ઇજિપ્તમાં હજારો વર્ષ જૂનાં બાળકોનાં મમી મળ્યાં

ઇજિપ્તનાં અસવાન શહેર પાસે બાળકોનાં ત્રણ હજાર વર્ષ કરતાં પણ જૂનાં મમી મળ્યાં છે. તેમાં રહેલા મૃતદેહ આજે પણ સુરક્ષિત છે.

પુરાતત્વ વિભાગના પ્રમુખ ડૉક્ટર એમન અશમાવીના જણાવ્યા પ્રમાણે એક કબરમાંથી મમી બનાવવામા માટે ઉપયોગમાં લેવામાં આવતું લિનનું કાપડ પણ મળ્યું છે.

તમને આ પણ વાંચવું ગમશે

આ મમી ઇજિપ્તના 18માં રાજવંશ(1549/50*-1292 ઈ.પૂ.) દરમિયાનનું હોવાનું મનાઈ રહ્યું છે.

સાથે જ ઇજિપ્ત-ઓસ્ટ્રિયાની ટીમને એક કબ્રસ્તાન અને સ્વિટ્ઝર્લેન્ડની ટીમને એક મહિલાની મૂર્તિ પણ મળી છે.

પુરાતત્વજ્ઞોને આ કબર ગેબેલ અલ-સિલસિલામાં મળી છે.

કપડાં અને તાબૂતનાં લાકડાંનાં અવશેષો પણ મળ્યા છે.

એક મમી બેથી ત્રણ વર્ષનાં બાળકનું છે. મમી બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલ લિનેન સિવાય તાબૂતનાં લાકડાનાં કેટલાંક અવશેષ પણ હજુ સુધી કબરમાં રહેલાં છે.

બીજાં અને ત્રીજાં મમીમાં તાવીજ અને વાસણ મળ્યાં છે. બીજું મમી છથી નવ વર્ષનાં બાળકનું છે.

ચાર હજાર વર્ષ જૂની કબર

સ્વીડિશ ટીમનાં પ્રમુખ ડૉક્ટર મારિયા નિલ્સનના જણાવ્યા પ્રમાણે, ''આ નવી કબરોથી ઇજિપ્તના 18માં રાજવંશનાં સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવન વિશે વધુ માહિતી મળશે.''

ઇજિપ્ત અને ઓસ્ટ્રિયાની ટીમને કોમ ઓમ્બો વિસ્તારમાં એક કબ્રસ્તાન મળ્યું છે. જે આશરે 4000 વર્ષ જૂનું હોવાનું અનુમાન છે.

આ મિશનના પ્રમુખ ડૉક્ટર આઈરિન ફૉસ્ટર પ્રમાણે, ''અહીં માટીની ઈંટોથી બનેલા ગુંબજોમાં વાસણ અને મૃતદેહ દફનાવવાનો કેટલોક સામાન પણ મળ્યો છે.''

તેમણે જણાવ્યું કે કબ્રસ્તાનની નીચે જૂનાં રાજ્ય(2613-2181 ઈ.પૂ.)નાં પણ કેટલાક અવશેષ મળ્યા છે.

શું આ ગ્રીક દેવીની મૂર્તિ હતી?

તે સિવાય આ વિસ્તારમાં ગ્રેકો-રોમન કાળની એક મહિલાની મૂર્તિ પણ મળી છે. આ મૂર્તિનું માથું, પગ અને જમણો હાથ તૂટેલાં છે.

લાઇમસ્ટોનથી બનાવેલી આ મૂર્તિ 35 સેમી ઊંચી છે.

સ્થાનીય પુરાતત્વ વિભાગના પ્રમુખ અબ્દેલ મોનીમ સઈદે જણાવ્યું કે, ''મૂર્તિમાં મહિલાએ જે કપડાં પહેર્યાં છે તે ગ્રીક દેવી આર્ટેમિસનાં કપડાંને મળતાં આવે છે.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો