જાપાનમાં રાઇસ કેક ખાવાથી લોકો કેમ મૃત્યુ પામે છે?

ઇમેજ સ્રોત, AFP
જાપાનમાં નવા વર્ષને આવકારવા માટે રાઇસ કેક ખાવાની પરંપરા વર્ષો પુરાણી છે. જોકે, રાઇસ કેક ખાવાને કારણે દર વર્ષે ઘણાં લોકો મૃત્યુ પામે છે.
લોકોનાં મૃત્યુનું કારણ રાઇસ કેકનો સ્વાદ નથી પણ કેક ચાવવામાં મુશ્કેલ હોવાથી ઘણાં લોકો મૃત્યુ પામે છે.
નવા વર્ષના આગમન પહેલાં સરકારે દર વર્ષે કેક આરોગવા સંબંધે ચેતવણી બહાર પાડવી પડે છે.

શું હોય છે આ કેકમાં?

ઇમેજ સ્રોત, AFP
મૉકો નામે ઓળખાતી આ નાની ગોળ કેક મોચીગોમ પ્રકારના ચોખામાંથી બનાવવામાં આવે છે. આ કેક સોફ્ટ અને ચીકણી હોય છે.
આ કેક બનાવવા માટે પહેલાં ચોખાને બાફવામાં આવે છે.
પછી તેનો ભુક્કો કરીને રાંધવામાં આવે છે. આખરે તેને ઑવનમાં બૅક કરવામાં આવે છે.
જાપાની પરિવારો શાકભાજીમાંથી બનાવવામાં આવેલા પાતળા રસામાં ચોખાના ઝીણા દાણાને પરંપરાગત રીતે રાંધે છે.

આ કેક જીવલેણ શા માટે?

ઇમેજ સ્રોત, AFP
મૉકો કેક્સ ચિકણી અને ચાવવી મુશ્કેલ હોય છે. મૉકો કેક મોટી હોય છે. તેથી તેને નાના ટુકડા કરીને ખાવી પડે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ કેક પેટમાં જાય એ પહેલાં સખત રીતે ચાવવી પડે છે અને તેના પાચનમાં પણ લાંબો સમય લાગે છે.
બાળકો કે વૃધ્ધો જેવા જે લોકો મૉકો કેકને યોગ્ય રીતે ચાવી શકતા નથી તેમના માટે આ કેક સમસ્યા સર્જક સાબિત થતી હોય છે.
જે લોકો મૉકો કેકને બરાબર ચાવી શકતા નથી તેમના ગળામાં આ કેક ફસાઈ જાય છે.

ચેતવણીનો હેતુ
કોઈ બરાબર ચાવી શકતું ન હોય તેણે આ કેક નાના ટુકડા કરીને ખાવી પડે છે.
દર વર્ષે સત્તાવાળાઓ નવા વર્ષની ઊજવણી વખતે આ કેક ખાવા સંબંધે જાહેર ચેતવણી બહાર પાડે છે.
નાના ટુકડા કરીને મૉકો કેક ખાવાની સલાહ ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને આપવામાં આવે છે.
જોકે, સરકારી ચેતવણી છતાં મૉકો કેક ખાવાને લીધે લોકો મૃત્યુ પામતા હોવાની ઘટનાઓ બને છે.
આ કેક ખાવાને લીધે મૃત્યુ પામતા લોકોની સંખ્યા વધારે નથી પણ સમગ્ર દેશના આંકડાના સંદર્ભમાં આ પ્રમાણ ઓછું પણ નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












