યુ.કે. : પ્રીતિ પટેલનું ગુજરાત કનેક્શન

પ્રીતિ પટેલની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લંડનનાં એસેક્સની વિટહેમ બેઠક પરથી કન્ઝર્વેટિવ પાર્ટીનાં સાંસદ પ્રીતિ પટેલ

બ્રિટિશ રાજકારણી પ્રીતિ પટેલ લંડનના એસેક્સમાં વિતમ બેઠક પરથી કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ છે. તે યુ.કેના રાજકારણમાં ઊચ્ચ પદો મેળવનાર અત્યાર સુધીના એક માત્ર મૂળ ગુજરાતી વ્યક્તિ છે.

તે સૌપ્રથમ મે-2010માં યુ.કે.ની વિતમ બેઠક પરથી સાંસદ ચૂંટાયા હતા. જ્યારે વર્ષ 2015માં તે ફરીથી સાંસદ ચૂંટાયા હતા પણ 2017માં થેરેસા મે દ્વારા જાહેર કરાયેલા સ્નેપ ઈલેક્શનમાં પણ તેમણે ચૂંટણી જીતીને બેઠક જાળવી રાખી.

તમને આ વાંચવું પણ ગમશે:

વર્ષ 2016માં પ્રીતિ પટેલ બ્રિટને યુરોપિયન સંઘમાંથી બહાર નીકળવું કે કેમ તે માટેના જનમત સંગ્રહમાં 'લીવ' એટલે કે બ્રિટને તેમાંથી નીકળી જવું જોઈએ તેના સમર્થનનું અભિયાન ચલાવ્યું હતું.

અત્રે ઉલ્લેખની છે કે તે સાંસદ બન્યા તે પહેલા પણ રેફરેન્ડમ પાર્ટીમાં હતા ત્યારે પણ તેમણે 'બ્રેક્ઝિટ'નું સમર્થન કરતા અભિયાનમાં ભાગ લીધો હતો.

પ્રીતિ પટેલ

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, પ્રીતિ પટેલે જણાવ્યું છે કે તેમની બેઠક અંગે વિદેશ મંત્રી બૉરિસ જોનસનને માહિતી હતી

પ્રીતિ પટેલે વોટફોર્ડની માધ્યમિક શાળામાં પ્રાથમિક શિક્ષણ લીધું હતું. કીલે યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં સ્નાતકની જ્યારે એસેક્સ યુનિવર્સિટીમાંથી અનુસ્તાનકની ડિગ્રી મેળવી હતી.

વર્ષ 2014માં તેમની નાણાં વિભાગમાં ટ્રેઝરી મંત્રી તરીકે નિમણૂક થઈ હતી તથા યુ.કે.માં 2015ની લોકસભા ચૂંટણી બાદ તે 'વર્ક અને પેન્શન વિભાગ'ના રોજગાર મંત્રી બન્યાં હતાં.

યુગાન્ડાથી યુ.કે.માં શરણ લેવા આવેલાં ગુજરાતી પરિવારમાં જન્મેલાં પ્રીતિ પટેલે વેટફૉર્ડ ગ્રામર સ્કૂલ ફૉર ગર્લ્સમાં અભ્યાસ કર્યો હતો.

પ્રીતિ પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આંતરરાષ્ટ્રીય વિકાસ મંત્રી પ્રીતિ પટેલે ઇઝરાયલમાં 12 ગુપ્ત બેઠકો કરી હતી

કન્ઝર્વેટિવ પાર્ટીનાં વડામથકમાં પણ તેમણે નોકરી કરી હતી. તે 1995થી 1997 સુધી સર જેમ્સ ગોલ્ડસ્મિથનાં નેતૃત્વ હેઠળની રેફરેન્ડમ પાર્ટીનાં પ્રવક્તા પણ રહી ચૂક્યાં છે. આ પાર્ટી યુરોપિય સંઘના વિરોધમાં હતી.

વિલિયમ હેગ જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા બન્યા ત્યારે તે ફરીથી કન્ઝર્વેટિટ પાર્ટીમાં જોડાયાં અને 1997થી 2000 સુધી ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી તરીકે કાર્ય કર્યું હતું.

તેમએ દારુ બનાવતી અગ્રણી કંપની ડાયજિયો સાથે પણ કામ કર્યું છે. તે 2005માં નોટિંગઘમ બેઠક પરથી ચૂંટણી હારી ગયાં હતાં. ત્યારબાદ વર્ષ 2010માં વિટહેમ બેઠક પરથી ચૂંટણી જીતીને સંસદ સભ્ય બન્યાં હતાં.

પ્રીતિ પટેલ બ્રિટનનાં ભૂતપૂર્વ વડાંપ્રધાન માર્ગારેટ થેચરને પોતાનાં આદર્શ માને છે.

line

અંગત જીવન

પ્રીતિ પટેલની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સૌપ્રથમ મે-2010માં યુ.કે.ની વિટહેમ બેઠક પરથી સાંસદ ચૂંટાયાં હતાં

29 માર્ચ 1972ના રોજ જન્મેલા પ્રીતિ પટેલનો ઉછેર લંડનના દક્ષિણ હેરો અને રૂલિસ્લિપમાં થયો છે. તેમના માતાપિતા મૂળ ગુજરાતી હતા જે ભારતથી યુગાન્ડામાં આવીને વસ્યા હતા.

પણ 1960ના દાયકામાં યુગાન્ડાના પ્રમુખ ઈદી અમીને એશિયાના લોકોની હકાલપટ્ટી કરતા તે ઈંગ્લેન્ડના હર્ટફોર્ડશાયરમાં આવી ગયા હતા.

તેમના પિતાએ લંડન અને દક્ષિણ પૂર્વ ઈંગ્લેન્ડમાં અખબાર-સામયિકોના વેચાણની એક નાની દુકાન ખોલી કામકાજ શરૂ કર્યું હતું.

અત્રે નોંધવું કે નવેમ્બર 2013માં યુ.કે.ના તત્કાલીન વડાપ્રધાને પ્રીતિ પટેલની યુ.કે.-ભારતીય ડાયસ્પોરા ચેમ્પિયન તરીકે નિમણૂક કરી હતી.

સાંસદ બનતા પહેલા તેમણે એક કન્સલ્ટન્સી માટે તથા આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરેલું છે.

'સેક્રેટરી ઑફ સ્ટેટ' ડિપાર્ટમન્ટ ઑફ ઇન્ટરનૅશનલ ડેવલપમેન્ટ માટે રણનીતિ અને નિર્દેશનો તૈયાર કરે છે. જેમાંની નીચે મુજબની બાબતો અને ભૂમિકાઓનો સમાવેશ થાય છે.

  • રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ
  • વ્યૂહરચના
  • જી 7 અને જી 20
  • વિશ્વ બેન્ક, આઈએમએફ અને અન્ય આઇએફઆઇ (ક્ષેત્રીય વિકાસ બેંકો સહિત)
  • કુલ ડિલીવરી અને 0.7%નું મેનેજમેન્ટ
  • સંદેશવ્યવહાર
  • રિફોર્મ: યુનાઇટેડ નેશન્સ અને બહુપક્ષીય
  • આર્થિક વિકાસ (સીડીસી, વેપાર નીતિ અને ખાનગી ક્ષેત્ર )
  • આધુનિક ગુલામી અને બાળ શોષણ
  • મહિલા અને બાળકીઓની બાબત

અન્ય પદો પર નિમણૂક

પ્રીતિ પટેલની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તેમના માતાપિતા મૂળ ગુજરાતી હતા

સરકારમાં મંત્રી બનતાં પહેલાં તેમણે 1922 કમિટીનાં એક્ઝિક્યુટિવ તરીકે પણ સેવા આપી હતી તથા ઑક્ટૉબર-2013માં કન્ઝર્વેટિવ પાર્ટી બોર્ડનાં સભ્ય પણ ચૂંટાયાં હતાં.

નાની દુકાનો માટેના સાંસદોનાં સર્વપક્ષીય ગૃપનાં તે અધ્યક્ષ પણ રહી ચૂક્યાં છે. એટલું જ નહીં પણ ઈન્ડો-બ્રિટિશ બાબતના આવા સર્વપક્ષીય ગ્રૂપના પણ તે ઉપાધ્યક્ષ રહી ચૂક્યાં છે.

તેમને ખાસ કરીને બિઝનેસ, રોકાણ અને વેપારને લગતી બાબતોમાં રસ છે અને બ્રિટિશર્સનો બિઝનેસ વિકસે તે માટે તે કાર્યરત રહ્યાં છે.

માતાપિતાને તેમના નાના બિઝનેસમાં તે મદદ કરતા અને સંદેશાવ્યવહારના ઉદ્યોગમાં કારકીર્દી દરમિયાન કાર્ય કરનારાં પ્રીતિ પટેલને તેમનો આ અનુભવ રાજકારણમાં તેમની પ્રાથમિકતામાં જોવા મળે છે.

શાળામાં સાક્ષરતા અને સ્થાનિક માળખાકીય સેવાઓમાં વિકાસ અને યુવાનોને રોજગારી જેવા વિવિધ અભિયાનો તેમણે શરૂ કર્યાં હતાં.

સ્થાનિક ચૅરિટિઝ અને એસેક્સ તથા વિટહેમની શાળાઓ માટે નિતમિત રૂપે સમર્થન કરતાં રહે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો