ઉત્તર કોરિયાના રાજદૂતના ઘરમાંથી દારૂ કોણ ચોરી ગયું?

ઉત્તર કોરિયાના રાજદૂતના પાકિસ્તાનસ્થિત ઘરમાંથી વ્હિસ્કી, બીયર અને વાઇનની અનેક બોટલોની ચોરીની ઘટના બહાર આવી છે.
આ ઘટના પછી તેમના પર દારૂની ચોરીની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પાકિસ્તાનમાં મુસ્લિમો માટે દારૂ પીવાનું ગેરકાયદે છે. તેથી પાકિસ્તાનમાં દારૂ આસાનીથી મળતો નથી.
તમને આ પણ વાંચવું ગમશે
વિદેશી રાજદૂતોને દારૂ માટે વ્યક્તિગત ભથ્થું આપવામાં આવે છે.
ઉત્તર કોરિયાના પાકિસ્તાનસ્થિત રાજદૂત હ્યોન કી-યોંગે તેમના ઈસ્લામાબાદ ખાતેના ઘરમાંથી ચોરી થયાની ફરિયાદ ઓક્ટોબરની શરૂઆતમાં નોંધાવી હતી.

ભેદભરમથી ભરપૂર ઘટના

ઇમેજ સ્રોત, Getty Images
તેમણે પોલીસને જણાવ્યું હતું કે તેમના ઘરમાંથી બે હીરા, હજ્જારો અમેરિકન ડોલર અને મોટા પ્રમાણમાં દારૂની ચોરી કરવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, આ કિસ્સામાં ઘણા ભેદભરમ છે.
રોઈટર્સ સમાચાર સંસ્થા અને પાકિસ્તાન ટુડેના અહેવાલ અનુસાર, ત્રણ પોલીસ કર્મચારીઓએ આ ચોરી કરી હતી.
એ ત્રણેયની ધરપકડનું વોરંટ બહાર પાડવામાં આવ્યું છે.
અન્ય મીડિયા અહેવાલો મુજબ, આ ઘટનાનો પ્રારંભ પોલીસે જ કરાવ્યો હતો.
વાસ્તવમાં એ પોલીસની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવેલું અભિયાન હતું.
આ ઘટનાની ફરિયાદ કોહસર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.
એ પોલીસ સ્ટેશનના વડા ઈન્સ્પેક્ટર અસ્જદ મહેમૂદે બીબીસીને કહ્યું હતું કે ''ત્રણ પોલીસ કર્મચારીઓ પર ઉત્તર કોરિયાના રાજદૂતના ઘરમાં ઘૂસવાનો આરોપ છે.
તેઓ રાજદૂતના ઘરમાં ગેરકાયદે પ્રવેશ્યા હતા, જ્યાં તેમને દારૂનો મોટો જથ્થો મળ્યો હતો.
જોકે, એ બાબતે પોતાના ઉચ્ચ અધિકારીઓને માહિતગાર કરવાને બદલે પોલીસ કર્મચારીઓએ એ દારૂ પોતાની પાસે રાખી લીધો હતો.''
ત્રણેય પોલીસ કર્મચારીને હાલ જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.

આ ઘટના ખાસ શા માટે?

ઇમેજ સ્રોત, Getty Images
ચોરી કે દરોડાની ઘટનાઓને સામાન્ય રીતે આટલું મહત્વ આપવામાં આવતું નથી, પણ આ કિસ્સામાં દારૂનો મોટો જથ્થો અને એક રાજદૂત સામેલ છે.
રાજદૂતના ઘરમાંથી દારૂની કેટલી બોટલોની ચોરી થઈ હતી તેનો આંકડો બહાર આવ્યો નથી.
રોઈટર્સના જણાવ્યા મુજબ, જોની વોકર બ્લેક લેબલ દારૂની 1,000થી વધારે બોટલની ચોરી કરવામાં આવી છે.
પાકિસ્તાની માર્કેટમાં જોની વોકર દારૂની એક બોટલ કિંમત 5,000 રૂપિયાથી વધારે છે.
પોલીસના રિપોર્ટ અનુસાર, ઉત્તર કોરિયાના રાજદૂતના ઘરમાંથી 200 પેટી વાઈન, બીયરનાં 90 કાર્ટૂન અને ટકીલાની ઘણી બોટલો ચોરી જવામાં આવી હતી.

રાજદૂતને કેટલો દારૂ મળે?

ઇમેજ સ્રોત, AFP
પાકિસ્તાનમાં વિદેશી રાજદૂતોને ચોક્કસ પ્રમાણમાં દારૂ રાખવાની છૂટ છે.
તેઓ દૂતાવાસમાં જ દારૂ રાખી શકે છે. ઘરમાં દારૂ રાખવાની છૂટ તેમને નથી.
ઉત્તર કોરિયાના રાજદૂતને ત્રણ મહિનામાં અલગ-અલગ પ્રકારનો 120 લિટર સ્પિરિટ, 18 લિટર વાઈન અને 240 લિટર બીયર રાખવાની પરવાનગી આપવામાં આવી હતી.
આ પરવાનગીના સંદર્ભમાં તેમના ઘરમાંથી દારૂનો જે જથ્થો મળ્યો છે તેનું પ્રમાણ ઘણું ઓછું છે.
આ સમગ્ર ઘટના બાબતે ઉત્તર કોરિયાના રાજદૂતાવાસે કશું જણાવ્યું નથી.
હ્યોન કી-યોંગના ઘરમાંથી દારૂનો જે જથ્થો મળી આવ્યો છે તેની કુલ કિંમત અંદાજે 98 લાખ રૂપિયા હોવાનું માનવામાં આવે છે.

અગાઉ પણ મૂકવામાં આવ્યો હતો આરોપ
ઉત્તર કોરિયાના રાજદૂત પર દારૂની ચોરીનો આરોપ હોય તેવી આ પહેલી ઘટના નથી.
ઉત્તર કોરિયાના એક રાજદૂત પર કરાચીમાં બ્લેક માર્કેટમાં ગેરકાયદે દારૂ વેચવાનો આરોપ 2015માં પણ મૂકવામાં આવ્યો હતો.
ઉત્તર કોરિયાના એક અન્ય રાજદૂતની 14 લાખ ડોલરનું સોનું બંગલાદેશમાં ઘૂસાડતી વખતે ધરપકડ કરવામાં આવી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












