You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કુકને ફરજિયાત પ્રાઇવેટ જેટ વાપરવા નિર્દેશ
બૅટરીની સમસ્યાના કારણે આઇફોન 'સ્લો' કરવાની કબૂલાત બાદ ઍપલે માફી માંગી છે. પરંતુ આ ચર્ચાની વચ્ચે કંપનીએ તેના 'ચીફ એક્ઝિક્યૂટિવ' ટિમ કુકને અંગત અને બિઝનેસ એમ બન્ને હેતુ માટે માત્ર પ્રાઇવેટ જેટનો જ ઉપયોગ કરવાનો આદેશ આપ્યો છે.
અમેરિકાના કંપની બાબતોના નિયમનકર્તાને સુપરત કરેલા દસ્તાવેજમાં ઍપલ કંપનીએ જણાવ્યું હતું, "આ બાબત સુરક્ષા અને કાર્યક્ષમતા સંબંધિત નીતિ આધારિત છે."
તમને આ પણ વાંચવું ગમશે
ઍપલના રિપોર્ટ અનુસાર, ટિમ કુકનો વર્ષ 2017માં અંગત પ્રવાસનો ખર્ચ 93,109 અમેરિકી ડોલર (લગભગ 59 લાખ રૂપિયા) રહ્યો હતો.
જ્યારે તેમની સુરક્ષા માટે કંપનીએ 224,216 અમેરિકી ડોલર (લગભગ 1.43 કરોડ રૂપિયા) ખર્ચ્યા છે.
વર્ષ 2017માં 'ચીફ એક્ઝિક્યૂટિવ'નો પગાર ત્રણ મિલિયન અમેરિકી ડોલર (લગભગ 19 કરોડ રૂપિયા)થી વધુ હતો.
વળી તેમણે 9.3 મિલિયન અમેરિકી ડોલર (લગભગ 59 કરોડ રૂપિયા) બોનસ તરીકે મળ્યા, ઉપરાંત નિર્ધારિત લક્ષ્યાંક પ્રાપ્ત કરતા મળતા 89 મિલિયન ડોલરના શેર પણ તેમને મળ્યા છે.
બેટરી મુદ્દે ઊહાપોહ
દરમિયાન જૂના વર્ઝનવાળા આઇફોનના પ્રોસેસરને ધીમું કરવા બદલ ટીકાનો સામનો કરી રહેલી કંપની ઍપલે માફી માંગી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઍપલનો તર્ક હતો કે લિથિયમ-આયનની બૅટરીવાળા જૂના આઇફોન સારી રીતે ચાલી શકે એટલા માટે આવું કરવામાં આવ્યું હતું.
કંપનીનું કહેવું છે કે, તે બૅટરી બદલવા માટે તૈયાર છે. કંપની 2018માં એક એવું સોફ્ટવૅર લાવશે જેનાથી આઇફોન વાપરનારા યૂઝર્સ બૅટરીની આવરદા પર નજર રાખી શકે.
ઘણા સમયથી આઇફોન યૂઝર્સને શંકા હતી કે કંપનીએ નવા આઇફોનનું વેચાણ વધારવા માટે જૂના આઇફોન સાથે ચેડાં કર્યાં છે.
ઍપલે આ વાત કબૂલ કરવા બાદ તેના સામે અમેરિકી કોર્ટમાં આઠ કેસો દાખલ થયા છે.
જેના પગલે કંપનીએ ભારે ટીકાને સામનો કરવો પડ્યો છે. તેથી કંપનીએ બૅટરી બદલાવવા માટેની કિંમત 79 ડોલર ઘટાડીને 29 ડોલર કરી દીધી છે.
આ છૂટ આઇફોન 6 અને તેનાથી ઊંચા વર્ઝનના ફોન માટે જ છે.
કંપનીનું કહેવું છે કે " ગ્રાહકોનો વિશ્વાસ અમારા માટે સર્વોપરી છે. આપણે આ લક્ષ્યથી ક્યારેય જ દિશાહીન નહીં થઇએ."
વધુમાં કંપનીએ કહ્યું, "લિથિયમ-આયનની બૅટરીની સમસ્યા માત્ર ઍપલ ઉત્પાદનો સુધી મર્યાદિત નથી. જૂની બૅટરી 100 ટકા સુધી ચાર્જ નથી થતી."
આઇફોન 6, આઇફોન 6S અને આઇફોન 5 SE માટે એક ફિચર આપવામાં આવ્યું છે.
જેનો હેતુ પ્રોસેસરની વધારે પડતી પાવરની માંગને નિયંત્રણ કરવાનો હતો. આમ કરવાથી અચાનક ફોનની બૅટરી ઑફ થવાનું જોખમ નથી રહેતું."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો