનાવી રહ્યા છે.
સાધારણ ભાષામાં 'ક્વિક કેક' તરીકે ઓળખાતી અથવા 'સોક્કાડુજિયન'ને બનાવવા માટે બેક કરવાની જરૂર નથી. તેને બનાવવા માટે થોડો સમય જ લાગે છે.
હૉન્ગ યુન હેઈ થોડા સમય પહેલાં ઉત્તર કોરિયાથી દક્ષિણ કોરિયા નાસી ગયાં હતાં. તેઓ કહે છે કે તેઓ મકાઈવડે સ્વાદિષ્ટ કેક બનાવે છે.
હૉન્ગ યુન હેઈ એક રેસ્ટરાં પણ ચલાવે છે. તેઓ કહે છે કે ઉત્તર કોરિયામાં ગરીબ લોકો સામાન્ય રીતે મકાઈ ખાય છે. તે ચોખા કરતાં સસ્તી હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વાનગીનું નામ 'ઇન્જેક્ટર' છે અને તેમાં પ્રોટીનની માત્રા ઘણી હોય છે. આ આહાર 'હ્યુમન મેડ મીટ' તરીકે પણ ઓળખાય છે. તે સોયાબીનમાંથી બનાવાયેલા શાકાહારી માંસ પ્રકારનું જ હોય છે.
આ ખોરાકનું નામ 'ઇંઝોગોગિબાબ' છે. જેને ઇંઝોગોગી અથવા શાકાહારી માંસ વડે બનાવવામાં આવે છે.
તેને ચોખા અથવા માછલી સાથે ખાવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ખોરાકમાં કૅલરી ખૂબ જ ઓછી હોય છે જ્યારે પ્રોટીન અને ફાઇબર પુષ્કળ પ્રમાણમાં હોય છે.
આ ખોરાકનું નામ 'ડુબુબાબ' છે. જેમાં સોયાબીનનું દૂધ અને વધુમાં ચોખાના લોટનો એક પાતળો થર હોય છે. ઉત્તર કોરિયાના નાગરિકો માટે આ એક સસ્તો અલ્પાહાર છે, જેને તેઓ સૉસ સાથે ખાય છે.
આ બિસ્કિટ બહારથી નરમ અને અંદરથી ભીનાં હોય છે. તેને લોટ અને ખાંડથી બનાવવામાં આવે છે. ક્યારેક તેમાં દ્રાક્ષનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
આ એક પ્રકારની ચટણી છે જેને વિવિધ પ્રકારની શાકભાજીનું મિશ્રણ કરીને બનાવવામાં આવે છે. ચોખાના દાણાં અને ડુક્કરનું લોહી પણ તેમાં ભેળવવામાં આવે છે.
'કુંગસુન્ગા' નામની ડિશ પૉપકૉર્ન જેવી દેખાય છે. તેમાં સોયાબીન અને ખાંડનું મિશ્રણ હોય છે. ઉત્તર કોરિયાના નાગરિકોમાં આ વાનગી વધુ લોકપ્રિય છે.
'અલસાટોંગ'નામની વાનગી પણ અહીં લોકપ્રિય છે. જેને બનાવવા માટે ખાંડ અને સરસવનો ઉપયોગ કરવામાં આવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો